Kalol Gujarat Chunav Result 2022: કલોલ બેઠક ઉપર ભાજપ ફરી આગળ ૨૪૯ મતથી આગળ

Kalol Gujarat Chunav Result 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાન થઈ ચુક્યું છે. હવે પરિણામ આવી રહ્યું છે. ઈવીએમમાં કેદ ઉમેદવારોનું ભાવિ આજે નક્કી થવાનું છે. ત્યારે કોને મળ્યો છે જનતાનો જનમત જાણો...

Kalol Gujarat Chunav Result 2022: કલોલ બેઠક ઉપર ભાજપ ફરી આગળ ૨૪૯ મતથી આગળ

Kalol Gujarat Chunav Result 2022: ગુજરાતના ચૂંટણી મહાસંગ્રામમાં આ વખતે ત્રીપાંખીયો જંગ છે. ગુજરાતના રાજ સિંહાસન પર કોણ બેસે છે તેના પર પુરા દેશની નજર છે. આ વખતે ફરી પૂનરાર્તન થાય કે પછી પરિવર્તન થાય છે. ફરી એક વાર ગુજરાતમાં કમળ ખીલે છે કે પછી પંજો પોતાનો હાથ મારે છે. કે પછી આપનો ઝાડૂ પોતાનો જાદૂ ચલાવે છે. તે જોવાનું રહેશે.

કલોલ બેઠક ઉપર ભાજપ ફરી આગળ...૨૪૯ મતે

કલોલ બેઠક પર 5 રાઉન્ડ બાદ કોંગ્રેસ ના બળદેવ જી ઠાકોર 1100 મતે આગળ

કલોલમાં ભાજપના લક્ષ્મણજી ઠાકોર ચોથા રાઉન્ડના અંતે 1422 મત થીઆગળ

કલોલ બેઠક પર ત્રીજા રાઉન્ડ બાદ ભાજપ 451 મતે આગળ

કલોલ બેઠક પર 2 રાઉન્ડ બાદ કોંગ્રેસના બળદેવજી ઠાકોર 205 મત થી આગળ

કલોલ બેઠક પર પહેલા રાઉન્ડ બાદ કોંગ્રેસ આગળ

Gandhinagar Kalol Gujarat Chunav Result 2022:  કલોલ વિધાનસભા બેઠક-
કલોલ વિધાનસભા બેઠક ગાંધીનગર જિલ્લામાં આવે છે. આ બેઠકનો વિસ્તાર સંસદીય મતક્ષેત્ર ગાંધીનગરમાં આવે છે અને અહીંના સાંસદ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ છે.  ભાજપે આ વિધાનસભા બેઠક પરથી વર્ષ 1990થી અત્યાર સુધીમાં 3 વાર જીત મેળવી છે અને કોંગ્રેસે 4 વાર જીત મેળવી છે. કલોલ વિધાનસભા બેઠક પર કુલ 1.59 લાખ જેટલા મતદારો છે. આ મતદારોમાં ઠાકોર જ્ઞાતિના સૌથી વધુ મતદાર છે.

2022ની ચૂંટણી-
આ વખતે ભાજપે ઉમેદવાર તરીકે નવો ચહેરો બકાજી ઠાકોરને જાહેર કર્યો છે. કોંગ્રેસે ચાલુ ધારાસભ્ય બળદેવજી ઠાકોરને રીપીટ કર્યા છે જ્યારે આપે કાંતીજી ઠાકોરને ઉમેદવાર બનાવ્યા છે. 

2017ની ચૂંટણી-
2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર બળદેવજી ઠોકારે ભાજપના ઉમેદવાર ડો. અતુલભાઈ પટેલને 7965 વોટથી હરાવ્યા હતા. બળદેવજી ઠાકોરને કુલ 82886 વોટ મળ્યાં હતા જ્યારે ભાજપ ઉમેદવાર ડો. અતુલ પટેલને 74921 વોટ મળ્યા હતાં

2012ની ચૂંટણી-
2012 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના બળદેવજી ઠાકોર ભાજપના ઉમેદવાર અતુલ પટેલ સામે માત્ર 343 મતોના માર્જીનથી જીત્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news