કચ્છ: ધોનીની પુત્રી પર અભદ્ર ટિપ્પણી કરી સમગ્ર ગુજરાતને શર્મસાર કરનાર નરાધમ કિશોરની અટકાયત

કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સામેની મેચ દરમિયાન બુધવારે 168 રનનાં સરળ ટાર્ગેટને પ્રાપ્ત નહી કરી શકવાના કારણે ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) ની ટીમનો 10 રનથી પરાજય થયો હતો. જેના પગલે મેચ બાદ કેપ્ટન ધોની અને કેટલાક બેટ્સમેન ફેન્સની ટીકાનો શિકાર બન્યા હતા. જેમાં કેદાર જાધવ અને મહેન્દ્રસિંહ ધોની મુખ્યા હતા. કેદારે 12 બોલમાં માત્ર 7 જ રન બનાવતા ફેન્સ ગુસ્સે ભરાયા હતા. જેના પગલે કેટલાક યુઝર્સે ખુબ જ શરમજનક ટિપ્પણી કરી હતી. હદ તો ત્યારે થઇ જ્યારે એક ફેન દ્વારા ધોનીની નાનકડી પુત્રી વિશે ખુબ જ વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવી હતી. 

કચ્છ: ધોનીની પુત્રી પર અભદ્ર ટિપ્પણી કરી સમગ્ર ગુજરાતને શર્મસાર કરનાર નરાધમ કિશોરની અટકાયત

રાજેન્દ્ર ઠાકર/ ભુજ : કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સામેની મેચ દરમિયાન બુધવારે 168 રનનાં સરળ ટાર્ગેટને પ્રાપ્ત નહી કરી શકવાના કારણે ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) ની ટીમનો 10 રનથી પરાજય થયો હતો. જેના પગલે મેચ બાદ કેપ્ટન ધોની અને કેટલાક બેટ્સમેન ફેન્સની ટીકાનો શિકાર બન્યા હતા. જેમાં કેદાર જાધવ અને મહેન્દ્રસિંહ ધોની મુખ્યા હતા. કેદારે 12 બોલમાં માત્ર 7 જ રન બનાવતા ફેન્સ ગુસ્સે ભરાયા હતા. જેના પગલે કેટલાક યુઝર્સે ખુબ જ શરમજનક ટિપ્પણી કરી હતી. હદ તો ત્યારે થઇ જ્યારે એક ફેન દ્વારા ધોનીની નાનકડી પુત્રી વિશે ખુબ જ વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવી હતી. 

ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની માસૂમ દીકરી પર દુષ્કર્મ કરવાની સોશિયલ મિડીયા પર વિવાદાસ્પદ ટિપ્પણી અને ધમકીના કેસમાં પોલીસ દ્વારા ત્વરીત કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપીની ઓળક કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં આરોપી કચ્છનો હોવાનું સામે આવ્યું હતું. ધમકી આપનારો શખ્ય કચ્છના મુંદરાનો રહેવાસી નીકળતાં કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ઈન્સ્ટાગ્રામ પર એક શખ્સ અત્યંત અભદ્ર ભાષામાં ધોનીની પાંચ - છ વર્ષની દીકરી ઝીવા ધોની સાથે જાતીય દુરાચાર આચરવાની કોમેન્ટ કરી હતી. 

જો કે આ કોમેન્ટના ક્રિકેટ વિશ્વ અને સોશિયલ મિડીયા પર અત્યંત ઘેરાં પ્રત્યાઘાત પડ્યા હતા. ન માત્ર કચ્છ પરંતુ ગુજરાત અને સમગ્ર દેશનાં લોકોએ આ વ્યક્તિ પર કડકમાં કડક કાર્યવાહી કરવા માટે અપીલ કરી હતી. જેના પગલે રાંચી પોલીસે કોમેન્ટ કરનાર શખ્સ સામે ફોજદારી ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસમાં કોમેન્ટ કરનાર શખ્સ મુંદ્રાના નાના કપાયાનો કિશોર હોવાનું સામે આવ્યું હતું. જેના પગલે આજે કચ્છ પોલીસ દ્વારા તેની અટકાયત કરવામાં આવી હતી. કાલે રાંચી પોલીસને આ યુવાનનો હવાલો સોંપવામાં આવશે. જો કે આરોપી કિશોર હોવાના કારણે તેની વિરુદ્ધ જુવેનાઇલ જસ્ટીસ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. સ એક્ટ હેઠળ કાર્યવાહી કરાશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news