ત્રણ દિવસ બાદ ખંભાતમાં શાંતિ, પોલીસના રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ વચ્ચે બજારો ખૂલ્યા

આણંદ જિલ્લા ખંભાત (khambhat) ખાતે સળગેલા છેલ્લા ત્રણ દિવસ બાદ અંજપાભરી શાંતિ આજે જોવા મળી છે. વહેલી સવારથી લોકો પોતપોતાના કામ ધંધે લાગ્યા હતા. છેલ્લા ઘણા સમયથી ખંભાતમાં અસામાજિક તત્વો દ્વારા ખંભાતને બાનમાં લેવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો. સરકાર મોડી મોડી જાગીને તાત્કાલિ પગલાં લીધા હતા. જેમાં સૌથી પહેલા એસપી અને ડિવાઇસેપીની બદલી કરવામાં આવી હતી. ત્યાર બાદ રાજ્યના વડાએ તપાસનો દોર પોતાના હાથમાં લીધો હતો અને તમામ વિગતો જાણીને લોકો પાસેથી માહિતી મેળવી હતી. 

ત્રણ દિવસ બાદ ખંભાતમાં શાંતિ, પોલીસના રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ વચ્ચે બજારો ખૂલ્યા

લાલજી પાનસુરીયા/આણંદ :આણંદ જિલ્લા ખંભાત (khambhat) ખાતે સળગેલા છેલ્લા ત્રણ દિવસ બાદ અંજપાભરી શાંતિ આજે જોવા મળી છે. વહેલી સવારથી લોકો પોતપોતાના કામ ધંધે લાગ્યા હતા. છેલ્લા ઘણા સમયથી ખંભાતમાં અસામાજિક તત્વો દ્વારા ખંભાતને બાનમાં લેવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો. સરકાર મોડી મોડી જાગીને તાત્કાલિ પગલાં લીધા હતા. જેમાં સૌથી પહેલા એસપી અને ડિવાઇસેપીની બદલી કરવામાં આવી હતી. ત્યાર બાદ રાજ્યના વડાએ તપાસનો દોર પોતાના હાથમાં લીધો હતો અને તમામ વિગતો જાણીને લોકો પાસેથી માહિતી મેળવી હતી. 

લાખ પ્રયાસો છતાં આખરે ટ્રમ્પ-મોદીના રોડ શોમાં વચ્ચે આવી ગયું હતું કૂતરું... પછી તો....

ખંભાતમાં હિંસા પછી રાજ્ય સરકાર સતર્ક થઈ હતી. ગુજરાતના ડીજીપી શિવાનંદ ઝાએ લીધી ખંભાતની મુલાકાત લીધી હતી. જેના બાદ કહ્યું હતું કે, શાંતિ ડહોળનારાઓને બક્ષવામાં નહી આવે. તો ખંભાતમાં ત્રણ દિવસના અજંપા બાદ આજે સવારથી જ શાંતિનો માહોલ જોવા મળ્યો છે. સવારથી બજારો રાબેતા મુજબ ખૂલ્યા છે. પોલીસ દ્વારા રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. તો સાથે જ આણંદના એસપી અજીત રાજીયાને પણ કહ્યું કે, પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. 

Live : બજેટ પહેલા હાથમાં બેગ પકડીને શું કહ્યું નીતિન પટેલે....

સામાન્ય રીતે અક્બરપુરા અને આજુબાજુના વિસ્તારમાં સામાન્ય કોમી છમકલાં થતા  હતા. પણ 23 ફેબ્રુઆરીના રોજ અસામાજિક તત્વો દ્વારા પીજપુરમાં જે આંતક મચાવવામાં આવ્યો હતો, તેના કારણે સામાન્ય માણસોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાતા પોલીસ દ્વારા તાત્કાલિક પગલા લેવાનું શરૂ કરાયું હતું.  

ત્યાર બાદ રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક લોકોની રજૂઆત બાદ અશાંતધારો લાગુ કરવાની ખાતરી આપી હતી. જે લોકો ઉપર ફરિયાદ કરવામાં આવી હતી તે તત્વોને પકડવાની તજવીજ હાથ ધરાઈ છે. આજે બુધવારે ખંભાત ચારે બાજુથી શાંતિનો મહોલ જોવા મળી રહ્યો છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news