Kutch District પંચાયતનું 40.28 કરોડનું બજેટ, જાણો કયા ક્ષેત્રમાં કેટલી કરાઈ જોગવાઈ
કચ્છ જિલ્લા (Kutch District) પંચાયતના પ્રમુખ દ્વારા 40.28 કરોડનું બજેટ (Budget 2021) બહાર પાડવામાં આવ્યું છે. આજે ભુજના જિલ્લા પંચાયત ખાતે કચ્છ જિલ્લા પંચાયતની (Kutch District Panchayat) સામાન્ય સભા યોજવામાં આવી હતી
Trending Photos
રાજેન્દ્ર ઠક્કર/ ભુજ: કચ્છ જિલ્લા (Kutch District) પંચાયતના પ્રમુખ દ્વારા 40.28 કરોડનું બજેટ (Budget 2021) બહાર પાડવામાં આવ્યું છે. આજે ભુજના જિલ્લા પંચાયત ખાતે કચ્છ જિલ્લા પંચાયતની (Kutch District Panchayat) સામાન્ય સભા યોજવામાં આવી હતી. આ સામાન્ય સભામાં તમામ 40 એ 40 સદસ્યો હાજર રહ્યા હતા. કચ્છ જિલ્લા પંચાયતના હિસાબી અધિકારી કે.પી.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ પારૂલબેન કારા તથા ઉપપ્રમુખ વનવીર ભાઈ રાજપુતના પ્રમુખ સ્થાને સામાન્ય સભા યોજવામાં આવી હતી.
વર્ષ 2021-22 માટે 40.28 કરોડનું બજેટ
આ સામાન્ય સભામાં કચ્છ જિલ્લા પંચાયતના (Kutch District Panchayat) પ્રમુખ પારૂલબેન કાર્ય દ્વારા વર્ષ 2021-22 નું 40 કરોડ 28 લાખ 47 હજારનું બજેટ (Budget 2021) રજૂ કરવામાં આવ્યું હતું. બજેટમાં સ્વ ભંડોળમાં મુખ્યત્વે જમીન મહેસુલ ઉપકર, સ્ટેમ્પ ડ્યુટી, રેતી રોયલ્ટી, શિક્ષણ ઉપકરની આવકનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સ્વ ભંડોળમાં પંચાયત વિકાસ અને મહેસુલ ક્ષેત્રે 27,10,000, શિક્ષણ ક્ષેત્રે 4,02,00,000 આરોગ્ય ખેતીવાડી તેમજ પશુ પાલન ક્ષેત્રે પણ જોગવાઈ રાખવામાં આવી હતી.
સમાજ કલ્યાણ ક્ષેત્રે 37,50,000, બાંધકામ ક્ષેત્રે 38,45,000, રેતી રોયલ્ટીની ગ્રાન્ટમાંથી વિકાસ કામો માટે 6,00,00,000, જેટિંગ મશીન માટે 10,00,000, સિંચાઇના કામો માટે 50,00,000 ની જોગવાઇ કરવામાં આવી હતી. આ ઉપરાંત સામાન્ય વહીવટ, આરોગ્ય ક્ષેત્ર, પશુપાલન ક્ષેત્ર, આંકડા ક્ષેત્ર, કુદરતી આફત ક્ષેત્ર, icds ક્ષેત્ર, નાના ઉદ્યોગ અને સહકાર ક્ષેત્રે, તાલુકાઓની ફાળવણી અને આયુર્વેદ ક્ષેત્ર જેવા ક્ષેત્રોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. બજેટમાં 2021-2022 ના વર્ષની ઉઘડતી સિલક 38,57,14,000, કુલ આવક 37,89,35,000, કુલ ખર્ચ 36,18,02,000 અને 31/03/2022 ની અંદાજીત બંધ સિલક 40,28,47,000 આંકવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે