Gujarat Lok Sabha Chunav Result Live: ગુજરાતના લોકો કોની સરકાર બનાવશે, મતગણતરી ચાલુ

Gujarat Lok Sabha Chunav Result 2024: આજે લોકસભાની ચૂંટણી માટે પરિણામનો દિવસ છે, ગુજરાતની 26 બેઠકો પર કોણ જીતશે અને કોણ હારશે જુઓ લાઈવ અપડેટ્સ

Gujarat Lok Sabha Chunav Result Live: ગુજરાતના લોકો કોની સરકાર બનાવશે, મતગણતરી ચાલુ
LIVE Blog

Gujarat Lok Sabha Election Result 2024: દેશમાં ભાજપને જો સૌથી વધુ સીટ મળવાની આશા છે તો તે ગુજરાતથી છે. ત્યારે ગુજરાતના લોકો કોની સરકાર બનાવશે, તે આજે સ્પષ્ટ થઈ જશે. ગુજરાતની જનતા ભાજપ પર ફરી ભરોસો મુકશે કે પછી કોંગ્રેસને આપશે ચાન્સ... 26માંથી 26નો દાવો કરતા ભાજપને મળશે તમામ સીટ કે પછી કોંગ્રેસ આપશે ટક્કર... શું ફરી મોદી મેજિક ભાજપને જીતાડશે ગુજરાતનો ગઢ... તેના પર આજે ગુજરાતની જનતાની રહેશે નજર... 

આજના ગુજરાતના પરિણામોમાં જો કોઈ સૌથી હોટ ફેવરિટ હોય તો તે છે પરશોત્તમ રૂપાલા... કેમ કે ક્ષત્રિયોનો વિરોધ રૂપાલાને કેટલું નુકસાન કરવામાં સફળ થશે તેના પર જ લોકોની નજર છે. તો સાથે જ રૂપાલા સહિત 4 કેન્દ્રિય મંત્રીઓની શાખ પણ આજે દાવ પર રહેશે. તો ભાજપમાંથી સી.આર.પાટીલ અને પૂનમ માડપ પર પણ લોકોની રહેશે નજર,,, તો કોંગ્રેસમાં બેઠક જીતાડવા માટે અમિત ચાવડા, પરેશ ધાનાણી, ગેનીબેન પર રહેશે દારોમદાર...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

04 June 2024
12:51 PM

ભાજપમાં હાથમાંથી ગયું દીવ-દમણ
સંઘ પ્રદેશ દમણ-દીવ માં મોટો અપસેટ સર્જાયો. ત્રણ વખતથી વિજેતા ભાજપના ઉમેદવાર લાલુ પટેલની હાર થઈ. અહીં અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલનો ભવ્ય વિજય થયો. અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલે ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું. પ્રશાસક પ્રફુલ પટેલથી મતદારો ભારે નારાજ હતા, જેની અસર ચૂંટણીના પરિણામોમાં જોવા મળી.

  • બે ઠાકોરે કોંગ્રેસનો વટ રાખ્યો, ગેનીબેન અને ચંદનજીને કારણે કોંગ્રેસને જીવનદાન મળ્યું, બનાસકાંઠામાં ગેનીબેન અને પાટણમાં ચંદનજી ઠાકોર જંગી લીડથી આગળ 
  • દેશમાં ભાજપની ટોપ 20 લીડમાં ગુજરાતની 9 સીટ. મત ગણતરીના 4 કલાકમાં જ અમિત શાહને બમ્પર વોટ, પાટીલની 3 લાખની સરસાઇ, 75 ટકાથી વધુ મત ભાજપને મળ્યા 
  • ભરૂચ બેઠક પર ભાજપના મનસુખ વસાવા 20 માં રાઉન્ડમાં 88275 ના મતથી આગળ

12:15 PM

કોંગ્રેસના નૈષદ દેસાઈનું મોટું નિવેદન
નવસારી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નૈષદ દેસાઈએ નિવેદન આપતા કહ્યું, મારી જગ્યાએ ગાંધીજી હોત તો એ પણ કદાચ આજે હારી જાત. મેં ગાંધીવેશ ધારણ કર્યો એટલે મને બે મત વધારે મળ્યા. જો ગાંધીજી હોત તો બે મત ઓછા મળત. અમને જે મતદારો ગત ચૂંટણીમાં મતો આપતા હતા, એમણે મત આપ્યા છે. પણ નવા મતદારોને અમે જોડવામાં નિષ્ફળ રહ્યા છીએ. ગાંધી વિચાર સાથે ચૂંટણી લડવાનો પ્રયાસ કર્યો, પણ યુવાનો જોડવામાં નિષ્ફળ રહ્યા.

12:07 PM

ખેડા લોકસભામાં ભાજપની જીત નક્કી 
કોંગ્રેસના ઉમેદવાર કાળુસિંહ ડાભી સામે ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ મેદાનમાં હતા.  11 માં રાઉન્ડના અંતે 1,89,000 મતોથી ભાજપ ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ આગળ છે. ખેડા લોકસભાના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ મીડિયા રૂમમાં પહોંચ્યા. દેવુંસિંહ ચૌહાણ સાથે નડિયાદ ધારાસભ્ય પંકજ દેસાઈ માતર ધારાસભ્ય કલ્પેશ પરમાર જિલ્લા અધ્યક્ષ અજય બ્રહ્મભટ્ટ પણ જોવા મળ્યા

12:03 PM

પાટણમાં ભાજપને મોટો ઝટકો

  • ગાંધીનગર લોકસભા બેઠક પર અમિત શાહ જંગી લીડથી આગળ. ૧૩માં રાઉન્ડના અંતે અમિત શાહને ગાંધીનગર લોકસભા બેઠક પર ૫,૪૮,૦૦૦ મતોથી લીડ મેળવી. 
  • જામનગર લોકસભા બેઠક પર 1,46,000 મતથી ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ આગળ...
  • પાટણ અને બનાસકાંઠા બેઠક ભાજપને આપી રહી છે. બનાસકાંઠામાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોર 2100 મતોથી આગળ. તો પાટણ બેઠક ભાજપને સૌથી મોટો ઝટકો આપી રહી છે. પાટણ બેઠક પર ચંદનજી ઠાકોર 18244 મતથી આગળ તો અહીં ભાજપના ભરતસિંહ ડાભી પાછળ ચાલી રહ્યાં છે. 

11:28 AM

ભાજપમાં જશ્નનો માહોલ

ગુજરાતમાં 5 લાખને પાર જવામાં અમિત શાહ સફળ રહ્યાં. ગાંધીનગર લોકસભા બેઠક પર ભાજપના અમિત શાહની લીડ 5 લાખને પાર થઈ. તો બીજી તરફ, ભાજપના તમામ કાર્યાલયો પર ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. ગાંધીનગર  પ્રદેશ કાર્યાલયે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. કાર્યકર્તાઓએ જય શ્રી રામના નારા લગાવ્યા. ઘણી સીટો ઉપર લીડ જોતા કાર્યકર્તાઓ ઉત્સાહમાં આવી ગયા છે. જામનગરમાં પૂનમબેન માડમ 112595 મતથી આગળ
 

10:50 AM
  • પોરબંદર વિધાનસભા બેઠક પર અર્જુન મોઢવાડીયા ભાજપ 40 હજારની લીડથી આગળ, રાજુ ઓડેદરા કોંગ્રેસ પાછળ
  • અમરેલીમાં મતગણતરીનો છઠ્ઠો રાઉન્ડ પુર્ણ, ભાજપનાભરત સુતરીયા છઠ્ઠા રાઉન્ડના અંતે ૭૮ હજાર મતોથી આગળ.
  • વલસાડમાં ભાજપના ધવલ પટેલ 372562 મતથી આગળ, કોંગ્રેસના અનંત પટેલ 242928 મતથી પાછળ

ભાજપના ઉમેદવાર ચાલુ મતગણતરીએ યજ્ઞમાં બેસ્યા
પંચમહાલ લોકસભાના ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવ ગાયત્રી યજ્ઞમાં જોડાયા. એક તરફ મતગણતરી ચાલી રહી છે ત્યારે બીજી તરફ રાજપાલસિંહ યજ્ઞમાં જોડાયા. તેમણે કાલોલના ગાયત્રી મંદિરે યજ્ઞમાં ભાગ લીધો. ગાયત્રી પરિવારની મહિલા સભ્યો અને ભાજપની મહિલા કાર્યકરોએ તેમના પર પુષ્પવર્ષા કરી. નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બને અને રાજકોટની ઘટનામાં મૃત્યુ પામેલાની આત્માને શાંતિ મળે તે માટે યજ્ઞ કરાયો. જેમા મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા. 

10:41 AM

1 લાખથી વધુની લીડ મેળવનારા ઉમેદાવારો

lakh_lead_zee.jpg

10:32 AM

મતગણતરીમાં કર્મચારીઓની તબિયત લથડી

ભાવનગર મત ગણતરી દરમ્યાન સવારથી અત્યાર સુધીમાં 2 લોકોની તબિયત લથડી. સવારમાં BMC ના કર્મચારીની તબિયત લથડ્યા બાદ હાલ રસોઈયાની તબિયત લથડી. તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે ખસેડવામાં આવ્યા

10:21 AM
  • અમદાવાદ પશ્ચિમ બેઠક પર પાંચમા રાઉન્ડના અંતે ટેકનિકલ કારણોસર મતગણતરી અટકી. અમદાવાદની ગુજરાત કોલેજમાં ચાલી રહી છે મતગણતરી. 
  • ગાંધીનગર લોકસભા બેઠક પર અમિત શાહની લીડ. 7 માં રાઉન્ડ ના અંતે અમિત શાહને ગાંધીનગર લોકસભા બેઠક પર ૩,૧૦,૦૦૦ મતોથી લીડ
  • અમરેલી : પાંચમા રાઉન્ડની ગણતરી પુર્ણ. ભાજપના ઉમેદવાર ભરત સુતરીયા ૬૪૦૦૦ મતોથી આગળ
  • રાજકોટ લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર પરસોતમ રૂપાલા 111880 મતની લીડ
10:14 AM

સાબરકાંઠા અને બનાસકાંઠામાં ઈવીએમ ખોટકાયું

  • છોટાઉદેપુરમાં કોંગ્રેસના સુખરામ રાઠવા પાછળ, જશુભાઈ રાઠવા 1.50 લાખ મતથી આગળ
  • બારડોલી લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પરભુ વસાવા 72239 મતથી આગળ
  • ભરૂચ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના મનસુખભાઈ વસાવા 9 માં રાઉન્ડમાં 70,000 ના મતથી આગળ

10:11 AM

મતગણતરીના લેટેસ્ટ આંકડા અનુસાર, 25 માંથી માત્ર એક પાટણ બેઠક પર કોંગ્રેસ આગળ છે. બાકીની 24 બેઠકો પર ભાજપ આગળ છે. 

ભાજપના દિગ્ગજોની લીડ

રાજકોટ બેઠક પર પરષોત્તમ રૂપાલા 107336 મતથી આગળ
ગાંધીનગર લોકસભા બેઠક પર અમિત શાહ ૨,૬૮,૦૦૦ મતોથી લીડથી આગળ
નવસારી ભાજપના સીઆર પાટીલ 94764 વોટથી આગળ

10:01 AM

3 બેઠકો પર કોંગ્રેસ આગળ

મતગણતરીના લેટેસ્ટ આંકડા અનુસાર, ઉત્તર ગુજરાતની ત્રણ બેઠકો પર કોંગ્રેસનો દબદબો. સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણમાં કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે. બાકીની 23 બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યું છે. તો દમણ -દીવ લોકસભા બેઠક પ્રથમ રાઉન્ડમાં અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલ 3016 મતથી આગળ છે

09:57 AM
  • દમણ -દીવ લોકસભા બેઠક પ્રથમ રાઉન્ડમાં અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલ 3016 મતથી આગળ
  • રાજકોટ લોકસભા બેઠક પર ભાજપની લીડ ઘટી, 1 લાખથી 89541 થઈ 
  • કચ્છ ૫ રાઉન્ડના અંતે ભાજપના વિનોદ ચાવડા ૧૪૦૦૦ મતથી આગળ, રાપર માંડવીમા ભાજપને લીડ
  • છોટા ઉદેપુર 4 રાઉન્ડની મતગણતરી ચાલુ છે. જશુભાઈ રાઠવા ભાજપ 156131 મત અને સુખરામ રાઠવા કોંગ્રેસને 61443 મત. જશુભાઈ રાઠવા 95189 મતથી આગળ
  • સાબરકાંઠામાં ભાજપના શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા 58517 મત અને કોંગ્રેસના તુષાર ચૌધરીને 58550 મત. 33 મતથી કોંગ્રેસ આગળ
  • જામનગર લોકસભા બેઠક પર ચોથા રાઉન્ડના અંતે 13,376 મતથી ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ આગળ
09:55 AM

કચ્છ લોકસભા બેઠક મતગણતરી

  • ભુજ વિધાનસભા બેઠક પર કોંગ્રેસની 1848 મતની લીડ
  • માંડવી વિધાનસભા બેઠક પર ભાજપની 10174 મતની લીડ
  • અબડાસા વિધાનસભા બેઠક પર કોંગ્રેસની 4533 મતની લીડ
  • રાપર વિધાનસભા બેઠક પર ભાજપની 4322ની મતની લીડ
  • ગાંધીધામ વિધાનસભા બેઠક પર ભાજપની 1132 મતની લીડ
  • અંજાર વિધાનસભા બેઠક પર ભાજપની 5206 મતની લીડ
  • મોરબી વિધાનસભા બેઠક પર ભાજપની 2136 મતની લીડ
  • કચ્છ લોકસભા બેઠક પર ભાજપની 16,589 મતની લીડ
09:48 AM

અમિત શાહ 2 લાખ લીડથી આગળ

  • જુનાગઢ બેઠક પર રાજેશ ચુડાસમા 777 મતથી આગળ. ચુડાસમાને 123344 મત અને હીરાભાઈ જોટવાને 122567 મત મળ્યાં 
  • અમરેલી બીજા રાઉન્ડની મતગણતરીના અંતે ૨૨૮૦૦ મતોથી ભાજપ આગળ, ભરત સુતરીયા સતત આગળ ચાલી રહ્યા છે
  • માણાવદર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપના અરવિંદ લાડાણી 559 લીડથી આગળ, કોંગ્રેસના હીરા કણસાગરા પાછળ
  • ગાંધીનગર લોકસભા બેઠક પર અમિત શાહ લીડમાં સતત વધારો, પાંચમાં રાઉન્ડના અંતે અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પર ૨,૦૫,૦૦૦ મતોથી લીડ
  • દમણ -દીવ લોકસભા બેઠક પ્રથમ રાઉન્ડમાં અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલ 3016 મતથી આગળ

 

09:41 AM
09:40 AM
09:36 AM

share_market_zee.jpg

09:27 AM
  • ભરૂચ ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ ભરૂચ બેઠક જીતવાનો દાવો કર્યો. ચૈતર વસાવાએ કહ્યું કે, 50000 મતથી અમે જીતીશું. મનસુખભાઈએ પહેલા દાવો કર્યો હતો કે, પાંચ લાખથી વધુ લીડનો પછી ત્રણ લાખ પર આવી ગયા. પરંતુ રીઝલ્ટ બતાવશે કોણ જીતે છે. 
  • ગાંધીનગર લોકસભા બેઠક પર અમિત શાહને જંગી લીડ તરફ. ચોથા રાઉન્ડ ના અંતે અમિત શાહને ગાંધીનગર લોકસભા બેઠક પર ૧,૬૫,૦૦૦ મતોથી લીડ
  • બારડોલી લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પરભુ વસાવા 44380 મતથી આગળ
  • મહેસાણા લોકસભા બેઠક પર બીજા રાઉન્ડના અંતે ભાજપના હરિભાઈ પટેલ 19549 મતોથી આગળ, હરિભાઈ પટેલ 58311 મત, રામજી ઠાકોર 38762 મત 
     
09:26 AM
  • અમિત શાહ 1.30 લાખ મતથી આગળ, 8 સીટ પર ઇન્ડિયા ગઠબંધન અને 17 સીટ પર ભાજપ આગળ, જામનગરમાં કસોકસનો જંગ, નવાજૂનીના એંધાણ
  • ભરૂચ બેઠક પર ભાજપના મનસુખ વસાવા ૫૪૨૭ મતોથી આગળ, આપના ચૈતર વસાવા પાછળ 
  • રાજકોટ લોકસભા બેઠક પર પરસોત્તમ રૂપાલાને 86330 મત અને પરેશ ધાનાણીને 32158, રૂપાલા 54172 મતથી આગળ
     
09:18 AM
  • માણાવદર વિધાનસભા પેટાચૂંટણી બેઠક પર રાઉન્ડ -1 ના અંતે  1020 લીડથી કોંગ્રેસ આગળ, ભાજપના અરવિંદ લાડાણીને 2627 મત અને કોંગ્રેસના હીરા કણસાગરાને 3647 મત
  • કચ્છ લોકસભા બેઠક મતગણતરીમાં બીજા રાઉન્ડના અંતે ભાજપ આગળ, ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા 7000 મતથી આગળ

 
લોકસભા ચૂંટણી અને વિધાનસભા પેટા ચૂંટણીના પરિણામ માટે મતગણતરી ચાલી રહી છે. પોરબંદરના વિધાનસભા ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડીયાએ લોકસભા અને વિધાનસભાની સીટ પર ભાજપના ઉમેદવાર લીડથી જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે મનસુખ માંડવીયાની ગેરહાજરીને લઈને પણ પ્રતિક્રિયા આપી હતી 

09:13 AM

બનાસકાંઠામાં ગેનીબેન આગળ

બેઠક ગાંધીનગર રાઉન્ડ 3 ના અંતે અમિત શાહ 1 લાખ 17 હજાર મતોથી આગળ
બનાસકાંઠા બેઠક પર રાઉન્ડ -1 ના અંતે કોંગ્રેસના ગેનીબેન ઠાકોર 6291 મતથી આગળ, ભાજપના રેખાબેન ચૌધરી પાછળ
રાજકોટ લોકસભા બેઠક પર પરસોતમ રૂપાલા ભાજપ 25672 મતથી આગળ
પોરબંદર લાકસભામાં રાઉન્ડ -1 ના અંતે મનસુખ માંડવીયા 18448 લીડથી આગળ 
 

09:07 AM

4 થી વધુ બેઠકો પર કોંગ્રેસ આગળ 

  • બેઠક સાબરકાંઠા પર રાઉન્ડ -2 ના અંતે ભાજપના શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા પાછળ. તો કોંગ્રેસના તુષાર ચૌધરી 532 મતથી આગળ
  • સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં ભાજપના કલાબેન ડેલકર 5900 મતથી આગળ
  • બારડોલી લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવા 25837 મતથી આગળ
  • નવસારીમાં અત્યાર સુધીની મત ગણતરીમાં ભાજપ 71 ટકા વોટ શેરિંગ છે, તો કોંગ્રેસને 21 ટકા વોટ શેરિંગ
     
09:03 AM
  • અમદાવાદ પશ્ચિમ બેઠક પર દિનેશ મકવાણા બીજા રાઉન્ડની ગણતરીમાં 25000 કરતા વધુ વોટથી આગળ ચાલી રહ્યા છે
  • આણંદમાં કૉંગ્રેસના અમિત ચાવડા 769 મતથી આગળ
  • વિધાનસભા પેટાચૂંટણીમાં રાઉન્ડ -1માં ભાજપના અર્જુન મોઢવાડિયા 5579 મતથી આગળ, કોંગ્રેસના રાજુ ઓડેદરાને 675 મત
  • ભાવનગર લોકસભા પર 3 રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણીયા 37000 મતથી આગળ
08:58 AM

રાજકોટ લોકસભા બેઠક પર રાઉન્ડ - 2 માં પરસોત્તમ રૂપાલાને 21882 અને પરેશ ધાનાણીને 9524 મત. પરસોતમ રૂપાલા 12358 મતથી આગળ

08:52 AM

મતગણતરીમાં કોણ આગળ અને કોણ પાછળ

  • પોરબંદર બેઠક પર રાઉન્ડ -1માં ભાજપના મનસુખ માંડવીયા 8945 મતથી આગળ, તો કોંગ્રેસના લલિત વસોયા 4513 મતથી પાછળ
  • સાબરકાંઠામાં ભાજપના શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા પાછળ, તો કોંગ્રેસન તુષાર ચૌધરી આગળ 
  • કચ્છ લોકસભા બેઠક મતગણતરી શરૂ, બીજા રાઉન્ડના અંતે ભાજપ આગળ, ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા 7000 મતથી આગળ
  • જુનાગઢ બેઠક પર રાજેશ ચુડાસમા 32,904, હીરાભાઈ જોટવા 32,331, જેમાં રાજેશ ચુડાસમા 583 આગળ
  • બારડોલી લોકસભા પર ભાજપના પ્રભુ વસાવા આગળ, કોંગ્રેસના સિદ્ધાર્થ ચૌધરી પાછળ, 7720 મતોથી આગળ
  • ભરૂચ લોકસભા પર રાઉન્ડ ૧ માં મનસુખ વસાવા ૪૨૦૨ મતોથી આગળ
08:47 AM

કોણ આગળ કોણ પાછળ

  • સીઆર પાટીલ 21223 વોટથી આગળ
  • અમિત શાહ ગાંધીનગરથી 80 હજાર વોટથી આગળ 
  •  નવસારીમાં રાઉન્ડ -૩ માં આગળ સી આર પાટીલ ભાજપ ૨ લાખ મતથી આગળ, પાછળ નૈષધ દેસાઈ કોંગ્રેસ ૧ લાખ મતથી પાછળ
  •  મહેસાણામાં ભાજપના હરિભાઈ 1606  મતોથી આગળ, કોંગ્રેસના રામજી ઠાકોર મતોથી પાછળ, 

  • બનાસકાંઠામાં બીજા રાઉન્ડમાં  ગેનીબેન ઠાકોર આગળ અને રેખાબને ચૌધરી પાછળ

 

08:18 AM

ગાંધીનગરમાં અમિત શાહ આગળ, રાજકોટમાં રૂપાલા આગળ

ગાંધીનગર લોકસભા બેઠક પર પોસ્ટલ બેલેટની મતગણતરી શરૂ થઈ. ભાજપના ઉમેદવાર અમિત શાહ આગળ ચાલી રહ્યાં છે. તો રાજકોટ લોકસભા બેઠકની મતગણતરી શરુ થઈ છે. સૌપ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી હાથ ધરવામાં આવી છે. થોડીવારમા પ્રથમ રૂઝાન સામે આવશે. ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલા આગળ ચાલી રહ્યા છે. મહેસાણા લોકસભા બેઠક પર પોસ્ટલ બેલેટની ગણતરી ચાલુ કરાઈ. ભાજપના હરિભાઈ પટેલ કુલ 14000 મત પોસ્ટલ બેલેટમાં આગળ ચાલી રહ્યાં છે. 

08:04 AM

મતગણતરી શરૂ થઈ

બરાબર 8 વાગ્યાના ટકોરે મતગણતરી શરૂ કરાઈ. ભાજપના પ્રદેશ પૂર્વ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા ગાંધીનગર લોકસભા મત ગણતરી સ્થળે પહોંચ્યા. મીડિયા સાથેની વાતચીતમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને દેશના  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની આગેવાનીમાં ભાજપ ભવ્ય વિજય મેળવશે તેઓ દાવો કર્યો. પ્રદીપસિંહ વાઘેલા દ્વારા ભાજપના કાર્યકર્તાઓને ભવ્ય વિજય માટે એડવાન્સમાં શુભકામનાઓ પાઠવી. 

07:56 AM

રૂપાલાએ મહાદેવ અને હનુમાનજી મંદિરે દર્શન કર્યાં

આજની તિથિએ શિવરાત્રી પણ છે. તેથી મતગણતરી સેન્ટર પર જતા પહેલા રાજકોટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ મહાદેવના દર્શન કર્યા હતા. તેમણે ભગવાન શિવને જળાભિષેક કર્યું હતું. તો કાલાવડ રોડ ઉપર આવેલા ચમત્કારી હનુમાન મંદિર ખાતે હનુમાનજીના દર્શન કર્યા હતા. તેના બાદ તેઓ ઈજનેરી કોલેજમાં મિડિયા સેન્ટર પહોંચ્યા હતા. દેશ ભરમાં ચાલતી મતગણતરીની વિગતો અને માહિતી જાણવા મીડિયા સેન્ટર પહોંચ્યા. 
 

07:27 AM

અમિત શાહ જંગી લીડથી જીતશે

ગાંધીનગર લોકસભા બેઠકની સીધી જવાબદારી ધરાવતા રાજ્યસભાના સાંસદ મયંક નાયક ઝી 24 કલાકની સાથેની વાતચીતમાં તેમણે સમગ્ર દેશમાં 400 પ્લસ સાથે એનડીએ ગઠબંધન આવશે તેવો દાવો કર્યો. ગાંધીનગર લોકસભા બેઠકમાં સૌથી જંગી લીડથી કેન્દ્રીય મંત્રી જીતશે તેઓ પણ દાવો કર્યો છે. કોંગ્રેસના સોનલ પટેલના આક્ષેપોને નકારતા ગાંધીનગરની પ્રજાએ અમિતભાઈને ખોબે ખોબે મત આપ્યા હોવાથી ઐતિહાસિક મતોથી જીતશે તેઓ પણ દાવો તેઓએ કર્યો.

07:22 AM

ગેનીબેને મતગણતરી પહેલા પાતાળેશ્વર મહાદેવના દર્શન કર્યાં

આજે લોકસભાની ચૂંટણીની મતગણતરી છે ત્યારે બનાસકાંઠામાં પણ 12 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થવાનો છે, ત્યારે બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર મતગણતરી કેન્દ્ર પર જતાં પહેલાં પાલનપુરના પાતળેશ્વર મહાદેવના મંદિરે પહોંચ્યા હતા. જ્યાં તેમને પાતળેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા અને જળાભિષેક કર્યો હતો. તેમણે જીતનો આશાવાદ સેવતા કહ્યું હતું કે મહાદેવ અને જિલ્લાના લોકોના આશીર્વાદ મારી સાથે છે. 2017 અને 2022માં પણ મેં મતગણતરીના દિવસે મહાદેવના દર્શન કર્યા હતા અને મારી જીત થઈ હતી. આજે પણ મેં મહાદેવના દર્શન કર્યા છે મને વિશ્વાસ છે કે મારી જીત જ થશે. હું જીત્યા બાદ જિલ્લાના અનેક વિકાસના કામો કરીશ.

07:05 AM

રાજકોટ બેઠક અમે જીતીશું - કોંગ્રેસ

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ ચૂંટણીના પરિણામ પહેલા નિવેદન આપતા કહ્યું કે, પ્રજા ત્રાહિમામ પોકારી ચૂકી છે. ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનવા જઇ રહ્યા છે. રાજકોટ બેઠક પર 100% અમે જીતીશું. પ્રજા અગ્નિકાંડ, મોરબી પુલ દુર્ઘટના કાંડથી કંટાળી ચૂકી છે

07:04 AM

Trending news