સોમનાથ ટ્રસ્ટના ચેરમેન તરીકે કેશુભાઈ પટેલની પુનઃવરણી કરાઈ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રસ્ટની બેઠકમાં કેશુબાપાના નામનું સુચન કર્યું હતું
Trending Photos
ગાંધીનગરઃ વડા પ્રદાન નરેન્દ્ર મોદી ગુરૂવારે એક દિવસની ગુજરાતની યાત્રાએ આવ્યા હતા. આ દરમિયાન તેમણે રાજભવન ખાતે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓની બેઠકમાં પણ ભાગ લીધો હતો. આ બેઠકમાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને સોમનાથ ટ્રસ્ટના વર્તમાન ચેરમેન કેશુભાઈ પટેલની ટ્રસ્ટના ચેરમેન પદે પુનઃવરણી કરવામાં આવી હતી.
ગાંધીનગર રાજભવન ખાતે યોજાયેલી સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં વડા પ્રધાન મોદી ઉપરાંત ઉપરાંત સોમનાથ ટ્રસ્ટના અન્ય ટ્રસ્ટી સભ્યો એવા સાંસદ લાલકૃષ્ણ આડવાણી, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ, ઝારખંડથી રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી અને પી.કે. લહેરી હાજર રહ્યા હતા. પીએમ મોદીએ સોમનાથ ટ્રસ્ટના આગામી વર્ષના ચેરમેન પદ માટે કેશુભાઈ પટેલના નામનું સુચન કર્યું હતું. તેમના આ સુચનેન ટ્રસ્ટના અન્ય સાતેય સભ્યોએ સમર્થન આપ્યું હતું.
આ રીતે કેશુભાઈ પટેલ આગામી વર્ષ માટે સોમનાથ ટ્રસ્ટના ચેરમેન માટે ફરીથી ચૂંટાઈ આવ્યા હતા. બેઠકમાં સોમનાથ મંદિરના વિકાસકાર્યો મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે