ભારતીબાપુના નિવેદનથી ખળભળાટ! જો કોઈ પક્ષ સમાજને મહત્વ નહિ આપે તો... લડી લેવા પણ તૈયાર

ઋષિ ભારતીબાપુએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતની 182 બેઠક માંથી 72 બેઠક ઉપર કોળી સમાજનો હક્ક છે, તેને ન્યાય મળવો જોઈએ, સમાજને જે પક્ષ વધુ ટિકિટ આપશે તેને કોળી સમાજ સમર્થન આપશે.

ભારતીબાપુના નિવેદનથી ખળભળાટ! જો કોઈ પક્ષ સમાજને મહત્વ નહિ આપે તો... લડી લેવા પણ તૈયાર

નવનીત દલવાડી/ભાવનગર: ચુંટણી નજીક આવી રહી છે ત્યારે અનેક સમાજ પોતાની જ્ઞાતિનું વર્ચસ્વ વધારવા તેમજ જ્ઞાતિના ઉમેદવાર ને સ્થાન અપાવવા પ્રયત્નશીલ છે. એવા સમયે ભાવનગર ખાતે પણ કોળી સમાજ દ્વારા અમદાવાદના સરખેજ ખાતે આવેલા ભારતી આશ્રમના મહંત ઋષિ ભારતીબાપુના અધ્યક્ષ સ્થાને યુવા ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

શહેરના શિવશક્તિ હોલ ખાતે યોજાયેલી આ શિબિરમાં કોળી સમાજના તમામ સામાજિક આગેવાનો અને તમામ સંગઠનો એક મંચ ઉપર એકત્રિત થયા હતા, ખાસ તો કોળી સમાજની સામાજિક, શૈક્ષણિક અને રાજકિય બાબતોમાં ઉત્થાન થાય તેવા મુખ્ય મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ શિબિરમાં નક્કી કરાયેલા યોગ્ય દિશા નિર્દેશ મુજબ આગળની રણનીતિ તૈયાર કરવામાં આવશે. આ બેઠકમાં ભાજપ, કોંગ્રેસ અને આપ સાથે જોડાયેલા કોળી સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ઋષિ ભારતીબાપુએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતની 182 બેઠક માંથી 72 બેઠક ઉપર કોળી સમાજનો હક્ક છે, તેને ન્યાય મળવો જોઈએ, સમાજને જે પક્ષ વધુ ટિકિટ આપશે તેને કોળી સમાજ સમર્થન આપશે. જો કોઈ પક્ષ સમાજને મહત્વ નહિ આપે તો કોળી સમાજ હવે જાગૃત બન્યો છે અને સમાજ માટે લડી લેવા પણ તૈયાર છે.

ઋષિ ભારતીબાપુ એ કહ્યું કે, 30, 35 વર્ષથી કોળી સમાજને રાજકીય રીતે અન્યાય થઈ રહ્યો છે જે વ્યાજબી નથી. 

જુઓ આ પણ વીડિયો:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news