1400 કિલો ચાંદીની લૂંટ: 'ધૂમ' માં સ્ટંટની ઓફર ના ગમી તો આ ગેંગે બીજા દિવસે કરોડોની ચાંદી લૂંટી
રાજકોટ અમદાવાદ હાઇવે પર સાયલા પાસેથી જઈ રહેલી બોલેરો કાર જેમાં કરોડો રૂપિયાની ચાંદી અને ઈમિટેશન જ્વેલરી ભરેલી હતી જેની 17 ફેબ્રુઆરીના લૂટ થઈ હતી.
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ: સાયલા હાઈવે પર થયેલી કરોડોની ચાંદીની લૂંટનો ભેદ આખરે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ્યો છે. 992 કિલો ચાંદી અને ઇમિટેશન જ્વેલરી લઇને અમદાવાદ તરફ જતી બોલેરો ગાડીને આંતરી ડ્રાઇવર અને ક્લીનરના અપહરણ કરી, માર મારી ચાંદીની લૂટ ચલાવવામાં આવી હતી. સમગ્ર મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મધ્યપ્રદેશ થી આરોપીની ધરપકડ કરી છે. કોણ છે આ આરોપીઓ અને કઈ રીતે આપ્યો લૂંટને અંજામ જોઈએ આ એહવાલ માં.
રાજકોટ અમદાવાદ હાઇવે પર સાયલા પાસેથી જઈ રહેલી બોલેરો કાર જેમાં કરોડો રૂપિયાની ચાંદી અને ઈમિટેશન જ્વેલરી ભરેલી હતી જેની 17 ફેબ્રુઆરીના લૂટ થઈ હતી. ચાંદી ચોરીની લૂંટને અંજામ આપવાની ઘટના કોઈ ફિલ્મની સ્ટોરીને પણ ટક્કર મારે તેવી હતી. લૂંટના ઘટના સામે આવતા રાજકોટ રેન્જ, સુરેન્દ્રનગર પોલીસ તેમજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અલગ અલગ ટીમો આરોપીઓને પકડવા કામે લાગી હતી. જેમાં 10 દિવસ બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મધ્યપ્રદેશ થી ત્રણ લોકોની ધરપકડ કરી છે. જોકે હજી પણ 12 જેટલા આરોપી પોલીસ પકડથી દૂર છે.
લૂંટના ગુનાનો ભેદ ઉકેલવા ક્રાઇમ બ્રાંચ દ્વારા "ઓપરેશન ડીપ સર્ચ" શરૂ કરી અલગ અલગ ટીમોને મધ્યપ્રદેશ મોકલવામાં આવ્યા હતા. જ્યાંથી તપાસમાં સામે આવ્યું કે લૂટ કર્યા બાદ મુદ્દામાલ જે ટ્રકમાં ભરી ગયા હતા તે ટ્રકના માલિક દમણ હતા જેની પૂછપરછમાં સામે આવ્યું કે તેને ટ્રક મધ્યપ્રદેશનાં દેવાસમાં જીતેન્દ્ર ઝાંઝા ને વેચી નાખ્યો હતો. જેના આધારે પોલીસે જીતેન્દ્ર ઝાંઝાની ધરપકડ કરી હતી. જે બાદ જીતેન્દ્રનાં સાગરીતો ચાંદી લૂંટને અંજામ આપ્યા હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે જીતેન્દ્ર ઝાન્ઝા ની પૂછપરછમાં સામે આવ્યું કે ચાંદી લૂંટનો મુદ્દામાલ દેવાસના ચૌબારાધીરા ગામમાં રહેતા જીતેન્દ્ર ચૌહાણના મકાનની પાછળના ભાગમાં વરંડામાં દાટવામાં આવ્યો છે. પોલીસે તપાસ કરતા 75 કિલો એટલેકે 50 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. જેથી પોલીસે જીતેન્દ્ર ચૌહાણ તેના પત્ની બબીતા ચૌહાણ તેમજ કુંદન સુથારની ધરપકડ કરી છે. જોકે પોલીસની વધુ પૂછપરછમાં સામે આવ્યું કે સાયલા ચાંદી લૂંટમાં ટ્રક માલિક જીતેન્દ્ર ઝાન્ઝાએ તેના સાળા અને અન્ય લોકો મારફત દાગીના છુપાવવા 10 ટકા ભાગ આપવાનું નક્કી કર્યું હતું. જેથી જીતેન્દ્ર અને તેની પત્નીએ પોતાના ઘરના પાછળના વરંડામાં ચાંદી દાટી હતી.
જોકે જીતેન્દ્ર ઝાંઝાએ કુંદન ઉર્ફે ગોલુ વિશ્વકર્મા થકી દંપતીનો સંપર્ક કર્યો હતો. જેથી પોલીસે દંપતી સાથે કુંદનની પણ ધરપકડ કરી છે. પકડાયેલ આરોપીઓ ચાંદી લૂંટને અંજામ આપવા લૂંટારાઓ ત્રણ અલગ અલગ કારમાં આવ્યા હતા. લૂટ કેટલી ગાડીમાં કંપની દ્વારા લગાવવામાં આવેલી જીપીએસ લૂટ બાદ ઉજૈન નાગડા રોડ પર બંધ કરી દેવામાં આવ્યું હતું.
ટ્રક માલિક જીતેન્દ્રએ લૂટ બાદ ચિડાવદ ખાતે બોલાવ્યા હતા અને ત્યાં મુદ્દામાલનો ટ્રક દસેક દિવસ લઈ જવા જણાવ્યું હતું જેના બદલામાં ઉધાર નાણાં માફ કરી દેશે અને ટ્રક પણ મફતમાં આપી દેવાની લાલચ આપી હતી. જેથી ટ્રક ડુંગરિયા ગામે શેખર રાવતના ખેતરમાં છુપાવો દેવામાં આવ્યો હતો. જોકે હાલ પણ મુખ્ય આરોપીઓ અને મુદ્દામાલ શોધવા ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટીમો મધ્યપ્રદેશમાં કામગીરી કરી રહી છે.
પકડાયેલી ગેંગ નો શુ છે ગુનાહીત ઇતિહાસ ?
અલગ અલગ રાજ્યોમાં કરોડોની લૂંટને પણ અંજામ આપી ચૂક્યા છે. આ ગેંગના સભ્યો બાઈક સ્ટંટમાં નિપુણ હોવાથી ઘુમ ફિલ્મ સમયે તેમને સ્ટંટ માટે પણ બોલાવવામાં આવ્યા હતા પરંતુ ફિલ્મના પૈસાની બાબતે રકજક થયા ગેંગના સભ્યોએ સ્ટંટ માટે મનાઈ કરી દીધી હતી. જોકે તેજ સમયે આ ગેંગ દ્વારા 11 કરોડની લૂંટને પણ અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. આ સિવાય મહારાષ્ટ્ર કર્ણાટક અને હરિયાણામાં પણ કરોડોની લૂંટને અંજામ આપ્યા બાદ પણ પોલીસ ગિરફતમાં આવ્યા નોહતા. ત્યારે હાલતો પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે અને વધુ 12 ફરાર આરોપીઓની તપાસ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે