લોકડાઉને લટકાવ્યા: જેને જોવા લાખોની મેદની પડાપડી કરતી, આજે તે વડાપાંઉની લારી ચલાવવા મજબુર

કોરોનાની મહામારી પુરા ભારતભરમાં અને વેપાર-ધંધા ઠપ્પ થઇ ચૂકયા છે. ત્યારે સંસ્કારી નગરી વડોદરાના મ્યુઝિક આર્ટિસ્ટો મુશ્કેલીમાં મુકાયા છે.

લોકડાઉને લટકાવ્યા: જેને જોવા લાખોની મેદની પડાપડી કરતી, આજે તે વડાપાંઉની લારી ચલાવવા મજબુર

ચિરાગ જોશી/વડોદરા : કોરોનાની મહામારી પુરા ભારતભરમાં અને વેપાર-ધંધા ઠપ્પ થઇ ચૂકયા છે. ત્યારે સંસ્કારી નગરી વડોદરાના મ્યુઝિક આર્ટિસ્ટો મુશ્કેલીમાં મુકાયા છે. આર્થિક સંકડામણના લઈને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવાનો બહુ અઘરું થઈ પડ્યું છે. તેવામાં ઇન્ટરનેશનલ લેવલ પર કામ કરતા મ્યુઝિક આર્ટિસ્ટો બીજા વ્યવસાય તરફ વળી રહ્યા છે, કોઈ કે વડાપાંઉની લારી ચાલુ કરી છે. તો ફુડ ડિલિવરીનો વ્યવસાય ચાલુ કરી દીધો છે. વડોદરાના કીબોર્ડ વગાડતા સુનીલ ગોડિયા દ્વારા રાજમહેલ રોડ ઉપર વડાપાંઉનો સ્ટોલ ઉભો કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે મજબૂર બન્યા છે. 

જે હાથ મ્યુઝીક ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતા હતા તે જ હાથ આજે જાહેરમાં ભજીયા તળી રહ્યા છે. બીજી બાજુ વડોદરાના ઓક્ટોપેડના માહિર ગણાતા અને આ ઓક્ટોપેડથી અમેરિકા લંડન સાઉથ આફ્રિકા કેનેડા સહિતના દેશોમાં શો કરી ચૂકેલા પ્રસાદ શીરગાઉકર આજે ફુલ ડિલિવરીનું કામ કરી રહ્યા છે. મહિનામાં ૫૦ હજાર રૂપિયા કમાતા આર્ટિસ્ટ આજે ૧૦,૦૦૦ રૂપિયાની નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે મજબૂર બન્યા છે. એટલું જ નહીં પુરા ભારતભરમાં ખ્યાતિ ધરાવતી હસ્તીઓ સાથે આર્ટિસ્ટ દ્વારા કામ કરવામાં આવ્યુ છે. 


 

બપ્પી લહેરી, અનુરાધા પોડવાલ, ભૂમિ ત્રિવેદી જેવા આર્ટિસ્ટો ત્યારે પોતાનો શૂર વેખી રહ્યા છે કે, જયારે વડોદરાના આ કલાકારો દ્વારા ઓક્ટોપેડ અને કેસીયો વગાડવા આવ્યો છે. જ્યારે પોતાના ઘરની આર્થિક સંકડામણ દૂર કરવા માટે મજબૂરીમાં રોડ પર ઊભા રહીને કામ કરવું પડે છે. કોરોના કાળ પહેલાં જ્યારે આર્ટિતસ્તો એક નામ હતું ત્યારે આ આર્ટિસ્ટ સરકારને પોતાની વ્યથા કહી રહ્યા છે કે કેવી રીતે અન્ય વ્યવસાયો ને પ્રાધાન્ય આપીને છૂટછાટો આપવામાં આવી છે. તેવી જ રીતે કલાના વ્યવસાય સાથે જોડાયેલા આ કલાકારોને અને તેઓના ઘરની પરિસ્થિતિ જોઈને છૂટછાટો આપવામાં આવે તેવી માગણી કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news