જૂનાગઢ: સ્વામિનારાયણ ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં પત્રકારો પર પોલીસનો લાઠીચાર્જ

જૂનાગઢમાં જવાહર રોડ ઉપર આવેલ શ્રી સ્વામિનારાયણ સુવર્ણ મુખ્ય મંદિરમાં શ્રી રાધારમણદેવ ટેમ્પલ બોર્ડની ચુંટણીમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઇ છે. સાંજે પાંચ કલાકે ચૂંટણી પૂર્ણ થઇ હતી. જૂનાગઢ સ્વામિનારાયણ મંદિર ચૂંટણીના મતદાન પછી પત્રકારો ઉપર પોલીસનો લાઠી ચાર્જ કરવામાં આવતા મામલો ગરમાયો હતો.

જૂનાગઢ: સ્વામિનારાયણ ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં પત્રકારો પર પોલીસનો લાઠીચાર્જ

હનીફ ખોખર/જૂનાગઢ: જૂનાગઢમાં જવાહર રોડ ઉપર આવેલ શ્રી સ્વામિનારાયણ સુવર્ણ મુખ્ય મંદિરમાં શ્રી રાધારમણદેવ ટેમ્પલ બોર્ડની ચુંટણીમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઇ છે. સાંજે પાંચ કલાકે ચૂંટણી પૂર્ણ થઇ હતી. જૂનાગઢ સ્વામિનારાયણ મંદિર ચૂંટણીના મતદાન પછી પત્રકારો ઉપર પોલીસનો લાઠી ચાર્જ કરવામાં આવતા મામલો ગરમાયો હતો.

મતદાન પ્રક્રિયા પછી દેવ પક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે પણ મારામારીની ઘટના પછી પત્રકારો ઉપર પોલીસ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જે અંગે મામલો ગરમાતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી છે. ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં વિવાદ સર્જાતા પત્રકારો પર પોલીસ દ્વારા લાઠી ચાર્જ કરવામાં આવતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો.

સોમવારે સવારે ગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, સંત ની બે બેઠક, પારસદની એક બેઠક અને ગૃહસ્થ ની ચાર બેઠક માટે નું મતદાન પૂર્ણ થયું છે કુલ સાત બેઠક માટે 27700 કરતા વધુ મતદારો હતા અનમે 27 ઉમેદવારો મેદાન માં હતા અત્યારે તમામ ઉમેદવારોનું ભવિષ્ય માટે પેટીમાં કેદ થઇ ગયું છે ત્યારે।.. જોવાનું આ રહે છે આચાર્ય રાકેશ પ્રસાદ ના દેવ પક્ષ કે આચાર્ય અજેન્દ્ર પ્રસાદ ના આચાર્ય પક્ષ મેદાન મારે છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news