આખા ભારત સાથે ઠગાઇ કરીને આવેલા મહાઠગને પોલીસે ઝડપી લીધો, આંકડા સાંભળી ચોંકી ઉઠશો
Trending Photos
સુરત : પરિચિત વ્યક્તિઓના નામે વેપારીઓને ફોન કોલ્સ કરી તેઓ સાથે ઠગાઇ કરતા રાજસ્થાનના મહાઠગને ગણતરીના કલાકમાં સુરત શહેર ક્રાઇમબ્રાંચ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે. સુરત પોલીસ કમિશ્નરને સુરત શહેરમાં કોઇ વેપાર ધંધો કરતા વેપારીઓ સાથે કોઇ ઠગાઇ ના થાય તેની તકેદારી રાખવા અંગે સુચના આપી હતી. દરમિયાન ગઇ કાલ તા.૨૪/૦૨/૨૦૨૨ ના રોજ બપોરના સમયે સુરતના જવેલર્સના વેપારી દિપકભાઇ ચોકસીને એક અજાણ્યા ફોન નંબરથી ફોન આવેલ કે, “મે એમ.એલ.એ. પાલી, રાજસ્થાન સે બોલ રહા હું હમ ફેમીલી કે સાથ સુરત આયે હુયે હે, ઓર સુરત સે જયાદા માત્રા મે ગોલ્ડ જવેલરી ખરીદને કા હૈ હમને હમારે તરીકે સે ઓનલાઇન સર્ચ કીયા તો આપકા નામ મીલા હૈ” અને તેમ કહી બીજી વખત ફરી ફોન આવેલ કે, તેમના સંબધીને અમદાવાદ ખાતે દવાખાના કામ અર્થે રૂપીયા પાંચ લાખ જોઇએ છે તો તમે મોકલી આપો અમે સાંજે આવી તમારો હીસાબ સાથે કરી દઇશુ અને તમને કોઇનો પણ રેફરેન્સ જોઇતો હોય તો મને કેજો હુ તેઓ પાસે રેફરેન્સ અપાવીશ.
જો કે દિપકભાઇને લાગ્યું કે, કોઇ તેમની સાથે ઠગાઇ કરવા સારૂ ફોન કરેલો છે. જેથી તેઓએ પોલીસ કમિશ્નરનો સંપર્ક કરી તેમને તેઓ સાથે બનેલ હકિકત જણાવતા પોલીસ કમિશ્નરે ક્રાઇમ બ્રાંન્ચના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપી તાત્કાલીક ગુન્હો ડીટેકટ કરવા જણાવતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે દિપકભાઇનો સંપર્ક કરતા તેઓ સાથે બનેલ હકિકત અનુસંધાને બનેલ હકિકત આધારે ક્રાઇમ બ્રાન્ચએ વર્ક આઉટ હાથ ધરી આરોપીના મોબાઇલ નંબર આધારે ટેકનીકલ સર્વેલન્સ મારફતે ટીમવર્કથી ગણતરીના કલાકમાં સુરત રેલ્વે સ્ટેશન પાસેથી આ કામનો આરોપી સુરેશ ઉર્ફે ભેરીયા S/O ભવરલાલ ઘાંચીને રાજસ્થાનથી ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામા આવી છે.
આમ રાજસ્થાનના લગભગ ૬૦ જેટલા ગુનાઓ આચરેલ એક મહાઠગ સુરત શહેરમાં આવી ઠગાઇનો ગુનો આચરે તે પહેલા જ ફરીયાદીની સતર્કતાથી તથા સુરત શહેર પોલીસની ત્વરિત કાર્યવાહીથી સુરત શહેર પોલીસને આ મહાઠગને પકડી પાડવામાં સફળતા મળી હતી. આરોપી સુરેશ ઉર્ફે ભેરીયા ભવરલાલ ઘાંચી છેલ્લા દસ વર્ષથી પોતે ઠગાઇ કરે છે. પ્રથમ ગુગલ પરથી રાજસ્થાન ના મહાનુભવોનો નંબર મેળવી રાજસ્થાન ના અલગ-અલગ શહેરો માં જઇ ત્યાના વેપારીઓના ફોન નંબરો મેળવી તેઓને ફોન કરતો અને પ્રથમ મહાનુભવના નામથી ફોન કરી તેમના સંબધી આવેલ છે અને તેમને તમારી દુકાન પર ખરીદી કરવા આવશે તો તમે જોઇ લેજો અને પછી પોતે બીજા નંબરથી ફોન કરતો અને વેપારીને જણાવતો કે પોતે મહાનુભવોનો સંબધી છે અને સાંજે દુકાને ખરીદી કરવા આવશે અને બાદ ફરી પોતે વેપારીને ફોન કરી તેના સંબધીને અન્ય બીજા શહેરમાં અરજન્ટ રૂપીયાની જરૂર છે તેમ કહી આંગડીયા મારફતે વેપારી પાસે રૂપીયા ટ્રાન્સફર કરાવી વેપારીઓ સાથે ઠગાઇ કરતો હતો.
મજકુર રાજસ્થાનમાં અલગ-અલગ શહેરોમાં ૬૦ ગુનામાં પકડાયેલ છે. અને છેલ્લા દસ દિવસ પહેલા જયપુર જેલમાંથી છુટેલ અને રાજસ્થાનમાં ઘણા ગુના નોંધાયેલ હોય જેથી તેણે ગુજરાત માં સુરત શહેરના કોડ઼ જવેલર્સના વેપારી સાથે ઠગાઇ કરવાના ઇરાદે જયપુરથી પાલી, પાલીથી બસમાં દિલ્હી અને દિલ્હીથી પ્લેનમાં સુરત આવેલો હતો. આરોપીની સધન પુછપરછ દરમ્યાન તેને પોતાની એમ.ઓ.થી રાજસ્થાનમાં જુદા-જુદા જીલ્લાઓમાં ઠગાઇના ૬૦ ગુન્હાઓમાં પકડાયેલ હોવાની માહીતી આપી છે. આરોપીની વધુ પુછપરછ હાલ ચાલુ છે. રાજસ્થાન ખાતે અલગ-અલગ જીલ્લાઓમાં નોંધાયેલ ગુન્હાઓની વિગત નિચે મુજબ છે.
સુરત શહેર પોલીસ દ્વારા મિડીયા મારફતે જાહેર જનતાને અપીલ કરે છે કે, સુરત શહેરના નાગરીકો તથા સુરતના જવેલર્સ, હીરા, કાપડના વેપારીઓ તેમજ તમામ ધંધાકીય વ્યક્તિઓ જો તમારી સાથે આવા કોઇ અજાણ્યા ઇસમ કે અજાણ્યા નંબર થી ફોન કરી આપની સાથે ઠગાઇ કરવાનો ફોન આવે અથવા સંપર્ક કરવાનો પ્રયત્ન કરે છેતરાવું નહી. સુરત શહેર પોલીસનો તાત્કાલીક સંપર્ક કરવા વિનંતી છે. આવા કોઇ અજાણ્યા ઇસમ દ્વારા ફોન કરી ઠગાઇ કરવાની કોષીશ થવાની શંકા ઉપજે તો વિડીયો કોલ કરીને પણ ફોન કરનાર ઇસમની ખરાઇ કરવી જરૂરી છે. જેથી આવા પ્રકારની મોટી ઠગાઇ થતા રોકી શકાય અને ગુનાહીત પ્રવૃત્તી કરતા ઇસમોને મોકળુ મેદાન મળે નહીં.
(૧) જોધપુર -૧૭
(૧૨) સિરોહી-૦૨
(૨) નાગોર-૦૩
(૧૩) પાલી-૦૨
(૩) કોટા-૦૨
(૪) મારવાડ-૦૧
(૧૪) હનુમાનગઢ ૦૨
(૫) અજમેર-૧૧
(૧૫) શેરગઢ ૦૨
(૧૬) જયપુર-૦૩
(૬) બિકાનેર-૦૧
(૧૭) આબુ પર્વત-૦૧
(૭) સાંચૌર-૦૧
(૧૮) પોખરણ-૦૧
(૮) ગંગાનગર-૦૨
(૧૯) ચિતોડગઢ-૦૩
(૯) બાડમેર-૦૨
(૧૦) રાજસમદ-૦૧
(૨૦) યુરૂ-૦૧
(૧૧) ઇન્દોર-૦૧
(૨૧) બાસવાડા-૦૧
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે