Health Secret: PM મોદીનાં માતાના 100 વર્ષ પૂર્ણ, જાણો શું છે હીરાબાની ફિટનેસનું રહસ્ય?

health secret: હીરાબાના ફૂડ વિશે વાત કરીએ તો તે મોટાભાગે ઘરનું બનાવેલું ભોજન ખાય છે. તેઓ ખીચડી, દાળ, ભાત જેવી વસ્તુઓ વધુ ખાય છે. તેમને લાપસી ખૂબ ગમે છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમના જન્મદિવસ નિમિત્તે હીરાબાના આશીર્વાદ લેવા આવે છે, ત્યારે તેમનું મોં પણ ખાંડ અને લાપસીથી મીઠુ કરાવવામાં આવે છે.

Health Secret: PM મોદીનાં માતાના 100 વર્ષ પૂર્ણ, જાણો શું છે હીરાબાની ફિટનેસનું રહસ્ય?

Heeraba Fitness Funda: પીએમ નરેન્દ્ર મોદીના માતા હીરાબા મોદી (હીરાબેન) તેમના જીવનના 100માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. હીરાબા મોદી 100 વર્ષના હોવા છતાં સંપૂર્ણ સ્વસ્થ છે. પરંતુ શું તમને ખબર છે કે હીરાબાના શતાયું થવા પાછળ કયું કારણ જવાબદાર છે? ખરેખર હીરાબા વર્ષોથી તેમના નાના પુત્ર પંકજ મોદી સાથે ગાંધીનગરમાં રહે છે. હીરાબા હજુ પણ તેમના ઘરમાં કોઈ પણ આધાર વગર ચાલે છે અને ઘરના તમામ કામ જાતે જ કરે છે.

હીરાબાને પસંદ છે સાદું ભોજન અને લાપસી
હીરાબાના ફૂડ વિશે વાત કરીએ તો તે મોટાભાગે ઘરનું બનાવેલું ભોજન ખાય છે. તેઓ ખીચડી, દાળ, ભાત જેવી વસ્તુઓ વધુ ખાય છે. તેમને લાપસી ખૂબ ગમે છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમના જન્મદિવસ નિમિત્તે હીરાબાના આશીર્વાદ લેવા આવે છે, ત્યારે તેમનું મોં પણ ખાંડ અને લાપસીથી મીઠુ કરાવવામાં આવે છે. જ્યારે પણ વડાપ્રધાન હીરાબા સાથે ભોજન કરે છે, ત્યારે રોટલી, શાક, દાળ, ભાત અને સલાડ જેવો સાદો ખોરાક ખાય છે.

કોરોના કાળમાં રસી લઈને સમાજને આપેલું ઉદાહરણ
હીરાબા ભલે 100 વર્ષના થઈ ગયા હોય, તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં હીરાબાએ મતદાન કર્યું હતું. કોરોનાના સમયે પણ જ્યારે લોકોના દિલમાં રસીને લઈને મૂંઝવણ હતી ત્યારે તેમણે પોતે જ રસી લઈને સમાજની સામે એક દાખલો બેસાડ્યો હતો.

હીરાબાની તબિયત સામાન્ય લોકો કરતા ઘણી સારી છે
અમદાવાદના એક ડાયટિશિયન કહે છે કે 100 વર્ષની ઉંમરે પણ હીરાબાની બીમારીને કોઇ મોટી બિમારી નથી. તેમનું સ્વાસ્થ્ય સામાન્ય લોકોના સ્વાસ્થ્ય કરતાં ઘણું સારું છે. સાદો ખોરાક એ સ્વસ્થ જીવનની નિશાની છે. અને તે હંમેશા સાદું ખાવાનું પસંદ કરે છે, તેમાં પણ ઘરનું રાંધેલું ભોજન. હીરાબાએ પોતાનું આખું જીવન ખૂબ જ સાદગીમાં વિતાવ્યું છે. સ્વસ્થ જીવન કેવી રીતે જીવવું તે માટે હીરાબા એક ઉત્તમ ઉદાહરણ છે.

અત્રે ઉલ્લેખનીય છે આજે દેશના પીએમ નરેન્દ્ર મોદીના માતા હીરાબાની તબિયત નાદુરસ્ત થતાં યુએન મહેતા હોસ્પિટલમાં એડમિટ કરાયા છે. હાલમાં તેમની તબિયત સુધારા પર હોવાનું હોસ્પિટલ દ્વારા મેડિકલ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news