લોકસભાની ચૂંટણીના ફાઈનલ આંકડા જાહેર, 3 સીટ પર 10 લાખથી ઓછું મતદાન, ભાજપ-કોંગ્રેસના ગણિતો બગાડશે
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં થયેલા મતદાનના ફાઈનલ આંકડા ચૂંટણી પંચ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યા છે. ગુજરાતની 25 સીટો પર 60.13 ટકા મતદાન થયું છે. રાજ્યમાં ત્રણ સીટ એવી છે જ્યાં તો 10 લાખ કરતા ઓછું મતદાન થયું છે.
Trending Photos
ગાંધીનગરઃ ગુજરાતમાં 7 મેએ 25 લોકસભા સીટો પર મતદાન યોજાયું હતું. રાજ્યભરમાં 2019ની ચૂંટણીની તુલનાએ ઓછું મતદાન થયું છે. હવે મતદાન પૂર્ણ થવાના 24 કલાક બાદ ચૂંટણી પંચ દ્વારા નવા આંકડા જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતમાં લોકસભાની 25 સીટો પર કુલ 60.13 ટકા મતદાન થયું છે. રાજ્યમાં સૌથી વધુ મતદાન વલસાડ લોકસભા સીટ પર થયું છે. વલસાડ બેઠક પર 72.71 ટકા મતદાન થયું છે. જ્યારે અમરેલી લોકસભા સીટ પર સૌથી ઓછું 50.29 ટકા મતદાન થયું છે.
રાજ્યમાં 60.13 ટકા મતદાન
ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલા લેટેસ્ટ આંકડા પ્રમાણે ગુજરાતમાં 25 લોકસભા સીટ પર 60.13 ટકા મતદાન થયું છે. રાજ્યમાં આ 25 સીટો પર સામે આવેલા આંકડામાં વલસાડમાં સૌથી વધુ તો અમરેલીમાં સૌથી ઓછું મતદાન થયું છે. જ્યારે સંખ્યાની દ્રષ્ટિએ જુઓ તો બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ લોકોએ મતદાન કર્યું છે. રાજ્યમાં ત્રણ બેઠક એવી છે જ્યાં 10 લાખ કરતા ઓછું મતદાન થયું છે.
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં 60.13 % મતદાન નોંધાયું, ચૂંટણી પંચે જાહેર કર્યા આંકડા #breakingnews #LokSabhaElection2024 #LokSabhaElectionvoting #votingdata #gujarat #zee24kalak pic.twitter.com/mIkZAEXFGz
— Zee 24 Kalak (@Zee24Kalak) May 8, 2024
સીટો પ્રમાણે મતદાનના આંકડા
કચ્છ- 56.14 ટકા
બનાસકાંઠા- 69.62 ટકા
પાટણ- 58.56 ટકા
મહેસાણા- 59.86 ટકા
સાબરકાંઠા- 63.56 ટકા
ગાંધીનગર- 59.86 ટકા
અમદાવાદ (ઈસ્ટ)- 54.72 ટકા
અમદાવાદ (વેસ્ટ)- 55.45 ટકા
સુરેન્દ્રનગર- 55.09 ટકા
રાજકોટ- 59.69 ટકા
પોરબંદર- 51.83 ટકા
જામનગર- 57.67 ટકા
જુનાગઢ- 58.91 ટકા
અમરેલી- 50.29 ટકા
ભાવનગર- 53.92 ટકા
આણંદ- 65.04 ટકા
ખેડા- 58.12 ટકા
પંચમહાલ- 58.85 ટકા
દાહોદ- 59.31 ટકા
વડોદરા- 61.59 ટકા
છોટાઉદેપુર- 69.15 ટકા
ભરૂચ- 69.16 ટકા
બારડોલી- 64.81 ટકા
નવસારી- 59.66 ટકા
વલસાડ- 72.71 ટકા
ગુજરાતમાં ત્રણ સીટ પર 10 લાખથી ઓછા મત પડ્યા
આંકડાની દ્રષ્ટિએ વાત કરવામાં આવે તો રાજ્યમાં ત્રણ લોકસભા સીટ એવી છે જ્યાં મતદાન 10 લાખથી ઓછું થયું છે. સૌથી ઓછું મતદાન આંકડાની દ્રષ્ટિએ અમરેલી બેઠક પર થયું છે. અહીં 8 લાખ 71 હજાર 373 લોકોએ પોતાના મતદાનનો પ્રયોગ કર્યો છે. જ્યારે અમદાવાદ વેસ્ટ સીટ પર 9 લાખ 57 હજાર 573 લોકોએ મત આપ્યા છે. આ સિવાય વાત કરવામાં આવે તો પોરબંદર લોકસભા સીટ પર 9 લાખ 16 હજાર 519 લોકોએ મતદાન કર્યું છે.
બે કરોડ જેટલા ગુજરાતીઓ મત આપવા ન ગયા
ચૂંટણી પંચે આપેલા આંકડા પ્રમાણે ગુજરાતની 25 લોકસભા સીટ પર કુલ 4 કરોડ 79 લાખ, 82 હજાર, 446 મતદાતા હતા. જેની સામે રાજ્યમાં 2 કરોડ 88 લાખ 54 હજાર, 130 લોકોએ પોતાના મતાધિકારનો પ્રયોગ કર્યો હતો. એટલે કે રાજ્યમાં 1 કરોડ, 91 લાખ, 28 હજાર, 316 લોકો મત આપવા ગયા નહીં. કહી શકાય કે રાજ્યમાં મતદાન કરવામાં ગુજરાતીઓ ઠંડા રહ્યાં હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે