અનેકોને ઉંઠા ભણાવનાર મહાઠગ કિરણ પટેલ ઘૂંટણિયે પડ્યો, બધો પાવર નીકળી ગયો
Kiran Patel In Crime Branch : મહાઠગ કિરણ પટેલ હવે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં,,, બાયડ, ભિલોડા અને અમદાવાદ સહિત કિરણ પટેલ વિરુદ્ધ કુલ 5 ગુના નોંધાયા,,, 15 કરોડનો બંગલો પચાવી પાડવાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચ માગશે 14 દિવસના રિમાન્ડ
Trending Photos
Ahmedabad News : અનેકોને ઉંઠા ભણાવનાર મહાઠગ કિરણ પટેલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં આવ્યો છે. કાશ્મીરની ખુલ્લી હવામાં ઊડતો મહાઠગ કિરણ પટેલને અમદાવાદ લાવવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચના હાથમાં આવતાં ઘૂંટણીએ પડ્યો હતો. ત્યારે હવે મહાઠગ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સવાલોનો સામનો કરશે. મહાઠગ કિરણ પટેલ વિરુદ્ધ 5 ગુના નોંધાયા છે. જેમાં બાયડ, ભિલોડા, અમદાવાદ, કાશ્મીરમાં ગુનો નોંધાયા છે તેવું ડીસીપી ચૈતન્ય માંડલિકે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું. તેઓએ કહ્યું કે, બંગલો પચાવી પાડવા મામલે રિમાન્ડ માગવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, હાલ ક્રાઈમ બ્રાન્ચ મહાઠગ કિરણ પટેલની પૂછપરછ કરી રહી છે. ક્રાઈમ બ્રાન્ચ તમામ પાસાની તપાસ કરી રહી છે. સિંધુભવન રોડ પર આવેલો 15 કરોડનો બંગલો પચાવી પાડનાર કિરણ પટેલ અને તેની પત્ની માલિનીએ નકલી ડોક્યુમેન્ટ્સ ઊભા કર્યા હતા, જેમાં ક્રાઇમ બ્રાન્ચે અગાઉ માલિનીની ધરપકડ કરી હતી.કિરણ પટેલને જમ્મુ કાશ્મીર પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટના આધારે અમદાવાદ લવાયો હતો.
ડીસીપી ચૈતન્ય માંડલિકે કહ્યું કે, કિરણ પટેલ સામે છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ છે. આ કેસમાં અગાઉ માલિની પટેલની ધરપકડ કરાઈ છે. કિરણ પટેલ અત્યાર સુધી જમ્મુ કાશ્મીરની જેલમાં હતો, કોર્ટના હુકમના આધારે કબજો લઈને વાયા રોડ અહી લાવવામા આવ્યો છે. રાતે 3 વાગ્યે તેને એરેસ્ટ કરાયો છે. તેના બાદ રિમાન્ડની પ્રોસિજર હાથ ધરાઈ છે. તેની સામે કુલ 5 ગુના નોંધાયા છે. જેમાં બંગલો પચાવી પાડવાના કિસ્સામાં રિમાન્ડ મેળવાશે. તેની સામે અલગ અલગ 5 કેસ થયા છે. બાયડ, નરોડા, જમ્મુ, કાશ્મીર, અમદાવાદમાં કેસ નોંધાયા છે. તે મોટો અધિકારી હોવાનું લોકોને જણાવતો હતો અને રાજકીય વગની ઓળખ આપી દેખાવ ઉભો કરી છેતરપીંડી કરતો હતો. જે પણ અરજી છે પ્રાથમિક દ્રષ્ટિએ તપાસ કરી તથ્ય દેખાશે તો અલગ અલગ ગુનો પણ દાખલ કરાશે. 360 ડિગ્રી ઈન્વેસ્ટીગેશન ચાલે છે. બધી તપાસ કરાશે. બંગલો પચાવી પાડવાના, આધાર પુરાવા ભેગા કરીને તપાસ કરાશે. બીજી તરફ, માલિની પટેલના પૂછપરછમાં જે નીકળ્યુ તે કિરણ પટેલ સાથે વેરીફાઈ કરાશે, તેના બાદ ઘટસ્ફોટ થશે.
મહાઠગ કિરણ પટેલની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જમ્મુ કાશ્મીર પોલીસ પાસેથી વિધિવત ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ મોડી રાતે કિરણ પટેલને લઈને અમદાવાદ પહોંચી હતી. મોડી રાતે મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. આજે કિરણ પટેલને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગવામાં આવશે. pmo ના અધિકારી તરીકેની ઓળખ આપી તે વિવિધ પ્રકારની છેતરપિંડી કરી ચૂક્યો છે. નાણાંકીય છેતરપિંડીથી લઈ સંવેદનશીલ જમ્મુ કાશ્મીરમાં ખોટી ઓળખ આપી ઝેડ પ્લસ સુરક્ષા મેળવી કરી હતી કેટલીય વાર અતિ સંવેદનશીલ સ્થળોની મુલાકાત લઈ ચૂક્યો છે. અમદાવાદના સીંધુભવન અને ઘોડાસર સ્થિત બંગલા પચાવી પાડવા મામલે ક્રાઇમ બ્રાન્ચે નોંધ્યો છે. તો કિરણ અને તેની પત્ની માલિની સામે ગુનો નોંધાયો છે. હાલ માલિની પટેલ જેલ હવાલે છે.
અમદાવાદ મહાઠગ કિરણ પટેલને મેટ્રો કોર્ટમાં રજૂ કરાશે. 3 વાગે કિરણ પટેલને મેટ્રો કોર્ટ ક્રાઇમ બ્રાન્ચ લાવવામાં આવશે. કિરણ પટેલના ક્રાઇમ બ્રાન્ચ 14 દિવસના રિમાન્ડ માંગશે. હાલ કિરણ પટેલ ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં છે. મેડિકલ રીપોર્ટ બાદ મેટ્રો કોર્ટ કિરણ પટેલને લાવશે. રિમાન્ડ સમયે અનેક ખુલાસા થાય તેવી શકયતા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે