લવ જેહાદની લીલાનો પર્દાફાશ: ગુજરાતના આ 9 જિલ્લા ટાર્ગેટ, 3 મહિનામાં 16 દીકરીઓ ફસાઈ

Gujarat Love Jihad: હિન્દુસમાજની યુવતીની છેડતી,શારીરિક શોષણ,ભગાડી જવાના બનાવોનો સમાવેશ થાય છે.આ લવજેહાદના કિસ્સાઓનુ વધતુ જતુ પ્રમાણ ચિંતાજનક છે. પોલીસ ચોપડે નોધાયા વિનાવા સમજાવીને યુવતીઓને પાછી લાવવાના અસંખ્ય કેસો બહાર આવી રહ્યાં છે.

લવ જેહાદની લીલાનો પર્દાફાશ: ગુજરાતના આ 9 જિલ્લા ટાર્ગેટ, 3 મહિનામાં 16 દીકરીઓ ફસાઈ

Gujarat Love Jihad: આપણા દેશમાં લવ જેહાદના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં હિન્દુ સમાજની યુવતીની છેડતી, શારીરિક શોષણ, ભગાડી જવાના બનાવો વધતા જાય છે. આ લવજેહાદના કિસ્સાઓનું વધતુ જતું પ્રમાણ ચિંતાજનક છે. લઘુમતીઓ હિન્દુ દીકરીઓને દુશ્મન બનીને તેમને ફસાવી અને લગ્નની લાલચ આપીને ધર્માંતરણ કરવામાં આવી રહ્યા છે તે જોતા ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં લવ જેહાદનો કાયદો બનાવવામાં આવ્યો હતો. અને આ તર્જ ઉપર ગુજરાતમાં વધતાં જતાં લવ જેહાદના કેસને લઈ ગુજરાત સરકાર એક્શનમાં આવી છે. હાલ ગુજરાતની હિન્દુ દિકરીઓ વિધર્મીઓના નિશાને હોય તેવું એક ચિત્ર સામે આવ્યું છે. છેલ્લા 3 મહિનામાં એક બે નહીં પરતું 16-16 ઘટના લવ જેહાદની બની હતી. એમાં હિન્દુ યુવતીઓને વિધર્મી યુવક ભગાડી જતા હિન્દુ સમાજ સહિત વિવિધ સંગઠનો રોષે ભરાયા છે.

ગુજરાતના 9 જિલ્લામાં વિધર્મીઓને જાણે ખુલ્લો દોર મળી ગયો હોય તેમ હિન્દુ દિકરીઓને સોફ્ટ ટાર્ગેટ બનાવી રહ્યા છે. છેલ્લા 3 મહિનામાં વિધર્મીઓએ હિંદુ દીકરીઓને નિશાન બનાવી હોય તેવા 16 કેસ નોંધાયા છે. વિધર્મીઓ સૌથી વધુ ગુજરાતના 9 જિલ્લાની યુવતીઓને ટાર્ગેટ બનાવતા હોય તેવી એક આંકડાકીય માહિતીમાં સાબિત થયું છે. ગુજરાતના જે 9 જિલ્લાની વાત કરીએ તો લવ જેહાદીઓના ટાર્ગેટ પર સુરત, ખેડા, અમદાવાદ અને રાજકોટ સૌથી આગળ છે. આ 9 જિલ્લામાં લવ જેહાદીઓ સૌથી વધુ સક્રિય હોય તેવું લાગી રહ્યું છે. સૌથી વધુ 9 જિલ્લાની હિંદુ સગીરાઓ, યુવતીઓ અને પરિણીતાઓ વિધર્મીઓની જાળમાં ફસાઈ છે.

પાટીદાર સમાજ આકરા પાણીએ 
લવ જેહાદની વધતી પ્રવૃતિ અંગે પાટીદાર સમાજ પણ આકરા પાણી છે. મોટાભાગના પાટીદારોમાં દીકરીઓને શહેરમાં એકલા રહેવા માટે મોકલે છે. અને શહેરમાં એકલી રહેતી દીકરીઓ લેવ જેહાદીઓનું મેન ટાર્ગેટ હોય એમ પાટોદાર સમાજ માને છે. જેના કારણે પાટીદાર સમાજે દીકરીઓની લગ્ન નોંધણી વખતે માતા-પિતાની સહી ફરજીયાત કરવાનો કાયદો બનાવવા સરકારમાં રજૂઆત કરવાનું નક્કી કરવામાં આવ્યુ છે. જે દીકરીઓ PGમાં રહેતી હોય અથવા અપડાઉન કરતી હોય તેવી દીકરીઓમાં આ પ્રશ્ન વધુ રહે છે. કોલેજમાં જતી દીકરીઓ પરિપક્વતા ધરાવતી નથી. આથી લેભાગુ તત્ત્વો ગેરલાભ ઉઠાવે છે.

લવ જેહાદ કાયદો શું છે? 
ઉત્તર પ્રદેશ સરકારે લવ જેહાદને લઈને સૌથી પહેલા કાયદો ‘અનલોફુલ કન્વર્ઝન બિલ 2020’ બનાવ્યો હતો. આ કાયદા હેઠળ, બિન-જામીનપાત્ર કલમો હેઠળ કેસ નોંધવાની અને લગ્ન પછી અથવા તે પહેલાં કોઈનું બળજબરીથી ધર્મ પરિવર્તન કરવા બદલ 10 વર્ષની સખત સજાની જોગવાઈ છે. જો કે, ભારતના ઘણા રાજ્યોમાં બળજબરીથી ધર્માંતરણને લઈને કડક કાયદા છે. છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, ગુજરાત, અરુણાચલ પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં બળજબરીથી ધર્માંતરણને લઈને દેશમાં કાયદા છે.

લવ જેહાદ શું છે?
લવ જેહાદ મૂળભૂત રીતે લવ અને જેહાદ શબ્દોથી બનેલું છે. લવ એ અંગ્રેજી શબ્દ છે જેનો અર્થ થાય છે પ્રેમ અને જેહાદ એક અરબી શબ્દ છે જેનો અર્થ થાય છે કોઈ પણ હેતુને પૂર્ણ કરવા માટે પોતાની તમામ શક્તિ લગાવવી. એટલે કે, જો તમે લવ જેહાદનો અર્થ સરળ ભાષામાં સમજો છો, તો તે છોકરીને તેના ખાસ હેતુને પૂર્ણ કરવા માટે તેના પ્રેમની જાળમાં ફસાવી અને તેનું ધર્માંતરણ કરાવવું છે. આને લવ જેહાદ કહેવાય છે.

લવ જેહાદનું કારણ
લવ જેહાદમાં માનનારાઓના મતે મુસ્લિમ યુવકો જાણીજોઈને હિંદુ યુવતીઓને પોતાની લવ જાળમાં ફસાવે છે અને બળજબરીથી તેમનું ધર્મપરિવર્તન કરાવે છે. આ પાછળ તેમનો હેતુ તેમના ધર્મનો વિસ્તાર કરવાનો છે. જો કે મુસ્લિમ સમાજ સાથે જોડાયેલા લોકો આ વાતને નકારે છે અને તેને ખોટું ગણાવે છે.

ગુજરાતના જિલ્લા પ્રમાણે લવ જેહાદના કેસ
3 માસમાં 16 જેહાદી ઝડપાયા  
 

ક્રમ        જિલ્લો                કેસ
1        સુરત                      5
2        ખેડા                      2
3        અમદાવાદ             2
4        રાજકોટ                 2
5        ગીર સોમનાથ         1
6        દ્વારકા                   1
7        આણંદ                  1
8        વડોદરા                 1
9        અરવલ્લી               1

ગુજરાતમાં ઝોન પ્રમાણે લવ જેહાદના કેસ
છેલ્લા 3 માસના ચોંકાવનારા આંકડા

દક્ષિણ ગુજરાતના    કુલ
જિલ્લા                   કેસ
સુરત                       5

ગુજરાતમાં ઝોન પ્રમાણે લવ જેહાદના કેસ
છેલ્લા 3 માસના ચોંકાવનારા આંકડા

મધ્ય ગુજરાતના    કુલ
જિલ્લા                કેસ

અમદાવાદ           2
ખેડા                   2
આણંદ               1
વડોદરા              1
કુલ                    6

ગુજરાતમાં ઝોન પ્રમાણે લવ જેહાદના કેસ
છેલ્લા 3 માસના ચોંકાવનારા આંકડા

સૌરાષ્ટ્રના            કુલ
જિલ્લા                કેસ
રાજકોટ                2
ગીર સોમનાથ        1
દ્વારકા                  1
કુલ                      4

ગુજરાતમાં ઝોન પ્રમાણે લવ જેહાદના કેસ
છેલ્લા 3 માસના ચોંકાવનારા આંકડા

ઉત્તર ગુજરાતના        કુલ
જિલ્લા                     કેસ
અરવલ્લી                  1 

જાણો લવ જેહાદીઓની 16 લીલાનો પર્દાફાશ    

  1. તારીખ 18-8-2023-  સુરતના ભટારમાં વિધર્મી સોયેબે ધો. 10ની વિદ્યાર્થિનીને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું.
  2. તારીખ 15-8-2023- વિધર્મી તોસિફ પઠાણના બ્લેકમેલથી મહેમદાવાદની પરિણીતાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો
  3. તારીખ 12-8-2023- સિરાજે હિંદુ નામ રાખીને કરજણની યુવતીને સોશિયલ મીડિયા પર ફસાવીને દુષ્કર્મ આચર્યું
  4. તારીખ 4-8-2023- અમદાવાદના ઈસનપુરમાં વિધર્મીએ હિંદુ સગીરા પર દુષ્કર્મ આચર્યું
  5. તારીખ 17-7-2023- ગીર સોમનાથ-સૂત્રાપાડાના પ્રાચીમાં આબીદ મુસાએ હિંદુ શિક્ષિકાને બ્લેકમેલ કરીને લગ્ન કરવા દબાણ કર્યું
  6. તારીખ 11-7-2023- રાજકોટના મહેબુબ બુખારીએ 17 વર્ષીય હિંદુ યુવતીને ફસાવીને દુષ્કર્મ આચર્યું
  7. તારીખ 10-7-2023- સુરતના ઓજેર આલમે અર્જુનસિંહ બનીને લગ્નની લાલચે હિંદુ યુવતી પર દુષ્કર્મ આચર્યું
  8. તારીખ 27-6-2023- સુરતમાં વિધર્મીએ 13 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું
  9. તારીખ 26-6-2023- અમદાવાદના ઈકબાલે અરવલ્લીની બ્રાહ્મણ યુવતી સાથે લગ્ન કરીને બરબાદ કરી
  10. તારીખ 26-6-2023- અરવલ્લીમાં મંથન બનીને સોહેલે બ્રાહ્મણ યુવતી સાથે લગ્ન કરી લીધાં. 
  11. તારીખ 18-6-2023- સુરતના લિંબાયતમાં વિધર્મી વાજીદે નામ બદલીને હિંદુ યુવતી સાથે લગ્ન કરીને 6 વર્ષ શોષણ કર્યું
  12. તારીખ 8-6-2023- દ્વારકાના મીઠાપુરમાં વિધર્મીએ હિંદુ સગીરાને બનાવી હવસનો શિકાર
  13. તારીખ 7-6-2023- રાજકોટના જેતપુરમાં હિંદુ સગીરા પર અમરેલીના વિધર્મીએ દુષ્કર્મ આચર્યું
  14. તારીખ 1-6-2023- સુરતના લાલગેટ વિસ્તારમાં વિધર્મીએ હિંદુ યુવતીની છેડતી કરીને બળજબરીથી નિકાહ માટે દબાણ કર્યું
  15. તારીખ 21-5-2023- વિધર્મી અબ્દુલના બ્લેકમેલથી ડાકોરમાં હિંદુ પોલીસ પુત્રીએ આપઘાત કર્યો
  16. તારીખ 26-5-2023- આણંદમાં સાહિલ વોરાએ હિંદુ પરિણીતા પર દુષ્કર્મ આચર્યું
     

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news