કોરોનામાં આખો પરિવાર સંક્રમિત થયાની સ્થિતિમાં કાંધિયા પણ ભાડે રાખવા પડે છે

કોરોનાની મહામારીના કારણે મહાનગરોમાં સ્થિતિ વિપરીત બની છે. રોજનાં નવા કેસનો આંકડો 5000ને પાર થઇ ચુક્યો છે. શહેરનાં ઘણા ઘરોમાં એક વ્યક્તિનાં સંક્રમિત થયા બાદ આખો પરિવાર કોરોનાગ્રસ્ત આવે છે. તેવામાં ગંભીર દર્દીઓ માટે હોમ્ક્વોરન્ટાઇન કોરોનાગ્રસ્ત વ્યક્તિઓને હોસ્પિટલથી માંડીને દવા સુધી લાઇનોમાં ઉભા રહેવું પડતું હોય છે. સ્થિતિ એવી છે કે, જો ઘરમાં કોઇ સ્વજનનું મૃત્યુ થાય તો કાંધ આપવા માટે કોઇ સગા પણ આવતા નથી.
કોરોનામાં આખો પરિવાર સંક્રમિત થયાની સ્થિતિમાં કાંધિયા પણ ભાડે રાખવા પડે છે

અમદાવાદ : કોરોનાની મહામારીના કારણે મહાનગરોમાં સ્થિતિ વિપરીત બની છે. રોજનાં નવા કેસનો આંકડો 5000ને પાર થઇ ચુક્યો છે. શહેરનાં ઘણા ઘરોમાં એક વ્યક્તિનાં સંક્રમિત થયા બાદ આખો પરિવાર કોરોનાગ્રસ્ત આવે છે. તેવામાં ગંભીર દર્દીઓ માટે હોમ્ક્વોરન્ટાઇન કોરોનાગ્રસ્ત વ્યક્તિઓને હોસ્પિટલથી માંડીને દવા સુધી લાઇનોમાં ઉભા રહેવું પડતું હોય છે. સ્થિતિ એવી છે કે, જો ઘરમાં કોઇ સ્વજનનું મૃત્યુ થાય તો કાંધ આપવા માટે કોઇ સગા પણ આવતા નથી.

 

જેના કારણે કાંધીયા ભાડે રાખવાની ફરજ પડે છે. શહેરનાં થલતેજમાં આવેલા સ્મશાનમાં એક મહિલાનું મૃત્યુ થયા બાદ શબવાહિની મૃતદેહની અંતિમક્રિયા કરવા પતિ અને દીકરી બે લોકો જ આવ્યા હતા. તેવામાં સંક્રમણથી સ્વજનો પણ અહીં આવતા ગભરાવા લાગે છે.તેવામાં કોઇનાં ખભે માથુ મુકીને રડી શકાય તેવા સ્વજનો પણ સાથે નહી હોવાનાં કિસ્સાઓ સામે આવી રહ્યા છે.

જ્યારે કેટલાક કિસ્સાઓમાં અન્ય સ્વજનો કોરોનાગ્રસ્ત હોવાથી શરીરમાં નબળાઇના લીધે કાંધ આપી શકાય તેવી સ્થિતિમાં નહી હોવાથી પૈસા આપીને કાંધિયા બોલાવવા પડે તેવા મામલા પણ સામે આવી રહ્યા છે. બીજી તરફ ઘરમાં એક સાથે ઘણા સભ્યો કોરોા સંક્રમિત આવતા જો કોઇ એખની સ્થિતિ બગડે તો કોરોના સંક્રમિત રહેલા ક્વોરન્ટીન દર્દીને નિયમ તોડીને પણ દોડાદોડી કરવી પડે છે. તેવામાં સ્થિતી વધારે ગંભીર બની શકે છે. સાથે અન્ય લોકોમાં પણ કોરોનાસંક્રમણ ફેલાવાનું જોખમ રહેતું હોય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news