Alang Yard ખાતે 10 માળનું લકઝરિયસ ક્રૂઝ જહાજ અંતિમ સફરે
આ જહાજ (Ship) ની ઉજવણી પ્રસંગે અનેક નવી આધૂનિક સુવિધાઓ વધારવામાં આવી હતી. આ જહાજ 177 મીટર લાંબુ, 25 મીટર પહોળું છે, આ ક્રૂઝ (Cruise) શિપની ક્ષમતા 900 મુસાફરોની છે, તથા 300 જેટલા ક્રૂ મેમ્બરો રહી શકે છે. જેમાં 420 કેબિનો આવેલી છે.
Trending Photos
નવનીત દલવાડી, ભાવનગર: કોરોના (Coronavirus) ની વૈશ્વિક મહામારીના કારણે અલંગ રિસાયક્લિંગ યાર્ડ સૌથી વધુ પ્રભાવિત થયુ છે, વૈભવી સવલતો ધરાવતા ક્રુઝ (Cruise) જહાજ પર્યટન સ્થળો Tourist destinations) એ મુસાફરો માટે ઉપયોગમાં લેવામાં આવતા હોય છે, જેની સમાયવધી પૂર્ણ થતાં તેને ભંગાણ માટે મોકલવામાં આવતા હોય છે, આવુ જ એક જહાજ (Ship) અલંગ (Alang) ખાતે ભંગાણ અર્થે આવ્યું છે, 2020-21 દરમ્યાન નવમું ક્રુઝ જહાજ (Ship) અલંગની સફરે આવી પહોંચ્યુ છે.
અલંગ શિપબ્રેકિંગ યાર્ડ (Alang Shipbreaking Yard) ખાતેના પ્લોટ નં-120 માં આ ટ્રોસ નામનું 10 માળનું લકઝરીયસ ક્રૂઝ જહાજ ભંગાવા માટે આવી પહોંચ્યું હતુ. ફિનલેન્ડ ખાતે આ જહાજ 1973માં બનાવવામાં આવ્યુ હતુ, અને સમયાંતરે તેમાં ફેરફાર પણ કરવામાં આવ્યા હતા.
આ જહાજ (Ship) ની ઉજવણી પ્રસંગે અનેક નવી આધૂનિક સુવિધાઓ વધારવામાં આવી હતી. આ જહાજ 177 મીટર લાંબુ, 25 મીટર પહોળું છે, આ ક્રૂઝ (Cruise) શિપની ક્ષમતા 900 મુસાફરોની છે, તથા 300 જેટલા ક્રૂ મેમ્બરો રહી શકે છે. જેમાં 420 કેબિનો આવેલી છે.
અગાઉ આ જહાજ (Ship) નું નામ અલ્બાટ્રોસ હતુ. 2020 ના વર્ષમાં તેને મધ્ય પૂર્વમાં તરતી હોટલ બનાવવા માટે ખરીદવામાં આવ્યુ હતુ, અને બાદ તે લાંબા સમય સુધી હરઘડા ખાતે પડ્યુ રહ્યું હતુ, અને અંતે તેને સ્ક્રેપમાં વેચી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
આ જહાજ (Ship) માં અનેક આધુનિક સુવિધાઓ મોજૂદ છે, સ્વીમિંગ પૂલ, સિનેમા, સ્પા, સલૂન, કેસિનો, બૂટિક, 2 ડાઇનિંગ રૂમ, 6 લાઉન્જ બાર, જીમ સહિતની અનેક સગવડો રહેલી છે. અલંગમાં વર્ષ 20-21 દરમ્યાન કોલમ્બસ, મેગેલાન, કર્ણિકા, ગ્રાન્ડ સેલિબ્રેશન, સાલમી, મેટ્રોપોલીસ, માર્કોપોલો, લીઝર, જેવા અનેક જહાજ અંતિમ સફરે આવી ચૂક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે