Madhya Gujarat Chutni Parinam 2022 LIVE Update: દાહોદની તમામ બેઠકો પર ભગવો લહેરાયો

Madhya Gujarat Vidhan Sabha Chunav Result 2022 LIVE Update: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે બે તબક્કામાં પહેલી ડિસેમ્બેર અને પાંચમી ડિસેમ્બરે મતદાન યોજાયું હતું અને આજે 8મી ડિસેમ્બર પરિણામનો દિવસ છે. એક્ઝિટ પોલમાં ભાજપની ભવ્ય જીતની સંભાવના વ્યક્ત કરાઈ હતી. મતગણતરી 8 વાગ્યાથી શરૂ થશે. પળેપળની અપડેટ માટે વાંચો ZEE 24 કલાકનો લાઈવ બ્લોગ...

Madhya Gujarat Chutni Parinam 2022 LIVE Update: દાહોદની તમામ બેઠકો પર ભગવો લહેરાયો
LIVE Blog

હાર્દિક પટેલ પાછળ
અલ્પેશ ઠાકોર આગળ છે પરંતુ હાર્દિક પટેલ વિરમગામ બેઠકમાં પાછળ જોવા મળી રહ્યા છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

08 December 2022
16:55 PM

દાહોદની 6 બેઠકો પર ભગવો લહેરાયો
દાહોદ ની 132 વિધાનસભા બેઠક પર કનૈયા કીશોરીની 28,950 ની લીડ થી જીત. ફતેપુરા 129 બેઠક પર રમેશ કટારા ની 19,772 ની લીડ થી  જીત. ઝાલોદ 130 બેઠક પર ભાજપ ના મહેશભાઈ ભુરીયા ની 35,222 ની લીડ થી  જીત. દેવગઢબારીઆ 134 બેઠક પર બચુભાઈ ખાબડ 44,201 ની લીડ થી ભવ્ય જીત. ગરબાડા બેઠક પર મહેન્દ્ર ભાઈ ભાભોર ની 29,825 મત ની લીડ થી જીત, લીમખેડા બેઠક પર શૈલેષભાઇ ભાભોર ની 3663 ની લીડ થી જીત. 

15:05 PM

વાઘોડિયાથી બળવાખોર નેતા મધુશ્રી વાસ્તવ હાર્યા
ભાજપમાં ટિકિટ મુદ્દે બળવો પોકારીને અપક્ષ તરીકે ચૂંટણી લડનારા મધુશ્રી વાસ્તવે હારનો સામનો કરવો પડ્યો છે. ડભોઈના ભાજપના ઉમેવાર શૈલેષ મહેતાની થઈ જીત. 20816 ના મોટા માર્જીનથી થઇ જીત. શૈલેષ મહેતાએ બદલ્યો ડભોઇનો ઇતિહાસ. સતત બીજી વખત જીતનાર પહેલા ધારાસભ્ય બન્યા શૈલેષ મહેતા. અત્યાર સુધી એક ઉમેદવાર નથી જીતી સતત બીજી વખત. 

14:06 PM

ભૂપેન્દ્ર પટેલ જીત્યા
અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને સીએમ ભૂપેન્દ્ર પટેલે જંગી લીડ સાથે  જીત મેળવી છે. તેમણે હરિફ ઉમેદવારને લગભગ 1.91 લાખ મતોથી હરાવ્યા છે. દાણીલીમડા બેઠક પરથી કોંગ્રેસના શૈલેષ પરમારે જીત મેળવી. દાણીલીમડા બેઠક પર જીત બાદ શૈલેષ પરમારનું નિવેદન. વંટોળમાં પણ મને જીતાડ્યો એ બદલ દાણીલીમડાની જનતાનો આભાર. કોંગ્રેસની ધરણા કરતા વિપરીત પરિણામો આવ્યા. AAP અને AIMIM ની બી ટીમના કારણે હાર થઇ

13:36 PM

ભાજપના આ ઉમેદવારો જીત્યા
કાલોલથી ફતેસિંહ ચૌહાણ, ગોધરાથી સી કે રાઉલજી, મોરવા હરફથી નિમિષા સુધાર, શહેરાથી જેઠાભાઈ ભરવાડ, હાલોલથી જયદ્રથ પરમારની જીત થઈ છે. અમદાવાદની નરોડા બેઠકથી પાયલ કુકરાણી 56935 મતથી આગળ છે. ઠક્કરબાપા નગરથી ભાજપના કંચનબેન રાદડીયા 63647 મતથી જીત થઈ છે. 

13:24 PM

અમદાવાદની એકમાત્ર બેઠક પર ભાજપની હાર, આંકલાવ પર અમિત  ચાવડા જીત્યા
અમદાવાદની ખાડિયા-જમાલપુર બેઠક પર ભાજપના ઉમેદવાર ભૂષણ ભટ્ટની હાર થઈ છે. કોંગ્રેસના ઈમરાન ખેડાવાલાએ આ બેઠક પરથી જીત મેળવી છે. બીજી બાજુ મહિસાગરમાં બાલાસિનોર બેઠક પર ભાજપના ઉમેદવાર માનસિંહ ચૌહાણની જીત નિશ્ચિત છે. જ્યારે ખંભાત બેઠક પર કોંગ્રેસના ચિરાગ પટેલની જીત નિશ્ચિત છે. આણંદ જિલ્લાની બંને બેઠકો પર કોંગ્રેસ આગળ છે. આંકલાવ બેઠક પરથી અમિત ચાવડાની જીત થઈ છે. 

12:20 PM

56 બેઠક પર ભાજપ આગળ
મધ્ય ગુજરાતની કુલ 61 બેઠકમાંથી 56 બેઠકો પર ભાજપ આગળ છે. જ્યારે 3 પર કોંગ્રેસ આગળ છે. 2 બેઠક પર અપક્ષ આગળ છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં મધ્ય ગુજરાતની કુલ 61 બેઠકોમાંથી 37 બેઠકો ભાજપને મળી હતી જ્યારે 22 બેઠકો કોંગ્રેસને ફાળે અને 2 બેઠકો અપક્ષને મળી હતી. અમદાવાદની એલિઝ બ્રિજ બેઠક પરથી ભાજપના ઉમેદવાર અમિત શાહની એક લાખ કરતા પણ વધુ મતની લીડથી જીત થઈ છે. 

12:19 PM

અમદાવાદમાં જમાલપુર સિવાય તમામ બેઠકો પર ભાજપ આગળ
અમદાવાદની ખાડિયા-જમાલપુર બેઠકને બાદ કરતા તમામ બેઠકો પર ભાજપ આગળ છે. અમરાઈવાડી બેઠક પર જો કે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. ખેડા જિલ્લાની નડિયાદ વિધાનસભામાં પંકજ દેસાઈની ભવ્ય જીત નજીક. સતત પાંચ ટર્મથી ધારાસભ્ય રહી ચૂકેલા પંકજ દેસાઈ છઠ્ઠી ટર્મ માં પણ ખૂબ જીતની નજીક. એલિઝબ્રીજ બેઠક પર અમિત શાહ એક લાખ કરતા વધુ લીડ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે અમદાવાદના મેયર ક્યારેય ધારાસભ્ય ન બને એ મહેણું મેં તોડ્યું છે.

11:30 AM

પંચમહાલ માં પાંચ બેઠકો પર ભાજપ મોટી સરસાઈ સાથે આગળ 
પંચમહાલ માં પાંચ બેઠકો પર ભાજપ મોટી સરસાઈ સાથે આગળ. શહેરા બેઠક પર જેઠાભાઇ ભરવાડ જીત તરફ આગળ વધી રહ્યા છે. જેઠાભાઇ 10 રાઉન્ડ ના અંતે 23466 ની લીડ થી આગળ ચાલી રહ્યા છે. શહેરા માં ભાજપ ની જીત લગભગ નિશ્ચિત મનાઈ રહી છે. અમદાવાદની જમાલપુર ખાડિયા બેઠક પર કોંગ્રેસના ઈમરાન ખેડાવાલા આગળ છે. મહીસાગરની લુણાવાડા બેઠક પર કોંગ્રેસ આગળ છે. દલિયાપુરમાં ભાજપના કૌશિક જૈન આગળ છે. ખેડાની ઠાસરા બેઠક પર ભાજપના યોગેન્દ્રસિંહ પરમાર આગળ છે. માતરમાં ભાજપના કલ્પેશ પરમાર આગળ. કપડવંજમાં ભાજપના રાજેશ ઝાલા

11:11 AM

ભાજપના અમિત ઠાકર જંગી બહુમતીથી આગળ
અમદાવાદની વેજલપુર બેઠક પર ભાજપના અમિત ઠાકર જંગી બહુમતીથી આગળ. અસારવામાં ભાજપના દર્શના વાઘેલા આગળ છે. દરિયાપુર બેઠક પર ભાજપના કૌશિક જૈન આગળ છે. ગાંધીનગર દક્ષિણ બેઠક પર 8 રાઉન્ડ બાદ અલ્પેશ ઠાકોર 9 હજાર મતથી આગળ છે. દાહોદમાં 56,532 મતે ભાજપના ઉમેદવાર આગળ છે. પાદરામાં ભાજપના ચૈતન્યસિંહ ઝાલા આગળ છે. ખેડાની નડિયાદ બેઠક પર ભાજપના પંકજ દેસાઈ, અમદાવાદની સાબરમતી બેઠક પર ભાજપના હર્ષદ પટેલ, ઠક્કરબાબા નગરમાં ભાજપના કંચન રાદડિયા આગળ છે. વિરમગામમાં હાર્દિક પટેલ 16213 મતથી આગળ છે. સંતરામપુરમાં અપક્ષ ઉમેદવાર 149 મતથી આગળ. અમદાવાદની દસક્રોઈ બેઠક પર ભાજપના બાબુભાઈ જમનાદાસ પટેલ આગળ છે. અમદાવાદની સાણંદ બેઠક પર ભાજપના કનુભાઈ પટેલ આગળ છે. દાણીલીમડામાં ભાજપના નરેશ વ્યાસ આગળ છે. 

10:57 AM

મધ્ય ગુજરાતની 54 બેઠક પર ભાજપ આગળ
મધ્ય ગુજરાતની કુલ 61 બેઠકમાંથી 54 પર ભાજપ આગળ છે જ્યારે 5 બેઠક પર કોંગ્રેસ અને અપક્ષો 2 બેઠકો પર આગળ છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં મધ્ય ગુજરાતની કુલ 61 બેઠકોમાંથી 37 બેઠકો ભાજપને મળી હતી જ્યારે 22 બેઠકો કોંગ્રેસને ફાળે અને 2 બેઠકો અપક્ષને મળી હતી. 

10:36 AM

જીજ્ઞેશ મેવાણી આગળ
વડગામ બેઠક પરથી હવે જીજ્ઞેશ મેવાણી આગળ છે. આ ઉપરાંત અરવલ્લીમાં ભાજપના ઉમેદવાર આગળ છે. પાટણમાં કોંગ્રેસના ઉમેદવાર આગળ છે. મહેસાણાના ખેરાલુમાં ભાજપ આગળ છે. સિદ્ધપુરમાં કોંગ્રેસના ઉમેદવાર હવે આગળ છે. અરવલ્લીની ભિલોડા બેઠક પર આઠ રાઉન્ડના અંતે પણ આમ આદમી પાર્ટીના ઉમેદવાર આગળ છે. કોંગ્રેસના ગઢમાં જ કોંગ્રેસનો ખરાબ દેખાવ જોવા મળી રહ્યો છે. 

10:36 AM

મધ્ય ગુજરાતની 54 બેઠક પર ભાજપ આગળ
મધ્ય ગુજરાતની કુલ 61 બેઠકમાંથી 54 પર ભાજપ આગળ છે જ્યારે 5 બેઠક પર કોંગ્રેસ અને અપક્ષો 2 બેઠકો પર આગળ છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં મધ્ય ગુજરાતની કુલ 61 બેઠકોમાંથી 37 બેઠકો ભાજપને મળી હતી જ્યારે 22 બેઠકો કોંગ્રેસને ફાળે અને 2 બેઠકો અપક્ષને મળી હતી. 

09:49 AM

દાણીલીમડામાં ભાજપ આગળ
દાણીલીમડામાં ભાજપના નરેશ વ્યાસ હાલ 2 રાઉન્ડના અંતે 5117 મતથી આગળ છે. જ્યારે સયાજીગંજમાં ભાજપના ઉમેદવાર આગળ છે. અમદાવાદ ધોળકામાં ભાજપના ઉમેદવાર આગળ છે. જ્યારે વેજલપુર બેઠક પર ભાજપના અમિત ઠાકર 23 હજાર કરતા વધુ મતથી આગળ છે. ખેડાની કપડવંજ બેઠક પર ભાજપના ઉમેદવાર આગળ છે. દાહોદમાં ભાજપ આગળ છે. નારણપુરામાં પણ ભાજપના ઉણેદવાર આગળ છે. વડોદરા શહેર બેઠક પર ભાજપના મનીષા વકીલ આગળ છે. 

09:36 AM

CM ભૂપેન્દ્ર પટલ આગળ
નડિયાદમાં ભાજપ આગળ છે જ્યારે દરિયાપુર બેઠક ઉપર પણ ભાજપ આગળ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 22 હજાર મતથી આગળ છે. તેઓએ ઘાટલોડિયા બેઠકથી ચૂંટણી લડી હતી. પેટલાદમાં કોંગ્રેસને 3 રાઉન્ડના અંતે 2269 મતની લીડ મળી છે. અમદાવાદની ધંધૂકા બેઠક પરથી ભાજપના કાળુભાઈ ડાભી 539 મતથી આગળ છે. અમદાવાદની વેજલપુર બેઠકથી અમિત ઠાકર 12 હજારથી વધુ મતથી આગળ છે. 

09:12 AM

કોંગ્રેસના નેતા અમિત ચાવડા પાછળ
કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડા આંકલાવ બેઠક પર પાછળ છે. જ્યારે બોરસદમાં ભાજપના નેતા આગળ છે. દહેગામમાં બે રાઉન્ડ બાદ કોંગ્રેસના ઉમેદવાર આગળ છે. અમદાવાદની અસારવા બેઠક પર ભાજપના ઉમેદવાર આગળ છે. 

09:10 AM

આ દિગ્ગજો આગળ
વડોદરાની સયાજીગંજ બેઠક પરથી કેયુર રોકડીયા આગળ છે. હવે હાર્દિક પટેલ વિરમગામથી આગળ છે. માંજલપુરમાં પણ ભાજપના ઉમેદવાર આગળ છે. અમદાવાદમાં એલિસબ્રિજ બેઠક પર ભાજપના ઉમેદવાર આગળ છે. 

08:28 AM

હાર્દિક પટેલ પાછળ
અલ્પેશ ઠાકોર આગળ છે પરંતુ હાર્દિક પટેલ વિરમગામ બેઠકમાં પાછળ જોવા મળી રહ્યા છે. 

08:27 AM

અલ્પેશ ઠાકોર આગળ
8 વાગ્યાના ટકોરે મતગણતરી શરૂ થઈ ગઈ છે. ગાંધીનગર (દક્ષિણ) બેઠક પરથી અલ્પેશ ઠાકોર હાલ આગળ છે. શરૂઆતના ટ્રેન્ડમાં ભાજપ આગળ છે. 
 

08:11 AM

હાર્દિક પટેલ પાછળ

વિરમગામથી ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલ પાછળ છે. 

07:33 AM

2017નું પરિણામ
વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં મધ્ય ગુજરાતની કુલ 61 બેઠકોમાંથી 37 બેઠકો ભાજપને મળી હતી જ્યારે 22 બેઠકો કોંગ્રેસને ફાળે અને 2 બેઠકો અપક્ષને મળી હતી. 
 

07:30 AM

મધ્ય ગુજરાતની 61 બેઠકોનું પરિણામ
ભૂતકાળના આંકડા જોઈએ તો મધ્ય ગુજરાતનો સાથ મોટાભાગે ભાજપ સાથે રહ્યો છે. પણ આ વખતે શું પરિણામ આવશે તે રસપ્રદ રહેશે. મધ્ય પ્રદેશના 8 જિલ્લાની 61 બેઠકો છે. જેમાં અમદાવાદની 21, આણંદની 7, ખેડાની 6, મહીસાગરની 3, દાહોદની 6, વડોદરાની 10 અને છોટાઉદેપુરની 3 બેઠકો સામેલ છે. 

 

Trending news