હવે ગણાઈ રહી છે વિદાયની અંતિમ ઘડીઓ! ગુજરાતમાં મેઘરાજા સૌથી પહેલા કયા વિસ્તારમાંથી કહેશે બાય બાય?
Gujarat Rain Update: ચોમાસાના વિદાયની પ્રક્રિયા હવે શરૂ થશે, જોકે ચોમાસું વિદાય લેવા છતાં પણ છૂટોછવાયો વરસાદ રાજ્યમાં વરસી શકે છે, કેમ કે અરબી સમુદ્રમાં તા.28 સપ્ટેમ્બરે સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે રાજ્યમાં વરસાદી માહોલ રહી શકે છે.
Trending Photos
Gujarat Rain Update: ગુજરાતમાં ચોમાસું વિદાય તરફ જઈ રહ્યું છે. પરંતુ આ સાથે જ 28 સપ્ટેમ્બરના રોજ અરબી સમુદ્રમાં મજબૂત સિસ્ટમ સર્જાય તેવી શક્યતા છે. જેને કારણે અમદાવાદ સહિત સૌરાષ્ટ્રમાં થંડરસ્ટોર્મની શક્યતા વધારે છે. હાલ વાતાવરણમાં વધુ ભેજના કારણે વરસાદ પડી રહ્યો છે. રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદનાં હળવાં ઝાપટાં પડી રહ્યાં છે. હજુ ચાર દિવસ વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે, જોકે ગુજરાત માટે સારા સમાચાર એ છે કે હવે રાજ્યમાંથી વરસાદનું જોર ઘટતું જશે. દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનથી વરસાદના વિદાયની શરૂઆત થઈ ચૂકી હોઈ રાજ્યમાં વરસાદ ઓછો થવાની શક્યતા છે.
રાજસ્થાનમાંથી 25 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ પશ્ચિમ તરફથી ચોમાસાની વિદાયની શરૂઆત થઇ ગઇ છે. એટલે ચોમાસું રિટર્ન તરફ છે. આ તો દેશની વાત થઇ તો ગુજરાતના કચ્છ અને બનાસકાંઠાના ભાગોમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થાય છે. ગુજરાતમાંથી 27 કે 28 તારીખે કચ્છ કે સાબરકાંઠાના અમુક ભાગોમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થઇ શકે છે.
હવામાન વિભાગની આગાહી એવી છે કે, ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા નહિવત્ છે. કોઈ સિસ્ટમ એક્ટિવ ન હોવાથી ભારે વરસાદની શક્યતા નથી. આ કરારણે ગુજરાતમાં ભેજવાળુ વાતાવરણ અને ગરમીનો અહેસાસ થશે. વીજળીના કડાકા કોઈ કોઈ જગ્યાએ વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે. કચ્છમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે સૂકું વાતાવરણ રહેશે. તો આગામી 5 દિવસમાં બાદ ગુજરાત રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. હાલ ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે. આ પાંચ દિવસોમાં અમદાવાદમાં સામાન્ય 34 થી 36 તાપમાન રહેશે. અમદાવાદમાં ભારે વરસાદની શકયતા નહિવત્ છે. માત્ર અમદાવાદમાં છુટા છવાયો વરસાદ થઈ શકે છે.
ચોમાસાની વિદાયની શરૂઆત તો થશે પરંતુ ઘણી જ ધીમી ગતિએ ચોમાસું વિદાય લેશે. સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસું દક્ષિણ ગુજરાતથી આવે છે અને ત્યાંથી જ ચોમાસું વિદાય પણ લેશે. ગુજરાતમાં 27-28 સપ્ટેમ્બરથી લઇને 9 ઓક્ટોબર સુધી ચોમાસાની વિદાય જોવા મળશે. ગુજરાતમાં સૌથી પહેલા કચ્છ અને બનાસકાંઠાના અમુક વિસ્તારોમાંથી ચોમાસું વિદાય લેશે, જે બાદ ઉત્તર ગુજરાતનાં ભાગો પછી મધ્ય ગુજરાતમાંથી જે બાદ મોરબી, સુરેન્દ્રનગર એમ થતાં થતાં સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતનાં ભાગોના તમામ ભાગોમાંથી ચોમાસું વિદાય લેશે.
ચોમાસાની વિદાય 9 ઓક્ટોબર સુધીમાં ચોમાસું વિદાય લેશે. 9 ઓક્ટોબર સુધીમાં જે વરસાદ પડશે તેને 2023ના નૈઋત્યના ચોમાસાના વરસાદ કહેવાશે. 9 પછીના વરસાદને માવઠાના વરસાદ તરીકે ગણવામાં આવશે. ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગો એવા હશે કે જ્યાં ચોમાસું જતા જતા વરસાદ આપી શકે છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, દેશભરમાં મોન્સુન વિડ્રોઅલ સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. આગામી ચાર દિવસ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. આ સાથે જ અમદાવાદ, ગાંધીનગર સહિત સૌરાષ્ટ્રભરમાં થંડરસ્ટોર્મ પણ થઈ શકે છે. જેને કારણે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. અમદાવાદમાં ક્યાંક છુટોછવાયો વરસાદ આવશે.
ભેજના કારણે હાલ ગુજરાતમાં વરસાદી માહોલ રચાયો છે. હાલ ગુજરાતને ભારે વરાસદ આપી શકે તેવી કોઈ સિસ્ટમ એક્ટિવ નથી. પરંતુ જે વરસાદ છે તે વાતાવરણમાં ભેજને કારણે આવી રહ્યો છે. આગામી દિવસો દરમિયાન આખા ગુજરાતમાં વરસાદી માહોલ બન્યો છે. હાલ આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થવાની કોઈ શક્યતા જ નથી. બનાસકાંઠા, સાબરકાંઠામાં મધ્યમ વરસાદ આવી શકે છે. અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી છે.
અરબ સાગરમાં 28 તારીખથી એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે. જેને કારણે 26 થી 29 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. 27 મીએ આજે નર્મદા, તાપી, જિલ્લામાં બે દિવસ વરસાદની આગાહી છે. તો 28 મી સપ્ટેમ્બરે ડાંગ અને વલસાડમાં વરસાદની આગાહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે