મહીસાગર ગેંગરેપમાં મહિલા આયોગે આપ્યા તપાસના આદેશ

મહીસાગર ગેંગરેપમાં મહિલા આયોગે આપ્યા તપાસના આદેશ
  • મહીસાગર જિલ્લામાં સંતરામપુર તાલુકામાં ગેંગ રેપની ઘટના મહિલા આયોગના ચેરમેન લીલાબેન આંકોલિયાએ ગેંગરેપની ઘટનાની  ગંભીર નોંધ લીધી.

ઝી મીડિયા/બ્યૂરો :મહીસાગર જિલ્લાના સંતરામપુર ટાઉન વિસ્તારમાં એક ગરીબ મહિલા પર વિધર્મી યુવાનો દ્વારા ગેંગરેપ કરી મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો કિસ્સો બન્યો છે. હાથરસ (hathras) ની ઘટનાને પગલે મહીસાગર ગેંગરેપ (gang rape) ની ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે. ત્યારે મહીસાગર જિલ્લામાં સંતરામપુર તાલુકામાં ગેંગ રેપની ઘટના મહિલા આયોગના ચેરમેન લીલાબેન આંકોલિયાએ ગેંગરેપની ઘટનાની  ગંભીર નોંધ લીધી છે. મહિલા આયોગ (mahila aayog) ના ચેરમેન લીલાબેન આંકોલિયાએ સમગ્ર ઘટનાના તપાસના આદેશ આપ્યા છે. ત્યારે મહીસાગર જિલ્લા પોલીસ વડા પાસે સમગ્ર ઘટનાનો રિપોર્ટ માંગ્યો છે. 

આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાએ મચાવેલા હાહાકારને 200 દિવસ થયા, 2 દર્દીથી આંકડો 1.41 લાખ પહોંચી ગયો 

મહિલા આયોગે જિલ્લા પોલીસ વડાને પત્ર લખ્યો 
મહીસાગરમાં બનેલા દુષ્કર્મના મામલે મહિલા અયોગના અધ્યક્ષ લીલાબેન અંકોલીયાએ પ્રતિક્રીયા આપી છે. તેઓએ કહ્યું કે, મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં જે ઘટના બની છે, તે વિશે મહિલા આયોગે તાત્કાલિક પગલાં ભર્યા છે. આયોગ તરફથી જિલ્લા પોલીસ વડાને પત્ર લખ્યો છે. કડક પગલાં ભરવા માટે સૂચના અપાઈ છે. આયોગની ટીમ દ્વારા પીડિત બહેનની મુલાકાત લેવામાં આવશે. ગુજરાત અન્ય રાજ્ય કરતા સલામત છે. અહીં કોઈ પણ બનાવ બને તો પોલીસને કડક કાર્યવાહી કરવા લખીએ છીએ, પીડિત મહિલાની મુલાકાત લઈ જરૂરી સહાય અપાય છે. ઘણી વખત નાના પ્રશ્નોને લઈ બહેનો ફરિયાદ કરે છે. મહિલાઓ પર બનતા બનાવો નેસ્તોનાબૂદ કરવા પડશે. જાહેર જનતા ને વિનંતી કે જનતા સક્રિય થાય તો ઘટનાઓ બનતી અટકાવી શકાશે. 

આ પણ વાંચો : 8 બેઠકોની પેટાચૂંટણી વર્ષ 2022ની સેમીફાઇનલ રહેશે, તમામ પર કોંગ્રેસ જીતશે : હાર્દિક પટેલ 

શું બનાવ હતો
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકા વિસ્તારની ગરીબ મહિલા પર સંતરામપુર ટાઉન વિસ્તારના વિધર્મી યુવાનો દ્વારા બ્લેકમેલ કરીને ધમકીઓ આપી હતી. આ યુવકો છેલ્લા 15 દિવસથી મહિલાને હેરાન પરેશાન કરીને તેના પર ગેંગ રેપ કરતા હતા. મહિલાને આરોપી પોતાના ઘરે બોલાવી ડરાવી ધમકાવીને યુવાનો દ્વારા વારાફરતી ગેંગ રેપ આચરીને પીડિત મહિલાને બાળકો મારી નાંખવા સહિત મહિલાને પણ મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરતા હતા. જોકે ધમકીથી ડરી ગયેલી મહિલાનો આ આરોપીઓ વારંવાર લાભ લેતા હતા. પરંતુ પીડિત મહિલાએ સાહસ કરીને ગત રોજ સંતરામપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. સંતરામપુર પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં બે આરોપીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news