વલસાડ : કચ્છ એક્સપ્રેસમાં જઈ રહેલ આંગડિયા પેઢીનો કર્મચારીઓ લૂંટાયો, 5 લૂંટારુઓ તૂટી પડ્યા

કચ્છ એક્સપ્રેસ (Kutch Express) ટ્રેનમાં વલસાડથી સુરત તરફ જઈ રહેલા આંગડિયા પેઢીના કર્મચારીઓ ટ્રેનમાં જ લૂંટાયા ( Loot) હતા. લૂંટારુઓ તેમની પર ત્રાટક્યા હતા, અને તેમની પાસેની મત્તા લૂંટી લીધી હતી. વલસાડની અમ્રતકાંતિલાલ આંગડિયા પેઢીના કર્મચારી વલસાડથી ટ્રેનમાં બેસ્યા હતા. જ્યાં તેમની પર હુમલો થયો હતો. લૂંટારું ઓને પકડવા વલસાડ પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે.
વલસાડ : કચ્છ એક્સપ્રેસમાં જઈ રહેલ આંગડિયા પેઢીનો કર્મચારીઓ લૂંટાયો, 5 લૂંટારુઓ તૂટી પડ્યા

સ્નેહલ પટેલ/વલસાડ :કચ્છ એક્સપ્રેસ (Kutch Express) ટ્રેનમાં વલસાડથી સુરત તરફ જઈ રહેલા આંગડિયા પેઢીના કર્મચારીઓ ટ્રેનમાં જ લૂંટાયા ( Loot) હતા. લૂંટારુઓ તેમની પર ત્રાટક્યા હતા, અને તેમની પાસેની મત્તા લૂંટી લીધી હતી. વલસાડની અમ્રતકાંતિલાલ આંગડિયા પેઢીના કર્મચારી વલસાડથી ટ્રેનમાં બેસ્યા હતા. જ્યાં તેમની પર હુમલો થયો હતો. લૂંટારું ઓને પકડવા વલસાડ પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે.

Photos : નિત્યાનંદના ઢોંગી સાધુઓની નકલી જટાનો ‘રાઝ’ ખૂલ્યો, રાતોરાત ઉભી થઈ છે લાંબી જટા

કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં વલસાડથી સુરત જતા આંગડિયા પેઢીના કર્મચારી પર 5 જેટલા ઈસમો ત્રાટક્યા હતા. તેઓએ કોઈ હથિયાર વડે માથાના ભાગે ઈજા કરી કર્મચારી પાસે રાખેલ થેલો લઈને ફરાર થઈ ગયા હતા. વલસાડ ખાતે રહેતા પ્રવિણસિંહ પ્રતાપસિંહ રાજપૂત વલસાડ ખાતે આવેલ અમરત કાંતિલાલ એન્ડ કુ.માં આંગડિયા પેઢીમાં વલસાડથી સુરત આંગડિયા માટે ડિલિવરી મેનનું કામ કરે છે. જેઓ મંગળવારની રાત્રે કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં સુરત જવા નીકળ્યા હતા. તેઓ જ્યારે જનરલ ડબ્બામાં બેઠા હતા અને તેમની નજીક જ ડબ્બામાં દરવાજા પાસે પાંચેક ઈસમો ઉભા હતા. જેમાંના ત્રણ ઈસમો પ્રવિણસિંહની પાસે આવી બેગને ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો ત્યારબાદ તેમને માથાના ભાગે ઈજા કરી તેમની પાસે રાખેલ બેગ લઈને ફરાર થઈ ગયા હતા.

ઘટના બાદ પ્રવિણસિંહ રાજપૂતને માથાના ભાગે ઈજા થતા ટ્રેન નવસારીમાં આવતા ટ્રેનમાંથી ઉતરી ગયા હતા. તેઓને પ્રાથમિક સારવાર નવસારી સિવિલ હોસ્પિટલમાં આપ્યા બાદ વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાને પગલે રેલવે પોલીસના ડીવાયએસપી સહિતના લોકો નવસારી ધસી આવી તપાસ હાથ ધરી હતી. તમામ સંદર્ભે વલસાડ જિલ્લા ડીએસપીની સૂચના મુજબ જિલ્લાની અલગ અલગ સ્ક્વોડ કામે લાગી છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news