‘સમાજ અમને એક નહિ થવા દે...’ એ બીકે એક ફળિયામાં રહેતા પ્રેમીઓએ કૂવામાં છલાંગ લગાવી
પંચમહાલના શહેરા તાલુકાના ગાંગડીયા ગામમાં પ્રેમી પંખીડાએ કૂવામાં મોતની છલાંગ લગાવી છે. ગેંગડીયા ગામના નવાપૂરા પટેલ ફળીયાની પ્રેમીપંખીડાએ મોતનું પગલુ અપનાવ્યું છે. એક જ ફળીયામાં રહેતા પ્રેમી પંખીડાને સમાજ એક નહિ થવા દે એ બીકે જીવન ટૂંકાવ્યું છે. 3 દિવસ પહેલા ગામમાંથી વિપુલ અને સેજલ નામના પ્રેમી પંખીડા ફરાર થયા હતા. વિપુલ અને સેજલે ઘરથી આશરે ૮૦૦ મીટરના અંતરે આવેલ કુવામાં ઝંપલાવ્યું હતું. પ્રેમ પ્રકરણને લઈ ગત રાત્રે જ ગામઠી પંચાણુ થયુ હતું. ત્યારે આજે શહેરા પોલીસે ઘટના સ્થળે પહોંચી કૂવામાંથી મૃતદેહો બહાર કાઢ્યા હતા. મૃતદેહોને શહેરા રેફરલ ખાતે પીએમ માટે મોકલવામાં આવ્યા છે.
Trending Photos
જયેન્દ્ર ભોઈ/પંચમહાલ :પંચમહાલના શહેરા તાલુકાના ગાંગડીયા ગામમાં પ્રેમી પંખીડાએ કૂવામાં મોતની છલાંગ લગાવી છે. ગેંગડીયા ગામના નવાપૂરા પટેલ ફળીયાની પ્રેમીપંખીડાએ મોતનું પગલુ અપનાવ્યું છે. એક જ ફળીયામાં રહેતા પ્રેમી પંખીડાને સમાજ એક નહિ થવા દે એ બીકે જીવન ટૂંકાવ્યું છે. 3 દિવસ પહેલા ગામમાંથી વિપુલ અને સેજલ નામના પ્રેમી પંખીડા ફરાર થયા હતા. વિપુલ અને સેજલે ઘરથી આશરે ૮૦૦ મીટરના અંતરે આવેલ કુવામાં ઝંપલાવ્યું હતું. પ્રેમ પ્રકરણને લઈ ગત રાત્રે જ ગામઠી પંચાણુ થયુ હતું. ત્યારે આજે શહેરા પોલીસે ઘટના સ્થળે પહોંચી કૂવામાંથી મૃતદેહો બહાર કાઢ્યા હતા. મૃતદેહોને શહેરા રેફરલ ખાતે પીએમ માટે મોકલવામાં આવ્યા છે.
અમદાવાદમાં રથયાત્રાના યોજવા અંગે હાઇકોર્ટના નિર્દેશ બાદ જ ગુજરાત સરકાર લેશે નિર્ણય
પ્રાપ્ત માહિતી અનુસાર, તેજલ નામની છોકરી 18 તારીખે સવારે કોઈને જાણ કર્યા વગર ઘરમાંથી નીકળી ગઈ હતી. ત્યારે તેની શોધખોળ કરતા જાણવા મળ્યું હતું કે ફળિયામાં રહેતો વિપુલ પટેલ નામનો યુવક પણ ગાયબ છે. તેથી બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું ધાર્યું હતું. આવામાં ગામ લોકો એકઠા થઈને પંચ કર્યું હતું અને બંનેની શોધખોળ શરૂ કરી હતી. ત્યારે ગામના કૂવામાં બંનેની લાશ મળી તેવું જાણતા ગામ લોકો દોડતા થયા હતા. કૂવામાં બંનેની તરતી લાશ મળી આવી હતી. ત્યારે ગામના યુવકો દ્વારા બંનેની લાશ કૂવામાંથી બહાર કાઢવામાં આવી હતી.
ગુજરાત ATS નું મોટું ઓપરેશન સફળ, હેરાફેરી કરતા 9 આરોપીને 54 હથિયારો સાથે પકડ્યા
યુવક યુવતીની કોહવાઈ ગયેલી હાલતમાં લાશ કૂવામાં બહાર કાઢવામાં આવી હતી, ત્યારે નજરે જોનારા તમામ લોકોમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. ત્યારે બંનેના મોતનું કારણ પણ સામે આવ્યું હતું કે, તેજલ અને વિપુલ એક જ ફળિયામાં રહેતા હોઈ બંનેના લગ્ન શક્ય ન હોઈ તેવુ તેઓએ ધારી લીધું હતું તેથી મોતનો રસ્તો અપનાવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે