'યુધ્ધ છેડાઈ ચૂક્યું છે એટલે હવે લડ્યા સિવાય છૂટકો નથી', જાણો સંકલન સમિતીએ શું કરી જાહેરાતો?

Loksabha Election 2024: રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું તો ક્ષત્રિય સમાજમાં પોતાનો રોષ યથાવત્ જોવા મળી રહ્યો છે. એકબાજુ ક્ષત્રિય સમાજે નવું અલ્ટીમેટમ પણ આપી દીધું છે. ત્યારે ક્ષત્રિય સંકલન સમિતિની પત્રકાર પરિષદ કરીને આગામી કાર્યક્રમો અને ભાવિ રણનીતિ વિશે માહિતી આપી દીધી છે. કરણસિંહ ચાવડાએ રોકડું પરખાવી દીધું છે કે હવે સંકલન સમિતિ કોઈ સમાધાન મિટિંગમાં જશે નહિ.

'યુધ્ધ છેડાઈ ચૂક્યું છે એટલે હવે લડ્યા સિવાય છૂટકો નથી', જાણો સંકલન સમિતીએ શું કરી જાહેરાતો?

Loksabha Election 2024: ક્ષત્રિયોના આક્રમક વિરોધ વચ્ચે રાજકોટથી રૂપાલાએ પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે. ક્ષત્રિય સમાજની માગણી હાલ પુરતી તો સ્વીકારી નથી. રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું તો ક્ષત્રિય સમાજમાં પોતાનો રોષ યથાવત્ જોવા મળી રહ્યો છે. એકબાજુ ક્ષત્રિય સમાજે નવું અલ્ટીમેટમ પણ આપી દીધું છે. ત્યારે ક્ષત્રિય સંકલન સમિતિની પત્રકાર પરિષદ કરીને આગામી કાર્યક્રમો અને ભાવિ રણનીતિ વિશે માહિતી આપી દીધી છે. કરણસિંહ ચાવડાએ રોકડું પરખાવી દીધું છે કે હવે સંકલન સમિતિ કોઈ સમાધાન મિટિંગમાં જશે નહિ.

ભાજપ વિરૂદ્ધ મતદાન કરવા અપીલ કરવામાં આવશે: કરણસિંહ ચાવડા 
કરણસિંહ ચાવડાએ પત્રકાર પરિષદ કરીને આગામી કાર્યક્રમો અને ભાવિ રણનીતિ વિશે વાત કરતા જણાવ્યું હતું કે યુધ્ધ છેડાઈ ચૂક્યું છે એટલે હવે લાગ્યા સિવાય છૂટકો નથી. ક્ષત્રિયો આવતીકાલથી કાર્યક્રમો શરૂ કરશે. આવતીકાલે ગામડાઓમાં રામનવમીના દિવસે મહાઆરતી કરવામાં આવે. દરેક ગામડાઓમાં 12.39 વાગ્યે આરતી કરશે અને શોભાયાત્રા કરવામાં આવશે. ગામડાઓમાં સભા ભરાશે અને પરસોતમ રૂપાલાને મત નહિ આપવા અપીલ કરવામાં આવશે. દરેક ગામમાં દરેક જ્ઞાતિના લોકોને ભાજપ વિરૂદ્ધ મતદાન કરવા અપીલ કરવામાં આવશે.

ભાજપની સભાઓમાં અમે કાયદાની મર્યાદામાં દેખાવો કરશું: કરણસિંહ ચાવડા 
તેમણે વઘુમાં ઉમેર્યું હતું કે કોર કમિટીના મેમ્બર અલગ અલગ ટીમો બનાવી ઘરો સુધી પહોંચશે. લોકોને ભાજપ વિરૂદ્ધ વોટિંગ કરવા સમજાવવામાં આવશે. ભાજપની સભાઓમાં અમે કાયદાની મર્યાદામાં દેખાવો કરશું. ક્ષત્રિય સમાજ દરેક ગામડાઓમાં ભાજપ વિરૂદ્ધ પ્રચાર કરશે. આણંદ, જામનગર જિલ્લામાં મહાસંમેલન બોલાવવામાં આવશે. આવનારા દિવસોમાં દરેક જિલ્લામાં સંમેલન બોલાવશું. આગામી 19 તારીખે ગુજરાત રાજ્યની રાજપૂત સમાજની સમિતિની બેઠક યોજાશે. 19 તારીખની બેઠકમાં આગામી રણનીતિ તૈયાર કરશું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news