જાણી લો વાવાઝોડા અંગેની A TO Z માહિતી, ક્યારે આવશે શું થશે કેવી તકેદારી રાખવી
ગુજરાત પર તૌકતે વાવાઝોડાનું સંકટ તોળાઇ રહ્યું છે. 150થી 160 કિલોમીટરની ઝડપે તોકતે વાવાઝોડું 17 મેની સાંજે સુધીમાં ગુજરાતમાં ત્રાટકે તેવી શક્યતા છે. સોમવાર સવારની સ્થિતીએ વાવાઝોડુ દીવના દક્ષિણ પૂર્વથી 260 કિલોમીટરના અંતરે હતું. જેના પગલે પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, ભાવનગર અને સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠાના જિલ્લાઓમાં 150 કિલોમીટરની વધારે સ્પીડથી ત્રાટકી શકે છે.
Trending Photos
અમદાવાદ : ગુજરાત પર તૌકતે વાવાઝોડાનું સંકટ તોળાઇ રહ્યું છે. 150થી 160 કિલોમીટરની ઝડપે તોકતે વાવાઝોડું 17 મેની સાંજે સુધીમાં ગુજરાતમાં ત્રાટકે તેવી શક્યતા છે. સોમવાર સવારની સ્થિતીએ વાવાઝોડુ દીવના દક્ષિણ પૂર્વથી 260 કિલોમીટરના અંતરે હતું. જેના પગલે પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, ભાવનગર અને સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠાના જિલ્લાઓમાં 150 કિલોમીટરની વધારે સ્પીડથી ત્રાટકી શકે છે.
સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ ત્રાટકી શકે છે. આ ઉપરાંત દરિયો પણ ગાંડોતૂર બનશે. ગુજરાત માટે દરેકે દરેક મિનિટ મહત્વની છે. ગ્રેટ ડેન્જર સિગ્નલ લાખ્યું છે જેનો અર્થ છે કે, વાવાઝોડુ પોર્ટ નજીકથી પસાર થશે અથવા તો પોર્ટ પર ટકરાશે. ત્યારે વાતાવરણનો સામનો કરવો પડશે.
ગુજરાતમાં વાવાઝોડુ કાંઠાની વધારે નજીક પહોંચ્યું છે. જેના કારણે દરિયાકાંઠે ગ્રેટ ડેન્જરનું સાઇનબોર્ડ લગાવાયું છે. વાવાઝોડુ રાત્રે 8થી 10 વાગ્યા સુધીમાં દીવ પહોંચશે. પવનની ઝડપ 150થી 170 કિલોમીટરની વચ્ચે રહેવાની શક્યતા છે. વાવાજોડુ મહુવાથી પોરબંદરની વચ્ચેના દરિયાકાંઠે ટકરાઇ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે