હવે 19 એપ્રિલ પછી શરૂ થશે આંદોલન પાર્ટ-2, માત્ર રૂપાલા જ નહીં ભાજપના 26 ઉમેદવારોનો થશે વિરોધ!

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે પરંતુ રૂપાલાનો વિવાદ હજુ શાંત થયો નથી. રાજકોટમાં ક્ષત્રિય સમાજની મોટી સભામાં રૂપાલાને 19 એપ્રિલ સુધી અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. ત્યારબાદ આંદોલન પાર્ટ-2 શરૂ થશે.
 

હવે 19 એપ્રિલ પછી શરૂ થશે આંદોલન પાર્ટ-2, માત્ર રૂપાલા જ નહીં ભાજપના 26 ઉમેદવારોનો થશે વિરોધ!

અમદાવાદઃ પરશોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરાવવા માટે ક્ષત્રિય સમાજ મક્કમ છે.. રાજકોટના રતનપરમાં હજારોની સંખ્યામાં ઉમેટલા ક્ષત્રિયોએ એક જ સ્વરમાં હુંકાર કર્યો કે, રૂપાલાની ટિકિટ રદ કરો.. આ સાથે જ ક્ષત્રિયોએ ભાજપને 19 તારીખ સુધીનું અલ્ટિમેટમ પણ આપી દીધું છે.. જોકે, ભાજપ હજુ પણ પરશોત્તમ રૂપાલાને રાજકોટથી જ ચૂંટણી લડાવવા માટે મક્કમ છે.. રતનપરથી ક્ષત્રિય સમાજના અલ્ટિમેટમ બાદ પ્રથમ વખત ભાજપ તરફથી પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનું નિવેદન આવ્યું.. ક્ષત્રિયોના આંદોલનને લઈને શું કહ્યું પાટીલે અને શું છે હવે આંદોલનની રૂપરેખા,, જુઓ આ રિપોર્ટમાં..

ગત 2 એપ્રિલના રોજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે ક્ષત્રિયોને કરેલી આ વિનંતીને પણ ગણકારવામાં ન આવી. પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ સાથે ક્ષત્રિયો સતત 20 કરતાં પણ વધુ દિવસથી આંદોલન અને વિરોધ કરી રહ્યા છે.. જોકે, હવે આ આંદોલન વધુ ઉગ્ર બનવાના એંધાણ દેખાઈ રહ્યા છે.

14 એપ્રિલે રાજકોટના રતનપરમાં ક્ષત્રિયોનું અસ્મિતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.. જેમાં ગુજરાતના તમામ જિલ્લાઓ ઉપરાંત રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી પણ ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા.. રતનપરમાં અંદાજે 13 એકર જગ્યામાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.. 

કહેવામાં આવી રહ્યું છેકે, ક્ષત્રિયોના આ અસ્મિતા સંમેલનમાં 4 લાખ જેટલા ક્ષત્રિય લોકો ઉમટી પડ્યા હતા.. આ સંમેલનમાં ક્ષત્રિયોએ વધુ એક નવા આંદોલનની જાહેરાત કરી.. જો પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો...

હવે 19 એપ્રિલ પછી આંદોલનનો પાર્ટ-2 શરૂ કરવામાં આવશે.. 
જેમાં માત્ર રૂપાલા જ નહીં પરંતુ ગુજરાતની તમામ 26 બેઠક પર ભાજપના ઉમેદવારનો વિરોધ કરવામાં આવશે..
ભાજપના ઉમેદવારો વિરુદ્ધ મતદાન પણ કરવામાં આવશે..
અમદાવાદના GMDC ખાતે આંદોલન કરવામાં આવશે..

ક્ષત્રિયોની આ જાહેરાત બાદ ભાજપની ચિંતામાં જરૂરથી વધારો થયો છે.. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે ફરી એકવાર કહ્યું કે, ક્ષત્રિયોને મનાવવા માટે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ પ્રયાસ કરી રહ્યા છે..

હવે તમામની નજર આગામી 19 તારીખ પર છે.. 19 તારીખ સુધીનું ક્ષત્રિયોના અલ્ટિમેટમ પહેલાં શું ભાજપ આ સમાજના વિરોધને શાંત કરી શકશે કે પછી ક્ષત્રિયોના વિરોધ વચ્ચે જ રૂપાલા ફોર્મ ભરશે? 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news