પતંગ મહોત્સવમાં પતંગબાજોએ ગુજરાતીઓને કરી અપીલ, ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવા આપી સલાહ
International Kite Festival : આજથી અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવની શરૂઆત.. ફેસ્ટિવલમાં પતંગબાજોએ લોકોને ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવા આપી સલાહ.. ZEE 24 કલાકનું અભિયાનની પતંગોત્સવમાં પણ લોકોએ લીધી નોંધ..
Trending Photos
International Kite Festival ગૌરવ પટેલ/અમદાવાદ : અમદાવાદ રિવરફ્રન્ટ પર G20 થીમ પર આજથી પતંગોત્સવની શરૂઆત થયો છે. અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ થયો. ગુજરાતમાં કોરાનાના કારણે 2 વર્ષ સુધી પતંગોત્સવ યોજાયો નથી. પરંતુ હવે પતંગરસીકો માટે નવા વર્ષમાં પતંગોત્સવ યોજાવા જઈ રહ્યો છે. આજથી શરૂ થતો પતંગોત્સવ 14 જાન્યુઆરી સુધી ચાલશે. ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા G-20ની થીમ સાથે આ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ યોજાયો છે. જેમાં 53 દેશના 126 પતંગ રસિકોએ ભાગ લીધો છે. તો સાથે જ 14 રાજ્યોના 65 અને 22 શહેરના 660 પતંગબાજો પતંગ સ્પર્ધામાં ભાગ લીધો છે. મુખ્યમંત્રીએ બલુન આકાશમાં છોડી આતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ખુલ્લો મુક્યો હતો.
પતંગ મહોત્સવમાં ઝી 24 કલાકની ઝુંબેશના પડઘા પડ્યા હતા. પતંગબાજોએ લોકોને ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવા અપીલ કરી હતી. ઝી 24 કલાકે ચાઈનીઝ દોરી વિરૂદ્ધ ઝુંબેશ શરૂ કરી છે. આજથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ થયો છે. જેથી વહેલી સવારથી જ પતંગ રસિકોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. મહેમાનોને ગુજરાતની સંસ્કૃતિની ઝલક મળી શકે તેવું ડેકોરેશન રિવરફ્રન્ટ પર કરાયું છે. કાઈટ વર્કશોપ, પતંગનો ઈતિહાસ ધરાવતું પેવેલિયન મુખ્ય આકર્ષણ બન્યું છે. પતંગ મહોત્સવમાં રોજ જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરાશે. ત્યારે પતંગ મહોત્સવમાં આવેલ લોકો પણ ZEE 24 કલાકની ઝુંબેશમાં જોડાયા છે. પતંગબાજોએ ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવા ગુજરાતના લોકોને અપીલ કરી છે.
આ પણ વાંચો :
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધનમાં કહ્યું કે, પતંગ મહોત્સવ આકાશને આંબવાનો અવસર છે. પતંગ એ ઉડાન અને ઉન્નતિનું પ્રતિક છે. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાત ઊંચાઈએ જઈ રહ્યું છે. વડાપ્રધાનની શરૂઆત ગુજરાતની વૈશ્વિક ઓળખ બની ગઈ છે. 53 દેશના 126 પતંગબાજોએ આવીને રેકોર્ડ બનાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જી 20ની મેજબાની કરી રહ્યું છે. ઉત્તરાયણ એટલે સૂરજનું ઉત્તર દિશા તરફ પ્રયાણ છે. બે દાયકા પહેલા 8 કરોડનો વેપાર હતો તે હવે 625 કરોડ થયો છે. 1 લાખ 30 હજાર લોકો તેમાં રોજગારી મેળવે છે. પતંગ મહોત્સવ આકશને આબવાનો અને નવી ઉંચાઇએ પહોંચવાનો ઉત્સવ છે. મોદી જીના નેત્રુત્વમાં છેલ્લા બે દાયકાથી ગુજરાચ વિકાસની નવી ઉંચાઇઓને આંબી રહ્યો છે. આ વર્ષનો પતંગ મહોત્સવ જી ૨૦ ની થીમ પર છે. ભારત પ્રથમ વાર જી 20 ની યજમાની કરી રહ્યુ છે. ગુજરાતને જી ૨૦ ની ૧૫ બેઠકોની યજમાનીનો મોકો મળ્યો છે. આકાશ વિશ્વ બંધુત્વનો પર્યાય છે. ઉત્તરાયણ એટલે સુર્ય નારાયણની ઉત્તર તરફની ગતિ. ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થ વ્યવસ્થા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે