રૂપાલા વિવાદ વચ્ચે આ બેઠક બની હાઈપ્રોફાઈલ; 'ભાજપ' અને 'આપ' બાદ 'બાપ'ની એન્ટ્રી
Lok Sabha Election 2024: 2024ની લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં રાજકોટ પછી સૌથી હોટ સીટ તરીકે ઉભરી આવતી ભરૂચની ચૂંટણી મેદાનમાં વસાવા ઉતરશે. ભારત આદિવાસી પાર્ટી (BAP) ના રાષ્ટ્રીય કન્વીનર છોટુભાઈ વસાવાએ તેમના નાના પુત્રને મેદાનમાં ઉતારવાનું નક્કી કર્યું છે. ભરૂચમાં ભાજપે તાજેતરમાં વસાવાને જ્યારે આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાને મેદાનમાં ઉતાર્યા છે.
Trending Photos
Lok Sabha Election 2024: ભરૂચ લોકસભાની બેઠક પર ભારતીય આદિવાસી પાર્ટી (BAP) માંથી છોટુ વસાવાએ તેમના પુત્ર દીલીપ વસાવાના નામની જાહેરાત કરતા જ રાજકીય માહોલ ગરમાયો છે. આ અંગે ભારતીય આદિવાસી પાર્ટી સહરક્ષક છોટુભાઈ વસાવાએ એક વીડિયો વાયરલ કરી પોતાના પુત્રની ઉમેદવાર તરીકે જાહેરાત કરી છે.
ભરૂચની લોકસભા બેઠક પર હવે ત્રિપાંખિયો જંગ ખેલાવાનો નિશ્ચિત બની ગયો છે. એક તરફ ભાજપના છ ટર્મથી ચૂંટાઈ આવતા મજબૂત નેતા મનસુખ વસાવાને સાતમી વખત ટિકિટ આપી જીતની આશા સેવી રહ્યા છે. જ્યારે બીજી તરફ ઇન્ડિયા ગઠબંધનના યુવા નેતા અને ડેડીયાપાડાના ધરાસભ્ય ચૈતર વસાવા મેદાનમાં ઉતરી લોકો સંપર્ક કરી પોતાની પકડ મજબૂત બનાવી રહ્યા છે.
ત્યારે ભરૂચના ઝઘડીયાને આદિવાસીઓના મસીહા પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાએ થોડાં દિવસે પહેલાં જ વાસણા ખાતે બેઠક ગોઠવી પોતાના પુત્ર દિલીપ વસાવાની ભારતીય આદિવાસી પાર્ટી (BAP) માં સહરક્ષક બન્યા હતા. ત્યારબાદ તેઓએ થોડા દિવસોમાં જ લોકસભા બેઠક પર પોતાના ઉમેદવારો ઉતરવાની વાત કરી હતી.
આજરોજ છોટુભાઈ વસાવાએ ભરૂચ લોકસભાની બેઠક પર તેના પુત્ર દિલીપ વસાવાના નામની જાહેરાત કરતા જ રાજકીય માહોલ ગરમાયો છે. છોટુ વસાવાએ એક વિડીયો વાયરલ કરી દિલીપ વાસવાના ઉમેદવારની જાહેરાત કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે