પરબધામના મહંતની ભવિષ્યવાણીનો ચોંકાવનારો વીડિયો વાયરલ, 2023 -24માં અનાજ ભેગું કરી રાખજો...'

વાયઈરલ થઈ રહેલા વીડિયોમાં બાપુ પાસે બેઠેલાં સેવકોને જણાવ્યું હતું કે, બાજરો અને જુવાર વાવી દેજો, કામ આવશે. આ વખતની ભવિષ્યવાણીમાં તેમણે જણાવ્યું છે કે વિશ્વમાં 6 અબજ માણસો ભૂખમરાથી મરી જશે.

પરબધામના મહંતની ભવિષ્યવાણીનો ચોંકાવનારો વીડિયો વાયરલ, 2023 -24માં અનાજ ભેગું કરી રાખજો...'

જૂનાગઢ: સોશિયલ મીડિયામાં ભેંસાણ તાલુકાના પરબધામના મહંત કરશનદાસ બાપુનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. કરશનદાસ બાપૂએ અગાઉ વર્ષ 2020માં કહેર મચાવનારા કોરોના વાયરસને લઈને એક ભવિષ્યવાણી કરી હતી, જે ખરેખર સાચી સાબિત થઈ હતી. હવે કરશનદાસ બાપુએ વર્ષ 2023-24 ની અગમચેતીની એક ભવિષ્યવાણી કરી છે. આ વખતે કરશનદાસ બાપુએ લોકોને અનાજ ભેગુ કરી લેવાની સલાહ આપી છે.

વાયઈરલ થઈ રહેલા વીડિયોમાં બાપુ પાસે બેઠેલાં સેવકોને જણાવ્યું હતું કે, બાજરો અને જુવાર વાવી દેજો, કામ આવશે. આ વખતની ભવિષ્યવાણીમાં તેમણે જણાવ્યું છે કે વિશ્વમાં 6 અબજ માણસો ભૂખમરાથી મરી જશે. તમારી પાસે બાજરો હશે તો તમે પાણી સાથે ખાઈને જીવી જશો. પરબધામના મહંત કરશનદાસ બાપુનો વીડિયો સોશિયલ મીડીયા પર ખુબ વાઈરલ થઇ રહ્યો છે.

— Zee 24 Kalak (@Zee24Kalak) September 18, 2022

ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયામાં ભેંસાણ તાલુકાના પરબધામના મહંત કરશનદાસ બાપુનો એક વીડિયો વાયરલ થયો હતો. કરશનદાસ બાપુ કોઈ કાર્યક્રમમાં પોરબંદરના એક ગામમાં ગયા હતા. તેમણે આગાહી કરી હતી કે હવે માણસ પાસે સમય નથી 2020માં એક એવો વાયરસ આવશે જેનાથી સમગ્ર વિશ્વમાં 1.5 કરોડ લોકોના મોત થશે. આ વીડિયોમાં તેઓએ 2020માં આવનારા કોરોના વાયરસને લઇને ભવિષ્યવાણી કરી હતી. આજે જ્યારે કોરોના વાયરસે વિશ્વમાં હાહાકાર મચાવ્યો ત્યારે ખરેખર એવું લાગી રહ્યું છે કે, પરબધામના મહંતે લોકોને અગાઉના આ વાયરસ બાબતે સંકેતો આપી દીધા હતા.

તમને જણાવી દઈએ કે, વિશ્વમાં કોરોના વાયરસે ખરેખર હાહાકાર મચાવ્યો હતો. કોરોના વાયરસના કારણે લોકોની સુરક્ષાને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર દ્વારા મોલ, મલ્ટીપ્લેક્સ, ફરવાના સ્થળો અને શાળાઓ બે વર્ષ માટે બંધ કરાવવાની ફરજ પડી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news