જામનગર મનપા માટે ભાજપના ઉમેદવારો જાહેર, જૂના જોગીઓના નામ કપાયા

રાજકોટ બાદ ભાજપ દ્વારા જામનગરના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. જામનગરમાં પણ અનેક નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. તો સાથે જ મહિલાઓને પણ તક મળી છે. જામનગરમાં અનેક સીટિંગ કોર્પોરેટરના નામ કપાયા છે. જામનગરમાં તમામ 16 વોર્ડના ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ છે. 

જામનગર મનપા માટે ભાજપના ઉમેદવારો જાહેર, જૂના જોગીઓના નામ કપાયા

ઝી મીડિયા/બ્યૂરો :રાજકોટ બાદ ભાજપ દ્વારા જામનગરના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. જામનગરમાં પણ અનેક નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. તો સાથે જ મહિલાઓને પણ તક મળી છે. જામનગરમાં અનેક સીટિંગ કોર્પોરેટરના નામ કપાયા છે. જામનગરમાં તમામ 16 વોર્ડના ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ છે. દરેક મહાનગરની જેમ ભાજપે જામનગર મહાનગરપાલિકા માટે પણ ત્રણ નિયમો લાગુ કર્યા છે. તો સાથે અનામતને કારણે પણ જામનગરમાં અનેક જૂના જોગીઓના નામ કપાયા છે. 64 ઉમેદવારોમાંથી 32 મહિલા ઉમેદવારોને ટિકિટ ફાળવવામાં આવી છે. આ સાથે જ હવે નવા સમીકરણ રચાશે. થિયરી મુજબ કેટલાક ઉમેદવારોને રિપીટ કરાયા છે, પરંતુ કેટલાકને રિપીટ કરાયા નથી.

લઘુમતી સમાજના 3 ઉમેદવારોને ટિકિટ
જામનગરમાં કેટલાક વોર્ડ એવા છે જેમાં લઘુમતી સમાજનું પ્રભુત્વ છે. આ વોર્ડ પર કોંગ્રેસનો કબજો છે. તેથી ભાજપે આ ચૂંટણીમાં લઘુમતી સમાજના ઉમેદવારોને તક આપી છે. કોંગ્રેસની પેનલ બનતી અટકાવવા ભાજપે આ નિર્ણય લીધો છે. જામનગરમાં સત્તાના બે કેન્દ્ર છે. એક હકુભા જાડેજા અને સાંસદ પૂનમ માડમ. આ બંને વચ્ચે આખો જિલ્લો વહેંચાયેલો છે. તો સાથે જ કેબિનેટ મંત્રી આરસી ફળદુ પણ જામનગરના છે. તેથી તમામ નામ આ નેતાઓને ધ્યાનમાં રાખીને મૂકાયા છે. આ ત્રણેયની જવાબદારી ભાજપને જીતાડવાની રહેશે.   

No description available.

No description available.

No description available.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news