ગુજરાતના આ ગામમાં ખુલ્લામાં ફરે છે સિંહ, ક્યારેક લોકો સાથે ઉભા પણ રહે છે
Sasan Gir Gujarat: ગીર નેશનલ પાર્ક અને જૂનાગઢ શહેર વચ્ચે સરહદ પર સ્થિત સાસણ ગીર એક અનોખું ગામ છે. નેશનલ પાર્ક સાથે જોડાયેલા હોવાને કારણે આ ગામમાં સિંહોની અવરજવર રહે છે.
Trending Photos
જૂનાગઢઃ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને જૂનાગઢ શહેર વચ્ચે સ્થિત એક ગામ છે, જે ભારતના સૌથી અનોખા ગામમાં આવે છે. નેશનલ પાર્કની પાસે હોવાને કારણે ગામમાં હંમેશા સિંહોની અવર-જવર રહે છે. તમારા માટે આ આશ્ચર્યજનક વાત હશે પરંતુ આ ગામના લોકો માટે આ ઘટના સામાન્ય બની ચુકી છે. અહીં આવનાર સિંહ ન ગામ લોકોને ઈજા પહોંચાડે છે ન ગામ લોકો સિંહથી ડરે છે. બસ અહીંના લોકો સિંહથી અંતર બનાવી રાખે છે.
સાસણ ગીર એશિયાટિક સિંહોનું ઘર
સાસણ ગીર ગામ એશિયાઈ સિંહોના આવાસનું પ્રવેશ દ્વાર છે. નોંધનીય છે કે નેશનલ પાર્કમાં 500થી વધુ સિંહ છે. આ જગ્યા લુપ્તપ્રાય પ્રજાતિઓ માટે એક મહત્વપૂર્ણ સંરક્ષણ ક્ષેત્ર છે.
તમે પણ લો ગીર નેશનલ પાર્કની મુલાકાત
જો તમે ગીર નેશનલ પાર્ક જઈ રહ્યાં છો તો તમારે એક વાર સાસણ ગીર ગામ જરૂર જવું જોઈએ. અહીં જઈને તમને માલધારી સમુદાય, તેની સંસ્કૃતિ અને સૌથી જરૂરી તે જાણવા મળશે કે અહીંના લોકો સિંહ સાથે કઈ રીતે રહે છે.
સાસણ ગીર સિદ્દીમાં છે વધુ એક સમુદાય
સાસણ ગીર સિદ્દી સમુદાયનું ઘર પણ છે. આ સમુદાય ભારતનો અદ્વિતીય સમુદાય છે, નોંધનીય છે કે આ કમ્યુનિટીના લોકો દક્ષિણ પૂર્વ આફ્રિકાના બંટૂ જનજાતિના વંશજ છે.
સાસણ ગીર છે સિંહો માટે સંરક્ષણ ક્ષેત્ર
સાસણ ગીર એક અનોખું અને મહત્વપૂર્ણ સંરક્ષણ ક્ષેત્ર છે, જે એશિયાટિક શેરની વસ્તીને સંરક્ષિત કરવા અને ભારતમાં ઇકો-ટૂરિઝ્મને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
ગામનું આકર્ષણ છે સાસણ
આ ગામનું આકર્ષણ અહીનું ગીર નેશનલ પાર્ક છે, જ્યાં જવા માટે તમારે પરમિટ લેવી પડે છે. આ પરમિટ સવારે અને પછી બપોરે લિમિટેડ રૂપમાં આપવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે