જન્મદિવસની ઉજવણીમાં નેતાજી ભાન ભૂલ્યા; મહીસાગરમાં તલવારથી કેક કાપી ભાજપી નેતા વિવાદના વમળોમાં ફસાયા

બર્થ ડે ઉજવણી માટે 6 થી 7 જેટલી કેક કારના બોનેટ પર મૂકી તલવારથી તમામ કેક કાપ્યાનો વીડિયો હાલ વાયરલ થયો છે. અગાઉ પણ મહીસાગરમાં ભાજપના કાર્યકર્તા વિરૂદ્ધ તલવારથી કેક કાપવા મુદ્દે ગુન્હો નોંધાયો હતો.

જન્મદિવસની ઉજવણીમાં નેતાજી ભાન ભૂલ્યા; મહીસાગરમાં તલવારથી કેક કાપી ભાજપી નેતા વિવાદના વમળોમાં ફસાયા

ઝી બ્યુરો/મહીસાગર: રાજ્યમાં અનેકવાર જન્મદિવસની ઉજવણીમાં નેતાઓ ભાન ભૂલતા હોય તેવા કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે, ત્યારે મહીસાગર લુણાવાડા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સંજય બારીયાએ તલવારથી કેક કાપી હોવાની ઘટના સામે આવી છે. મોટી સંખ્યામાં ટોળું ભેગુ કરી બર્થ ડે કેક કાપવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેના કારણે ભાજપના નેતા વિવાદના વમળોમાં ફસાયા છે.

મહીસાગર લુણાવાડા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સંજય બારીયા વિશે જણાવીએ તો થોડા દિવસ અગાઉ રીટાયર્ડ આર્મીમેનને માર મારવાના ગુનામાં ફસાયા હતા. બર્થ ડે ઉજવણી માટે 6 થી 7 જેટલી કેક કારના બોનેટ પર મૂકી તલવારથી તમામ કેક કાપ્યાનો વીડિયો હાલ વાયરલ થયો છે. અગાઉ પણ મહીસાગરમાં ભાજપના કાર્યકર્તા વિરૂદ્ધ તલવારથી કેક કાપવા મુદ્દે ગુન્હો નોંધાયો હતો. હાલ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સંજય બારીયાનો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં ટોળું ભેગું કરી બર્થ ડેની ઉજવણી કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ મહીસાગરમાં ભાજપના કાર્યકર્તા વિરૂદ્ધ તલવારથી કેક કાપવા મુદ્દે ગુન્હો નોંધાયો હતો. હાલ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સંજય બારીયાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news