લોકસભા ચૂંટણી માટે ભાજપનું મંથનઃ ફરી બે દિવસ માટે ભરાશે દિલ્લીમાં દરબાર!

આ સાથે લોકસભા ક્લસ્ટર ઈન્ચાર્જ, લોકસભા ઈન્ચાર્જ અને લોકસભા કન્વીનર, લોકસભા વિસ્તરણ સમિતિ ને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. તમામ રાષ્ટ્રીય પ્રવક્તા, રાજ્યના મુખ્ય પ્રવક્તા, રાજ્ય મીડિયા સંયોજક, રાજ્ય સોશિયલ મીડિયા, આઈટી સંયોજકને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે.

લોકસભા ચૂંટણી માટે ભાજપનું મંથનઃ ફરી બે દિવસ માટે ભરાશે દિલ્લીમાં દરબાર!

ઝી બ્યૂરો, અમદાવાદઃ આગામી લોકસભાની ચૂંટણીઓને લઈને ભાજપ દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે હવે બે દિવસ માટે દિલ્લીમાં ભાજપનો દરબાર ભરાવવા જઈ રહ્યો છે. કોને ટિકિટ આપવી અને કોની ટિકિટ કાપવી એના પર મોટું મનોમંથન કરવામાં આવશે.

મહત્ત્વનું છેકે, આગામી લોકસભાની ચૂંટણીઓને ધ્યાને લઈને 17-18 ફેબ્રુઆરીએ દિલ્હીમાં રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક યોજાશે. ભાજપે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. દિલ્હીમાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણી અને રાષ્ટ્રીય પરિષદની બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં તમામ મોરચાના રાષ્ટ્રીય અધિકારીઓ પણ ભાગ લેશે.

આ ઉપરાંત બે દિવસીય બેઠકમાં રાજ્યના પદાધિકારીઓ, કોર કમિટી, શિસ્ત સમિતિ, નાણા સમિતિ, ચૂંટણી સમિતિના સભ્યો, પૂર્વ પ્રદેશ પ્રમુખ પણ હાજર રહેશે. જેમાં રાજ્યના પદાધિકારીઓ, કોર કમિટી, શિસ્ત સમિતિ, નાણા સમિતિ, ચૂંટણી સમિતિના સભ્યો, પૂર્વ પ્રદેશ પ્રમુખ પણ બે દિવસની બેઠકમાં હાજર રહેશે.

આ સાથે લોકસભા ક્લસ્ટર ઈન્ચાર્જ, લોકસભા ઈન્ચાર્જ અને લોકસભા કન્વીનર, લોકસભા વિસ્તરણ સમિતિ ને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. તમામ રાષ્ટ્રીય પ્રવક્તા, રાજ્યના મુખ્ય પ્રવક્તા, રાજ્ય મીડિયા સંયોજક, રાજ્ય સોશિયલ મીડિયા, આઈટી સંયોજકને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે.

મોરચાના પ્રદેશ પ્રમુખો અને મહામંત્રીઓ, સેલના રાજ્ય સંયોજકો વગેરે પણ ઉપસ્થિત રહેશે. ગુજરાત થી ભાજપ ના ૭૦૦ જેટલા પદાધિકારીઓ દિલ્હી જશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સહિત તમામ ધારાસભ્યો અને પદાધિકારીઓ બે દિવસીય બેઠક માં હાજર રહેશે.
 
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news