LIVE VIDEO: કેવી રીતે ATMમાં એક સ્ટીલની ચિપ વડે વગર પાસવર્ડે કઢાય છે રૂપિયા

સાયબર ક્રાઇમે આ ઘટનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અને તેઓ મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી છે. આ તમામ આરોપીઓ એ એક એવી ખાસ પ્રકારની ચિપ બનાવી જેના લીધે ATM માં પાસવર્ડ નાંખ્યા વગર જ પૈસા ઉપડી જતા હતા.

LIVE VIDEO: કેવી રીતે ATMમાં એક સ્ટીલની ચિપ વડે વગર પાસવર્ડે કઢાય છે રૂપિયા

ઉદય રંજન/અમદાવાદ: SBI બેન્કના ATM મશીનની બહાર સિક્યોરિટી ગાર્ડ નહિ હોવાનો કેટલું નુકસાન ગ્રાહકોને થઈ રહ્યું છે અને કેટલો ફાયદો ઘણા ઠગ લોકોને થઈ રહ્યો છે તેનો લાઈવ વિડીયો આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ. આ વીડિયો બતાવવા માટેનો આમારો હેતુ એટલો જ છે જેનાથી લોકો જાગૃત થાય. તો જોવો આ વીડિયો જેમાં કેટલાક ઠગ લોકો SBIના ATMમાં આવે છે અને એક સ્ટીલના બનાવટની ચિપ વડે ATM માંથી વગર પાસવર્ડ રૂપિયા કાઢી લે છે. આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ સાયબર ક્રાઇમ બ્રાંચના PSI સોનાલી પટેલ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યો છે.

સાયબર ક્રાઇમે આ ઘટનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અને તેઓ મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી છે. આ તમામ આરોપીઓ એ એક એવી ખાસ પ્રકારની ચિપ બનાવી જેના લીધે ATM માં પાસવર્ડ નાંખ્યા વગર જ પૈસા ઉપડી જતા હતા. આ તમામ લોકોની મોડેસ ઓપરેન્ડીની જો વાત તમે સાંભળશો તો ચોકી ઉઠશો સાયબર ક્રાઇમના ચોપડે અશોક સિંહ નામનો મુખ્ય આરોપી જે ફરાર છે. તેને સાયબર ક્રાઇમની ગીરફતમાં આવેલા ત્રણેય આરોપીઓને ખાસ પ્રકારની ટ્રેનિંગ આપી હતી. 

— Zee 24 Kalak (@Zee24Kalak) August 30, 2022

જેમાં એલ્યુમિનિયમના ધાતુવાળી વાય આકારના ચીપિયા બનાવ્યા હતા. જે ચિપિયાને ATM મશીનમાંથી જે જગ્યા પરથી પૈસા નીકળતા હોય છે. ત્યાં સુ વ્યવસ્થિત મૂકી દેવામાં આવતી હતી અને જ્યારે ATM ધારક પોતાનું એટીએમ કાર્ડ લઈને મશીનમાં નાખે અને પાસવર્ડ એન્ટર કરે અને પૈસા નીકળવાનો આવજ પણ આવે અને પૈસા બહાર નીકળે નહિ ત્યારે આ એલ્યુમિનિયમના બનાવેલા ચિપિયાની અંદર તમામ રોકડ રકમ ફસાઈ જતી હોય છે અને ગ્રાહક એટીએમ મશીનમાંથી બહાર જતો રહે છે. બાદમાં થોડા સમયમાં જ આ ગેંગ એટીએમમાં પ્રવેશ કરી આ ચિપિયાની બહાર કાઢીને ચિપિયામાં ભરાવેલા રૂપિયા બહાર કાઢીને ફરાર થઇ જાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news