Ludo ગેમના નશાએ લીધું ભયાનક સ્વરૂપ, પાટણની એક ઘટનામાં તલવારો ઉછળી

પાટણ શહેરના જૂના કાળકા મંદિર વિસ્તારમાં રહેતા મુકેશ ઠાકોર થોડા દિવસ અગાઉ તેજ વિસ્તારમાં રહેતા ભોપા ઠાકોર સાથે ઓનલાઇન લુડો ગેમ રમી રહ્યા હતા

Ludo ગેમના નશાએ લીધું ભયાનક સ્વરૂપ, પાટણની એક ઘટનામાં તલવારો ઉછળી

પ્રેમલ ત્રિવેદી, પાટણ: આજ કાલ નાના ભૂલકાઓથી લઇ યુવા તેમજ વય વૃદ્ધ  લોકો ઓનલાઈન ગેમ્સના રવાડે ચઢી જતા આત્મહત્યા અને હુમલાના કિસ્સાઓમાં નોંધ પાત્ર વધારો થયો છે. જેને લઇ માતા પિતા સાથે પરિવારમાં ચિંતાનો વધારો થયો છે. ત્યારે આવો જ એક કિસ્સો પાટણમાં બન્યો છે. જેમાં ઓનલાઇન લુડો ગેમ રમવા મામલે યુવાનો બાખડતા તલવારથી હુમલો કરવામાં આવતા એક વ્યક્તિને ઈજાઓ પહોંચતા પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી છે.

પાટણ શહેરના જૂના કાળકા મંદિર વિસ્તારમાં રહેતા મુકેશ ઠાકોર થોડા દિવસ અગાઉ તેજ વિસ્તારમાં રહેતા ભોપા ઠાકોર સાથે ઓનલાઇન લુડો ગેમ રમી રહ્યા હતા. જે બાબત ભોપા ઠાકોરના દીકરા સંજય ઠાકોરના ધ્યાને આવતા તેણે મુકેશ ઠાકોરને કહ્યું કે મારા પિતા સાથે લુડો ગેમ રમવી નહિ તેમ કહી અપશબ્દો બોલવા લાગ્યો હતો. 

આ બાબતે મુકેશ ઠાકોરે કહ્યું કે તમારા પિતા ભોપા ઠાકોર મને લુડો ગેમ રમવા બોલાવે છે. તેમ કહેતા સંજય ઉશકેરાઈ ગયો અને ઘરમાંથી તલવાર લઇ આવી ફરિયાદી મુકેશના માથાના ભાગે મારવા જતા તેમણે આડો હાથ કરતા તલવાર હાથની આગળીઓમાં વાગતા લોહી લુવાણ થઇ ગયા હતા અને મુકેશ ઠાકોરે બુમા બુમ કરતા લોકો ભેગા થઇ ગયા હતા.

ત્યારે આરોપી સંજયે કહ્યું કે, મારા પિતા સાથે લુડો ગેમ હજુ રમીશ તો તને તલવારથી કાપી નાખીશ તેવી ધમકી આપી ત્યાંથી ફરાર થઇ ગયો હતો. ત્યારે આસપાસના લોકોએ ઇજાગ્રસ્ત મુકેશને હોસ્પિટલમાં સારવાર અપાયા બાદ તેમણે પાટણ શહેર એ ડીવીઝન પોલીસ મથકે આરોપી સંજય વિરિદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. જે બાદ પોલીસે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news