મહાઠગ કિરણ પટેલના અનેક રાઝ ખુલશે, ક્રાઈમ બ્રાન્ચની ટીમ અમદાવાદ લઈ આવી

Thug Kiran Patel : મહાઠગ કિરણ પટેલને અમદાવાદ ક્રાઈમ બ્રાંચ લવાયો... થોડીવારમાં કરાશે કોરોના ટેસ્ટ.. તપાસ દરમિયાન ખુલશે અનેક રાઝ....

મહાઠગ કિરણ પટેલના અનેક રાઝ ખુલશે, ક્રાઈમ બ્રાન્ચની ટીમ અમદાવાદ લઈ આવી

Kiran Patel : ગુજરાતના મહાઠગ કિરણ પટેલને અમદાવાદ લાવવામાં આવ્યો છે. કિરણ પટેલને લઈને મોડી રાત્રે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પહોંચી હતી. તે પહેલા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગુરૂવારે જમ્મુ કાશ્મીરથી કિરણ પટેલની કસ્ટડી મેળવી હતી. અમદાવાદમાં લાવીને કિરણ પટેલનો કોરોના ટેસ્ટ કરાયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં કિરણ પટેલ વિરુદ્ધ કુલ 3 કેસ નોંધાયા છે. કિરણ પટેલ મામલે આજે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પ્રેસ કોન્ફરન્સ કરશે. 

મહાઠગ કિરણ પટેલની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જમ્મુ કાશ્મીર પોલીસ પાસેથી વિધિવત ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ મોડી રાતે કિરણ પટેલને લઈને અમદાવાદ પહોંચી હતી. મોડી રાતે મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. આજે કિરણ પટેલને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગવામાં આવશે. pmo ના અધિકારી તરીકેની ઓળખ આપી તે વિવિધ પ્રકારની છેતરપિંડી કરી ચૂક્યો છે. નાણાંકીય છેતરપિંડીથી લઈ સંવેદનશીલ જમ્મુ કાશ્મીરમાં ખોટી ઓળખ આપી ઝેડ પ્લસ સુરક્ષા મેળવી કરી હતી કેટલીય વાર અતિ સંવેદનશીલ સ્થળોની મુલાકાત લઈ ચૂક્યો છે. અમદાવાદના સીંધુભવન અને ઘોડાસર સ્થિત બંગલા પચાવી પાડવા મામલે ક્રાઇમ બ્રાન્ચે નોંધ્યો છે. તો કિરણ અને તેની પત્ની માલિની સામે ગુનો નોંધાયો છે. હાલ માલિની પટેલ જેલ હવાલે છે. 

અમદાવાદ મહાઠગ કિરણ પટેલને મેટ્રો કોર્ટમાં રજૂ કરાશે. 3 વાગે કિરણ પટેલને મેટ્રો કોર્ટ ક્રાઇમ બ્રાન્ચ લાવવામાં આવશે. કિરણ પટેલના ક્રાઇમ બ્રાન્ચ 14 દિવસના રિમાન્ડ માંગશે. હાલ કિરણ પટેલ ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં છે. મેડિકલ રીપોર્ટ બાદ મેટ્રો કોર્ટ કિરણ પટેલને લાવશે. રિમાન્ડ સમયે અનેક ખુલાસા થાય તેવી શકયતા છે.

પોતાને પીએમઓના ટોચના અધિકારી ગણાવતા કિરણ પટેલની કસ્ટડી જમ્મુ અને કાશ્મીરના સત્તાવાળાઓએ શ્રીનગરના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (CJM)ની સૂચના બાદ ગુજરાત પોલીસને સોંપી દીધા હતા. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાંથી કેસ નોંધ્યા બાદ ગુનાહિત કિરણ પટેલને કસ્ટડીમાં લેવા ગુજરાત પોલીસની એક ટીમ મંગળવારે (4 એપ્રિલ) કાશ્મીર પહોંચી હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે, CJM શ્રીનગરે ગુરુવારે (6 એપ્રિલ) તેને ગુજરાતમાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો હતો, ત્યારબાદ જેલ સત્તાવાળાઓએ કિરણ પટેલની કસ્ટડી ગુજરાત પોલીસ ટીમને સોંપી હતી.  અગાઉ, જમ્મુ અને કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) દિલબાગ સિંહે કહ્યું હતું કે પટેલની કસ્ટડીના મામલે જમ્મુ અને કાશ્મીર પોલીસ ગુજરાત પોલીસને સહકાર આપશે. PMOમાં અધિકારી હોવાનું કહી અનેક લોકો સાથે છેતરપિંડી કરનાર કિરણ પટેલને લઈને ક્રાઈમ બ્રાંચની ટીમ જમ્મુ કાશ્મીરથી અમદાવાદ આવવા રવાના થઈ ગઈ છે. તેની પૂર્વ નેતાના ભાઈનો બંગલો પચાવી પાડવાના કેસમાં ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરાઈ છે.

ગુજરાતમાં નોંધાયા છે ત્રણ કેસ 
ગુજરાત પોલીસે અગાઉ દાવો કર્યો હતો કે જો પટેલને રાજ્યના વિવિધ શહેરોમાં તેની સામે નોંધાયેલી ફરિયાદોને કારણે J&K પોલીસમાંથી મુક્ત કરવામાં આવશે તો તેઓ તેની ધરપકડ કરશે. મળતી માહિતી મુજબ, પટેલ વિરુદ્ધ ગુજરાતમાં પહેલાથી જ ત્રણ કેસ નોંધાયેલા છે. પટેલ પર ગુનાહિત ઈરાદા, પોલીસ સ્ટેશન અને કાશ્મીરના અન્ય ભાગોના અધિકારક્ષેત્ર હેઠળની પ્રવૃત્તિઓમાં સામેલ થવા અને ઉચ્ચ સ્તરીય બનાવટી સાધનોનો ઉપયોગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

આ ઉપરાંત, જમ્મુ અને કાશ્મીર સરકારે 29 માર્ચે કિરણ પટેલની પાછલા મહિનાઓમાં કાશ્મીરની મુલાકાતો અને તેમની મુલાકાત દરમિયાન કરવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થા સાથે સંબંધિત વિવિધ પાસાઓની તપાસનો આદેશ આપ્યો હતો. સરકારના આદેશ મુજબ કાશ્મીરના ડિવિઝનલ કમિશનર વિજય કુમાર બિધુરીને આ મામલાની તપાસ માટે તપાસ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમજ એક સપ્તાહમાં રિપોર્ટ માંગવામાં આવ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news