પ્રાણ જાય પણ વચન ના જાયે.. આ ઉક્તિને ખરા અર્થમાં સાબિત કર્યું મહીસાગરના રામ ભક્તે
Ram Mandir : મહીસાગરના રામભક્તનો 35 વર્ષનો સંઘર્ષ હવે પૂરો થશે. રામ મંદિર બને તે માટે તેઓએ 35 વર્ષથી માથા પરના વાળ ઉતાર્યા નથી, તેમજ દાઢી મૂંછ પણ ઉતારી નથી
Trending Photos
Mahisagar News ભદ્રપાલસિંહ સોલંકી/મહીસાગર : સમગ્ર દેશમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ દરેક હિન્દુ જણ આંનદની લાગણી અનુભવી રહ્યો છે અને ભગવાન રામના મંદિર સ્થાપનીને લઇને પણ ઘરે ઘરે જઈ અક્ષત વિતરણ તેમજ પત્રીકા વિતરણ કરી રહ્યા છે ત્યારે વર્ષો પછી હિન્દુની આસ્થા અને પ્રતીક્ષાનો હવે અંત થઈ રહ્યો છે. જેને લઇ દરેક ગામ અને ઘરે ઘરે દિવાળી જેવો મહોલ અને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે કેટલાય એવા રામ ભક્તો છે, જેઓ રામ માટે કેટ કેટલીય પ્રતિજ્ઞા સાથે આજે પણ જીવી રહ્યા છે અને કેટલાય લોકો પ્રતિજ્ઞા સાથે દેવલોક પામ્યા છે. બીજી તરફ રામભક્તો પોતાની ભક્તિને અલગ અંદાજમાં પણ દર્શાવી રહ્યા છે ત્યારે મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના પાદેડી ઝરખવાડા ગામના વાતની દેવસિંગભાઈ દલાભાલભાઈ માલીવાડે વર્ષ 1990 માં કારસેવકો સાથે સેવામાં ગયા હતા ત્યાંના દ્રશ્યો જોઈ મન વિચલિત થયું કે ભગવાન રામનું ઘર નથી. ત્યારે તેમણે ત્યાં પ્રતિજ્ઞા લીધી કે તેમનું નવું ઘરનું નિર્માણ થશે તો હું મારી દાઢી, વાળ ઉતારીશ. ત્યારે આ રામભક્તનો ૩૫ થી વધુ વર્ષોનો સંગઘર્ષ પૂરો થયો છે. દેવજીભાઈ ઘરે ઘરે જઈ અક્ષત વિતરણ કરી રહ્યા છે.
રામભક્તનો 35 વર્ષોનો સંઘર્ષ પૂરો થયો
પ્રાણ જાય પણ વચનના જાયે... ને ખરા અર્થમાં સાબિત કર્યું મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના ઝરખવાડા ગામના વતની દેવસિંગભાઈ દલાભાઈ માલીવાડે. પોતાના જીવનના ૩૫ થી વધુ વર્ષો રામભક્તિ અને રામને સમર્પિત કર્યા છે. ૧૯૯૦ માં કારસેવકો સાથે ૩૫ વર્ષની ઉંમરે અયોધ્યા ગયા હતા. તેમની સાથે આજુબાજુ ગામના ચાર યુવાનો તેમજ નંદુમહારાજ તેમજ કોઠારીબંધુ સાથે અયોધ્યા ગયા હતા. ત્યાં અનેક સંતો મહંતો ઉપસ્થિત હતા. ત્યાં ગોડી બારીમાં કોઠારીબંધુનું અવસાન થયું, ત્યાં પણ તેઓ ૧૦ દિવસ જેલવાસ કર્યો ત્યાંના દ્રર્શ્યો જોઈ તેમણે પ્રણ લીધુ હતું કે, ભગવાનનું ઘર બનશે ત્યારે હું અયોધ્યા આવીશ અને મારી દાઢી મૂછ ઉતારીશ. તેમણે પ્રતિજ્ઞા લીધી હતી કે, ગામે ગામ જઈ ભગવાન રામ દરેક લોકોના દિલમાં જીવિત રાખી તેમની ધૂન આજે પણ ચાલુ રાખી છે. ત્યારે ૩૫ થી વધુ વર્ષોનો સંઘર્ષ કાર્ય બાદ હવે આ પ્રતીક્ષા પૂર્ણ થતા જાણે યુવાની જેવો ફરી ઉત્સાહ હોય તેમ હવે ઘરે ઘરે જઈ અક્ષત અને પત્રીકા વિતરણ કરી પોતાની પ્રતિજ્ઞા પૂર્ણનો આંનદ તેમના મુખ અને ગામમાં જોવા મળે છે.
દેવસિંગભાઈએ 35 વર્ષથી વાળ નથી ઉતાર્યા
ભગવાન રામે પોતાના વચન પાલનમાં અયોધ્યાનું રાજ મૂકી વર્ષનો વનવાસ લીધો હતો. ત્યારે મર્યાદા પુરુષોત્તમ કહેવાતા ભગવાન રામ વન વનમાં ભટકી અને લોકોના આદર્શ બન્યા અને મર્યાદા પુરુષોત્તમ પણ કહેવાયા, અને આજે પણ તેમના અનેક પ્રસંગો વર્ણવાય .છે ત્યારે ભગવાન રામના વચનો સાથે અને તેમના પથપર ચાલનારા દેવસિંગભાઈ માલીવાડ પ્રાણ જાય પણ વચન ન જાય આ રીત રઘુકુળની રીત તે જ રીત સાથે આજે પણ મક્કમ રીતે દેવસિંગભાઈ પોતાના 35 વર્ષના બલિદાન સાથે વાળ નથી ઉતાર્યા.
માતાપિતાના મોત પર પણ તેમણે વાળ ઉતાર્યા ન હતા
અનેક એવા પ્રસંગો બન્યા જેમાં દેવસિંગભાઈ વિચલિત થતા હતા, પણ તેમણે પોતાના વચન અને ભગવાન રામને પ્રથમ રાખ્યા તેમના માતા-પિતા મૃત્યુ થયા ત્યારે અનેક લોકોએ સમાજના અગ્રણીઓએ તેમને સમજાવ્યા કે હિંદુ રીતે રિવાજ મુજબ મુંડન કરાવવું અને સુતક ઉતારવું એક પરંપરા છે, જે પુત્રએ કરવી પડતી હોય છે. પરંતું દેવસિંગભાઈએ ના તો માથાના વાળ ઉતર્યા ન તો દાઢીમૂંછ કઢાવી.
આજે જ્યારે દેવસિંગભાઈના ભગવાન શ્રીરામનું મંદિર અને તેમનું ઘર હવે તૈયાર થઈ ગયું છે ત્યારે દેવશી કાકા હવે અયોધ્યા જઈ પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરશે. બીજી તરફ ગામના લોકોને પણ દેવસિંગભાઈની આ પ્રતિજ્ઞા પર ગર્વ અનુભવી રહ્યા છે અને દેવસિંગભાઈ આજે દેવસિંગભાઈ મહારાજ તરીકે ઓળખાય છે. ત્યારે હવે ગામેગામ જઈ અક્ષત વિતરણ કરી રહ્યા છે અને પરિવાર માં એક અનેરો આનંદ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે