જામનગરમાં 17 વર્ષની દીકરીને દવા પીવડાવી તેના પર ગેંગરેપ કર્યો: લીલાબેન આંકોલિયા

રાજ્યમાં જામનગર સહિત ગેંગરેપ જેવી બનતી ઘટનાઓ પર મહિલા આયોગના ચેરમેન લીલાબેન આંકોલિયાએ એક પત્રકાર પરિસદમાં જણાવ્યું હતું કે, જામનગરમાં 17 વર્ષની દીકરીને દવા પીવડાવીને તેના પર ગેંગરેપ કરવામાં આવ્યો છે. પોલીસ પાસેથી તપાસના રિપોર્ટ માંગવામાં આવ્યા છે. પોલીસે 4 શખ્સોની ધરપકડ કરી છે.
જામનગરમાં 17 વર્ષની દીકરીને દવા પીવડાવી તેના પર ગેંગરેપ કર્યો: લીલાબેન આંકોલિયા

હિતલ પારેખ, જામનગર: રાજ્યમાં જામનગર સહિત ગેંગરેપ જેવી બનતી ઘટનાઓ પર મહિલા આયોગના ચેરમેન લીલાબેન આંકોલિયાએ એક પત્રકાર પરિસદમાં જણાવ્યું હતું કે, જામનગરમાં 17 વર્ષની દીકરીને દવા પીવડાવીને તેના પર ગેંગરેપ કરવામાં આવ્યો છે. પોલીસ પાસેથી તપાસના રિપોર્ટ માંગવામાં આવ્યા છે. પોલીસે 4 શખ્સોની ધરપકડ કરી છે.

જામનગરમાં 17 વર્ષની દીકરી સાથે જે ઘટના બની તેમાં DSP સાથે ચર્ચા કરી હતી. દીકરીને મળવા ટિમ મોકલવામાં આવી હતી. જામનગર કેસમાં ઝડપી કાર્યવાહી થયા તેવા આદેશ કરવામાં આવ્યા છે. 4 વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને સખત સજા થયા તે માટે સૂચનો પણ આપ્યા છે. સંતરામપુરની ઘટનામાં કાર્યવાહી કરવા કહ્યું છે. જામનગરના આરોપીઓ ઝડપાયા છે. વધુ વિગત બહાર આવશે.

ગુજરાતમાં 3 દિવસમાં જે ઘટનાઓ બની તે અંગે પોલીસ અને DSPને લખવામાં આવું છે. નારી અદાલતોમાં તપાસ કરવા ટિમને મોકલવામાં આવી છે. પીડિતાને જરૂર મદદ કરવા કહેવામાં આવ્યું છે. 181 લાઇન બહેનો માટે ચાલુ કરાઈ છે. 10 લાખ બહેનોએ તેનો લાભ લીધો છે. નારી અદાલતોએ પણ બહેનોનો સંપર્ક કરવો જોઇએ. જો કોઈ વ્યક્તિ હેરાન કરે તો બહેનોએ આગળ આવી જાણ કરવી જોઇએ. 

પોસ્કો કલમ હેઠળ કાર્યવાહી થવી જોઇએ. સૌથી કડક સજા થવી જોઇએ. કેટલાક કિસ્સામાં સંપર્કમાં હોય છે તેવુ જાણ થાય છે. બહાર કામ કરતી બહેનો કે ઘરે પણ બહેનોનું શોષણ થયા છે. બહેનોએ મહિલા આયોગને જાણ કરવી જોઇએ. મહિલા પર બનતા બનાવો યોગ્ય નથી. સરકાર પોલીસ કામ કરે છે છતાં આવા બનાવ બને છે. ક્યાંક કેટલાક કારણોમાં સંપર્કમાં હોવાના કારણે બનાવ બને છે. મહિલાઓ પાસે આવો અજાણતા બનાવ બને તો જાણ કરવી જોઇએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news