GUJARAT માં હળવાથી સામાન્ય વરસાદ, ખેડૂતોથી માંડી સરકારના જીવમાં જીવ આવ્યો
Trending Photos
અમદાવાદ : ગુજરાતમાં મેઘરાજા લાંબા સમયથી રૂઠી ગયા હતા. જેના કારણે સામાન્ય નાગરિકથી માંડીને ખેડૂતો અને સરકારની ચિંતામાં પણ વધારો થયો હતો. જો કે આખરે હવે તેઓ ફરી ગુજરાત પર મહેરબના થઇ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં હવે ધીરે ધીરે સામાન્યથી હળવો વરસાદ આજના દિવસમાં નોંધાયો હતો. અમદાવાદમાં પણ વરસાદ નોઁધાયો હતો. પૂર્વ અમદાવાદના રખિયાલ, બાપુનગર, હાટકેશ્વર, અમરાઇવાડી, ખોખરા, મણીનગર, ઓઢવ, નરોડા, નિકોલ, વસ્ત્રાલ, નારોલ, વટવા માં વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત પશ્ચિમ અમદાવાદના સરખેજ, એસજીહાઇવે, વેજલપુર, સેટેલાઇટ, જીવરાજપાર્ક, નેહરૂનગર, નવરંગપુરા, નારણપુરામાં વરસાદ નોંધાયો હતો.
આજે અમરેલી જિલ્લામાં વરસાદી ઝાપટું પડ્યું હતું. રાજુલા શહેરમા વરસાદી ઝાપટું પડ્યું હતું. વરસાદી ઝાપટાને પગલે રોડ રસ્તા પર પાણી વહેતા થયા હતા. વરસાદ આવતા વાતાવરણમાં ઠંકડ પ્રસરી હતી સાથે સાથે ખેડૂતોને પણ સામાન્ય રાહત મળી હતી. ખાંભા અને જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો હતો. ખાંભાના નાના બારમણ ગામે વરસાદ નોંધાયો હતો. જાફરાબાદના લોર,ફાચરિયામાં પણ ધોધમાર વરસાદી ઝાપટું પડ્યું હતું. ખાંભા અને જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો હતો. ખાંભાના નાના બારમણ ગામે વરસાદ નોંધાયો હતો. જાફરાબાદના લોર, ફાચરિયામાં પણ ધોધમાર વરસાદી ઝાપટું પડ્યું હતું. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
પંચમહાલ જિલ્લામાં પણ વરસાદ નોંધાયો હતો. ગોધરાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. હળવા પવન સાથે ધીમીધારે વરસાદ વરસ્યો હતો. દિવસ દરમિયાન ભારે ઉકળાટ બાદ એકાએક વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ખેડૂતોને પણ રાહત થઇ હતી. પંચમહાલમાં ગોધરાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. હળવા પવન સાથે ધીમીધારે વરસાદ વરસ્યો હતો. દિવસ દરમિયાન ભારે ઉકળાટ બાદ એકાએક વાતાવરણમાં ઠંડક પ્રસરી
ભાવનગર જિલ્લાના વાતાવરણ માં આવેલા પલટા બાદ વરસાદ થયો હતો. શહેર અને જિલ્લામાં સવારથી વાતાવરણ બદલાયું હતું. બપોર બાદ કાળા ડીબાંગ વાદળો ઘેરાતા તાપમાન માં ફેરફાર જોવા મળ્યો હતો. વાતાવરણમાં આવેલા ફેરફાર બાદ ધીમીધારે વરસાદ શરૂ થયો. વીજળીના ચમકારા સાથે વરસાદ શરૂ થતાં માટી ની ભીની સુગંધ સાથે ઠંડક પ્રસરી હતી. ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
બોટાદના ગઢડામા લાંબા વિરામ બાદ મેધરાજાની એન્ટ્રી થઈ હતી. ૨૫ દિવસના વિરામ બાદ એકાએક રાત્રીના ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જોરદાર ગરમી અને બફારામા વરસાદ આવતા વાતાવરણ ઠંડક પ્રસરી હતી. લાંબા વિરામ બાદ વરસાદ આવતા હતાશ થયેલા ધરતીપુત્રોના જીવમાં જીવ આવ્યો હતો.
સાબરકાંઠા જિલ્લામાં પણ વરસાદ આવ્યો હતો. સાબરકાંઠા જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. વડાલી પંથકમાં અચાનક પવન સાથે વરસાદ શરૂ થયો હતો. લાંબા વિરામ બાદ વરસાદ પડતા ખેડુતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ગરમી અને બફારાથી રાહત મળતા નાગરિકો પણ ખુશ થયા હતા.
છોટાઉદેપુર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. લાંબા વિરામ બાદ મેઘરાજાની થઈ પધરામણીથી ખુશીનો માહોલ. છોટાઉદેપુર ,પાવીજેતપુર,બોડેલી, નસવાડી સહિત જિલ્લામાં છવાયો વરસાદી માહોલ જોવા મળ્યો હતો. લાંબા વિરામ બાદ વરસાદનુ આગમન થતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી હતી. ભારે ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમા પણ પ્રસરી ઠંડક. છોટાઉદેપુર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. છોટાઉદેપુર ,પાવીજેતપુર,બોડેલી, નસવાડી સહિત જિલ્લામાં છવાયો વરસાદી માહોલ જોવા મળ્યો હતો. લાંબા વિરામ બાદ વરસાદ નુ આગમન થતા ખેડૂતોમાં આનંદની લાગણી. ભારે ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમા પણ પ્રસરી ઠંડક.
ગુજરાત બ્રેકીંગ તાપી- નિઝર કુકરમુંડા તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. સાંજે 6 થી 8 દરમ્યાન 2 ઇંચ વરસાદ વરસ્યો હતો. લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતો માં આનંદ ની લાગણી ફેલાઇ. લાંબા વિરામ બાદ પડેલા વરસાદ ના કારણે કુકરમુંડા તાલુકા ના બહુરૂપા ગામ ના કેટલાક ઘરો માં પાણી ઘુસ્યા. વરસાદી પાણી નો નિકાલ નહીં થતા કેટલાક ઘરોમાં પાણી પ્રવેશ્યા હતા.
ખેડા જિલ્લામાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું હતું. યાત્રાધામ ડાકોર ઠાસરા ગળતેશ્વર મહુધા મહેમદાવાદમાં વરસાદનું આગમન થયું હતું. ભારે પવન સાથે વરસી રહ્યો છે વરસાદ થયો હતો. વરસાદને પગલે ગ્રામીણ વિસ્તારોમાં વીજળી ગુલ થઇ હતી. સિંચાઇના પાણીની રાહ જોતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. ચરોતરના તમાકુ ડાંગર સહિતના પાકોને નવું જીવતદાન મળ્યું છે. ડાકોર માં ભારે પવન સાથે વરસાદ નોંધાયો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે