કુવૈત પોલીસે આગકાંડ બાદ 10 ગુજરાતીઓની અટકાયત કરી, તમામ મોઢપટેલ પરિવારના

10 Gujarati people Arrested by Kuwait Police : કુવૈત પોલીસે સાબરકાંઠાના 10 ગુજરાતીઓની કરી ધરપકડ, PM અને વિદેશ મંત્રીને પત્ર લખીને છોડાવવા માંગ કરાઈ
 

કુવૈત પોલીસે આગકાંડ બાદ 10 ગુજરાતીઓની અટકાયત કરી, તમામ મોઢપટેલ પરિવારના

Kuwait Fire Accident : 12 જુનના રોજ કુવૈતની એક ઈમારતમા આગ લાગતા 50 લોકોના મોત નિપજ્યા હતા. જેમાં 45 ભારતીયો સામેલ હતા. આ તમામ શ્રમિકો એક જ ઈમારતમાં રહેતા હતા. આ આગકાંડથી કુવૈત પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, જેમાં જાણવા મળ્યું કે આ ઈમારતમાં અનેક લોકો ગેરકાયદેસર રીતે રહેતા હતા. જેમાં કેટલાક ગુજરાતીઓ પણ ગેરકાયદે રહેતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે આવા ગેરકાયદેસર રહેતા 10 ગુજરાતીઓને કુવૈત પોલીસે ધરપકડ કરી છે. 

કુવૈત પોલીસે આ 10 લોકોની કરી ધરપકડ

  • અલ્પેશભાઈ રમણલાલ મોઢપટેલ
  • હિમાંશુકુમાર રસિકલાલ મોઢપટેલ
  • બિપીનકુમાર શિવલાલ મોઢપટેલ
  • મિલનકુમાર દિનેશભાઈ મોઢપટેલ
  • નિલવ અશોકભાઈ મોઢપટેલ
  • લલિતભાઈ દેવચંદભાઈ મોઢપટેલ
  • અનિલભાઈ નારાયણદાસ મોઢપટેલ
  • નટવરલાલ ભીમજીભાઈ મોઢપટેલ
  • બિપીનભાઈ કોદરભાઈ મોઢપટેલ
  • વિવેકભાઈ ખેમજીભાઈ મોઢપટેલ

કુવૈતની ઈમારતની આગ લાગવાની ઘટના બહુ જ મોટી છે. તેથી આ આગકાંડ બાદ કુવૈત પોલીસે એક્શન લેવાનું શરૂ કરયું છે. ખાસ કરીને ગેરકાયદેસર રીતે રહેતા લોકો પર તવાઈ આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કુવૈત પોલીસે ગેરકાયદેસર રહેતા લોકોને પકડવાનું શરૂ કર્યું છે. જેના કારણે કુવૈતમાં જૂની ઈમારતોને ખાલી કરાવવામાં આવી રહી છે. જેમાં 10 ગુજરાતીઓની અટકાયત કરવામાં આવી છે. આ તમામ સાબરકાંઠાના વિજયનગરના રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે. કુવૈતમાં દઢવાવના કલાલ પરિવારના સભ્યોની અટકાયત કરાઇ છે.

ગુજરાતીઓની અટકાયતથી સાબરકાંઠામાં રહેતો તેમનો પરિવાર ચિંતાતુર બન્યો છે. પરિવારે પોતાના લોકોને છોડાવવા માટે સરકાર પાસે મદદની આશા રાખી છે. આ અંગે રમણભાઈ કુરજીભાઈ મોઢપટેલે PM નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી અને સાબરકાંઠાના સાંસદ શોભના બારૈયા અને રાજ્યસભાના સાંસદ રમીલા બારાને પત્ર લખીને આ લોકોને મુક્ત કરવા માંગ કરી છે.

તો બીજી તરફ, અટકાયત કરાયેલા ગુજરાતી યુવકોને છોડવવા માટે ઈન્ડિયન એમ્બેસી પ્રયાસ કરી રહી છે. હવે શું થશે તે તો આગામી સમય જ બતાવશે. પરંતુ હાલ વતનમાં રહેતો તેમનો પરિવાર ચિંતાતુર બન્યો છે. 

એક્શનમાં આવી કુવૈત સરકાર, આપી દીધો મોટો આદેશ
કુવૈતની મંગફ બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટનામાં 40 લોકોના મોત બાદ ત્યાંની સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. કુવૈતના આંતરિક મંત્રી શેખ પહદ અલ યૂસુફ અલ સબાહે બિલ્ડિંગના માલિકને પકડવાના આદેશ આપી દીધા છે. તેમણે કહ્યું કે, બિલ્ડિંગ અને મજૂરોથી સંબંધિત કંપની બંને આ ઘટના માટે જવાબદાર છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news