Kishan Bharvad Murder Case: કોર્ટે ત્રણેય આરોપીના રિમાન્ડ કર્યા મંજૂર, પૂછપરછમાં ખૂલશે અનેક રહસ્યો
કિશન ભરવાડ હત્યા કેસમાં મુખ્ય આરોપી એવા શબ્બીર ચોપડા, ઈમ્તિયાઝ પઠાણ અને મૌલાના ઐયુબ જાવરાવાલાને ગુજરાત ATSની ટીમે રિમાન્ડ પૂર્ણ થતાં સ્પેશિયલ કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા.
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ: કિશન ભરવાડ હત્યા કેસમાં પકડાયેલા આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓને ગુજરાત ATSની ટીમે કોર્ટ સમક્ષ રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. જોકે કોર્ટે વિવિધ મુદ્દાઓ ધ્યાનમાં લઈને ત્રણે આરોપીઓના દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા હતા.
કિશન ભરવાડ હત્યા કેસમાં મુખ્ય આરોપી એવા શબ્બીર ચોપડા, ઈમ્તિયાઝ પઠાણ અને મૌલાના ઐયુબ જાવરાવાલાને ગુજરાત ATSની ટીમે રિમાન્ડ પૂર્ણ થતાં સ્પેશિયલ કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. જોકે આ કેસમાં ઘણી તપાસ કરવાની બાકી હોવાના કારણે એટીએસે 14 દિવસના ફર્ધર રિમાન્ડની માગણી કરી હતી. પરંતુ વિવિધ મુદ્દાઓ ધ્યાને લઇને કોર્ટે 9 દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા હતા. ત્રણેય આરોપીઓને ATS કોર્ટમાં રજૂ કર્યા બાદ કેટલાક મહત્વના મુદ્દે તપાસ કરવા દલીલો કરી હતી.
જેમાંથી મોબાઈલ અને સીમકાર્ડ શોધવાના બાકી હોવાનો એક મુદ્દો દલીલ માં ઉપસ્થિત થયો હતો. આરોપીઓએ ગુનો કર્યા બાદ ગુનામાં વાપરેલો મોબાઇલ ફોન અને સીમકાર્ડ ફેંકી દીધા છે તે અંગેની તપાસ કરવા સારું પણ રિમાન્ડની જરૂરિયાત છે સાથે જ અન્ય 17 જેટલા મુદ્દાઓ હતા.
જેમાં તપાસ કરવાની બાકી હોવાથી રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી.પરંતુ બચાવપક્ષના વકીલે રજૂઆત કરતા રિમાન્ડ ના મુદ્દાઓ રીપીટ થતા હોય હોવાની પણ દલીલ કરી એકના એક કારણો રજૂ કરી રિમાન્ડ ન આપી શકાય કેવી રજૂઆત કરી હતી.
શું હતા રિમાન્ડ ના મુદ્દા ?
- આરોપીઓએ મોબાઈલ ફોન અને સીમકાર્ડ ફેંકી દીધા તે શોધવાના બાકી
- ગુનો કર્યા બાદ આરોપી શબ્બીર અને ઈમ્તિયાઝએ ગુના સમયે પહેરેલા કપડાં શોધવા તપાસ કરવી જરૂરી
- મૌલાના ઐયુબ જાવરાવાલાએ છપાવેલા ચાર હજાર પુસ્તકો પૈકી ત્રણ હજાર પુસ્તકો ક્યાં છે તે અંગે તપાસ
- પોરબંદરમાં સાજણ ઓડેદરા અને કિશન ભરવાડ ની રેકી દરમ્યાન આરોપીઓ કોને કોને મળ્યા તે અંગે તપાસ
- આરોપીઓ આ માટે કોની પાસેથી ફંડ મેળવ્યું તે બાબતે તપાસ
- સોશિયલ મીડિયામાં કેટલીક વિવાદિત પોસ્ટ અંગે માહિતી એકત્ર કરી તેમના વિરૂદ્ધ કોઈ કાવતરું થયું હતું કે કેમ ?
- આરોપીઓએ વિદેશમાંથી કે ભારતમાંથી ક્યાંથી ફંડ મેળવ્યું હતું તે બાબતે તપાસ
- કિશન સિવાય અન્ય કયા વ્યક્તિઓ તેમના હત્યા કરવાના ટાર્ગેટમાં હતા તે અંગે તપાસ
- પકડાયેલા આરોપીઓ ઈસ્લામિક કટ્ટરપંથી સંસ્થા કે ભારત વિરોધી આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા છે કે કેમ તેની પણ તપાસ
ઉપરના મુદ્દા ઉપર પોલીસે તપાસ કરવાની બાકી હોય રિમાન્ડની માંગણી કરી હતી જોકે કોર્ટે આ તમામ મુદ્દાઓને ધ્યાને લઈને 14 ફેબ્રુઆરી સુધી ગ્રાહ્ય રાખ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે