ST કર્મચારીઓ આક્રમક : CM રૂપાણીની તસવીરને ચપ્પલનો હાર પહેરાવી બેસણું કર્યું
Trending Photos
હનીફ ખોખર/જુનાગઢ : એક જ દિવસમાં એસટી કર્મચારીઓની હડતાળ આક્રમક બની છે. પોતાની માંગો સાથે રસ્તા પર ઉતરી આવેલા અને એસટી બસના પૈડા થંભાવનાર કર્મચારીઓની આ હડતાળનો સૌથી મોટો ભાગ મુસાફરો બની રહ્યા છે. જેમની મુસાફરી પર ગઈકાલથી રોક લાગી ગઈ છે. ગુજરાતના અનેક શહેરોમાં સરકાર ખાનગી બસો ચલાવવા મજબૂર બની છે, અને મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરી રહી છે. ત્યારે રોષે ભરાયેલા એસટીના કર્મચારીઓ હવે વિરોધનું આક્રમક તેવર બતાવી રહ્યાં છે. ગઈકાલે સુરત એસટી કર્મચારીઓએ સેન્ટ્રલ ડેપો પર સીએમ વિજય રૂપાણીનું બેસણુ રાખ્યું હતું, તો બાદમાં જુનાગઢના એસટી કર્મચારીઓએ મુખ્યમંત્રીના ઉઠામણાનો કાર્યક્રમ કરી તેમની તસવીરને ચપ્પલનો હાર પહેરાવ્યો હતો.
જૂનાગઢના એસટી કર્મચારીઓએ પોતાની માંગણીઓને લઈને સરકાર પ્રત્યે પોતાનો રોષ પ્રકટ કરવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીના ઉઠમણાનો કાર્યક્રમ કર્યો હતો. એસટી કર્મચારીઓએ મુખ્યમંત્રીના ફોટાને હારતોરા તો કર્યા જ હતા, સાથે જ તેમની તસવીર પર ચપ્પલના હાર રાખવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે સુરતના ST કર્મચારીઓએ સીએમ વિજય રૂપાણીનું બેસણું કાર્યક્રમ કર્યો હતો. સુરત સેન્ટ્રલ ડેપો પરના બેસણાંમાં કર્મચારીઓ બેસ્યા હતા.
બુધવારે મધ્ય રાત્રિથી જ ગુજરાતભરના એસટીના કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા છે. બુધવારે રાત્રે 12 વાગ્યાને ટકોરે જ એસટીના કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાળનો પ્રારંભ થયો હતો. માર્ગ પરીવહન નિગમના કર્મચારીઓ અને રાજ્ય સરકાર વચ્ચે મડાગાંઠ સર્જાતા રાજ્યભરના મુસાફરો અટવાયા છે. એસટી નિગમના યુનિયને બુધવારે મધરાતથી માસ સીએલ ઉપર ઉતરી ગયા છે અને જેને કારણે ગુજરાતમાં એસટીના પૈડા થંભી ગયા છે. ગુજરાતભરના એસટીના 45 હજાર કર્મચારી હડતાળ પર ઉતરતા મધરાતે જ અનેક મુસાફરો અટવાયા છે. ગુજરાત STનાં 45 હજાર કર્મચારીઓ માસ CL પર ઉતરી જતા 7000 બસના પૈડા થંભ્યા છે. તો 25 લાખથી વધુ મુસાફરોને તેની સીધી અસર થઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે