માનવભક્ષી સિંહ મજૂરને ખેંચીને લઈ ગયો, માત્ર શાલ-પેન્ટ મળી આવ્યા
Trending Photos
કેતન બગડા/અમરેલી :અમરેલીના ધારીના ડાભાળી જીરા નજીક દુખદ બનાવ બન્યો હતો. વહેલી સવારે કુદરતી હાજતે જતા સમયે ઓચિંતા આવી ચઢેલા એક સિંહે (Lion Attack) મજૂરને ફાડી ખાધો હતો. આ ઘટના બાદ વનવિભાગ (Forest Department) નું તંત્ર દોડતુ થયું હતું અને માનવત્રક્ષી સિંહને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
પૂજામાં બોલાતા આ 20 શબ્દનો અર્થ સો ટકા તમે નહિ જાણતા હોવ
પ્રાપ્ત માહિતી અનુસાર ધારીના ડાભાઈ જીરા નજીક કદુભાઈ મોતીભાઈ ભીલાડ (ઉંમર 55 વર્ષ) નામના મજૂર ખેતમજૂરી કરીને ગુજરાન ચલાવે છે. તેઓ વહેલી સવારના અરસામાં કુદરતી હાજતે જવા નીકળ્યા હતા. ત્યારે અચાનક સિંહે તેમના પર હુમલો ક્રયો હતો. ઓચિંતા આવી ચઢેલા સિંહે કદુભાઈ પર એવો હુમલો કર્યો કે, તેઓ પોતાના બચાવમાં કંઈ જ કરી ન શક્યા. આમ, સિંહ વૃદ્ધ મજૂરને પકડીને દૂર સુધી લઈ ગયો હતો અને તેમને ફાડી ખાધો હતો. અમરેલીના દલખાણીયા રેન્જના ડાભાઈ જીરા ગામે આ ઘટના બની છે.
સુરત : શાળાએ જતી વિદ્યાર્થીનીઓને બિભત્સ ઈશારા કરીને છેડતી કરતો યુવકને વાલીઓએ પકડ્યો
ઘટના બાદ મોતીભાઈની શોધખોળ શરૂ કરાઈ હતી. ત્યારે વાડીથી થોડે દૂર તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. તો સાથે જ તેમના પેન્ટ, શાલ પણ મળી આવ્યા હતા. ઠેરઠેર જમીન પર તેમના લોહીના ડાઘ પડ્યા હતા. ઘટના બાદ વનવિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યું હતું. ત્યારે વનવિભાગ હાલ સિંહની શોધખોળમાં લાગી ગયું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે