ગુજરાતની દીકરી આધ્યા દુનિયામાં વગાડશે ડંકો! આ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડનું જોયું છે સપનું!

વલ્લભવિદ્યાનગરનાં નાનાબજારમાં રહેતી અને હોમ સાયન્સ કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી સામાન્ય મધ્યમ વર્ગીય પરિવારની આધ્યા અગ્રવાલને શુટીંગનો શોખ હોવાથી તેણે આણંદનાં જીટોડીયા ખાતે ચાલતી લજ્જા શુટીંગ એકેડમીમાં પ્રવેશ મેળવ્યો હતો.

ગુજરાતની દીકરી આધ્યા દુનિયામાં વગાડશે ડંકો! આ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડનું જોયું છે સપનું!

બુરહાન પઠાણ/આણંદ: પેરૂની રાજધાની લીમા ખાતે ઈન્ટરનેશનલ શુટીંગ સ્પોર્ટસ ફેડરેશન દ્વારા આગામી 27 સપ્ટેમ્બરથી પ્રારંભ થનારી જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં આણંદની લજ્જા શુટીંગ એકેડમીની વિદ્યાર્થીની આધ્યા અગ્રવાલનું સિલેકશન થતા ચરોતરમાં શુટર લજ્જા ગોસ્વામી બાદ હવે આધ્યા અગ્રવાલ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ઝળકશે. 

વલ્લભવિદ્યાનગરનાં નાનાબજારમાં રહેતી અને હોમ સાયન્સ કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી સામાન્ય મધ્યમ વર્ગીય પરિવારની આધ્યા અગ્રવાલને શુટીંગનો શોખ હોવાથી તેણે આણંદનાં જીટોડીયા ખાતે ચાલતી લજ્જા શુટીંગ એકેડમીમાં પ્રવેશ મેળવ્યો હતો. જયાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વિવિધ ગોલ્ડ મેડલ મેળવનાર અને હાલમાં પોલીસ વિભાગમાં ફરજ બજાવનાર લજ્જા ગોસ્વામી પાસેથી તેણીએ માર્ગદર્શન મેળવ્યું અને કોચ બ્રહ્મ ગોસ્વામી પાસેથી છેલ્લા ચાર વર્ષથી તેણી શુટીંગની તાલીમ પ્રાપ્ત કરી રહી છે. 

પેરૂ ખાતે યોજાનારી જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં આધ્યા અગ્રવાલની પસંદગી થતા તેણી ખુબ જ ઉત્સાહ અનુભવી રહી છે અને આગામી 27મી સપ્ટેમ્બરનાં રોજ યોજાનારી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તે આંતરરાષ્ટ્રીય સ્પર્ધકો સામે ટકરાશે. આધ્યાએ આ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી દેશનું ગૌરવ વધારવાની આશા વ્યકત કરી હતી. 

હાલમાં આ ચેમ્પિયનશિપની તૈયારી માટે આધ્યા દરરોજ બેથી ત્રણ કલાક શુટિંગની પ્રેકટીસ કરી રહી છે અને વર્લ્ડ ચેમ્પિયનશિપ સહીત વિવિધ ટુર્નામેન્ટોમાં ભાગ લઈ ગોલ્ડ મેડલ મેળવી ભારતનું નામ સમગ્ર વિશ્વમાં ઝળહળતું કરવા માટે તેણી ખુબજ આતુર હોવાનું જણાવ્યું હતું. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news