ગીરના સાવજનો બદલો : મને છંછેડશો તો હું પણ તમને નહિ છોડું, બોટાદમાં સિંહનો હુમલો

Lion Attack : બોટાદના માંડવા ગામના યુવાન પર સિંહે હુમલો કર્યો... અજીતભાઈ નામના યુવાન પર સિંહે કર્યો હુમલો... ઈજાગ્રસ્તને 108ની મદદથી સારવાર માટે ખસેડાયો....
 

ગીરના સાવજનો બદલો : મને છંછેડશો તો હું પણ તમને નહિ છોડું, બોટાદમાં સિંહનો હુમલો

Botad News રઘુવીર મકવાણા/બોટાદ : બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના અનિડા ગામે સીમ વિસ્તારમાં સિંહના હુમલાની ઘટના બની છે, જેને લઇ વન વિભાગના ઉચ્ચ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. જ્યારે ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અહીં સિંહનુ લોકેશન હોવાનુ વન વિભાગના અધિકારીએ પુષ્ટિ કરી છે અને ડોક્ટરની ટીમ બોલાવેલી છે. માનવભક્ષી સિંહને રેસ્ક્યૂ કરવાની કામગીરી હાથ ધરાઈ છે તેવું વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું. ત્યારે આ વચ્ચે એક રસપ્રદ બાબત સામે આવી છે. 

છેલ્લા ઘણા દિવસોથી બોટાદ જિલ્લામાં પણ સિંહના આંટાફેરા જોવા મળી રહ્યા હતા. ભાવનગર જિલ્લાના પાલીતાણા, મહુવા, તળાજા અને ગારીયાધાર વિસ્તારમાં વિસ્તારમાં મોટી સંખ્યામાં સિંહનો વસવાટ છે. જોકે હવે સિંહે તેનો વિસ્તાર વધાર્યો હોય તેમ થોડા દિવસોથી બોટાદ જિલ્લાના ગઢડા આજુબાજુના ગ્રામ્ય પંથકમાં પણ સિંહના સગડ મળી રહ્યા છે. થોડા દિવસો પહેલા ગઢડા નજીકનો સિંહનો વીડિયો વાયરલ થયો હતો. જોકે આજે સિંહે એક વ્યક્તિ પર હુમલો કર્યા હોવાની ઘટના સામે આવી છે. 

આમ તો સામાન્ય સંજોગમાં સિંહ માનવ જાત પર હુમલો કરતા નથી. પરંતુ તેની પજવણી કે ખાસ સંજોગમાં સિંહ માણસ પર હુમલો કરતા હોય છે. ત્યારે ઢસા નજીકના અનિડા ગામની સીમ વિસ્તારમાં સિંહને જોઈને કેટલાક લોકોએ બૂમરાણા પાડી સિંહની પજવણી કરી હતી, જે અંગેનો વીડિયો પણ વારયલ થયો છે. જ્યારે આજ વિસ્તારમાં સિંહે એક વ્યક્તિ પર હુમલો કરતા તેને ઇજા પહોંચી હતી. આ ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. તેમજ ઘટનાના પગલે બોટાદ અને ભાવનગરના વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે અને સિંહની શોધખોળ આદરી છે.

સિંહનું લોકેશન અહીં હોવાનુ વન વિભાગના અધિકારીએ પુષ્ટિ કરી છે અને ડોક્ટરની ટીમ બોલાવેલી છે. જેના બાદ રેસક્યૂ ઓપરેશન શરૂ થશે. માનવભક્ષી ડાલામથ્થાને પકડી પડાશે તેવુ ડીએસએફ આયુશ વર્માએ જણાવ્યું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news