જૂનાગઢ: સાચાઅર્થમાં ગુજરાતી સોદો, એશિયાના સૌથી ઉંચા રોપવેની મજા સાથે સિંહ દર્શન ફ્રી

ગિરનાર રોપ વે શરૂ થયા બાદ પ્રવાસીઓમાં ખુબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવે પ્રવાસીઓનો ઉત્સાહ બમણો થઇ ચુક્યો છે. કારણ કે અહીં ભાગ્યે જ દેખાતા સિંહોના પણ દર્શનનો લ્હાવો મળી શકે છે. આજે શનિવારે ગિરનારના પ્રવાસે આવેલા પ્રવાસીઓનાં રોપ વેમાંથી સિંહ જોવા મળ્યા હતા. આ અદ્ભુત દ્રશ્યના પગલે પ્રવાસીઓમાં ખુશી જોવા મળી હતી. જૂનાગઢ રોપ વે શરૂ થઇ ચુક્યો છે. પ્રવાસીઓ રોપ વેમાં બેસી ગિરનાર પર્વત પર આવેલા મા અંબાના દર્શન તેમજ અન્ય દેવી દેવતાઓના દર્શન કરી રહ્યા છે. 

જૂનાગઢ: સાચાઅર્થમાં ગુજરાતી સોદો, એશિયાના સૌથી ઉંચા રોપવેની મજા સાથે સિંહ દર્શન ફ્રી

જૂનાગઢ : ગિરનાર રોપ વે શરૂ થયા બાદ પ્રવાસીઓમાં ખુબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવે પ્રવાસીઓનો ઉત્સાહ બમણો થઇ ચુક્યો છે. કારણ કે અહીં ભાગ્યે જ દેખાતા સિંહોના પણ દર્શનનો લ્હાવો મળી શકે છે. આજે શનિવારે ગિરનારના પ્રવાસે આવેલા પ્રવાસીઓનાં રોપ વેમાંથી સિંહ જોવા મળ્યા હતા. આ અદ્ભુત દ્રશ્યના પગલે પ્રવાસીઓમાં ખુશી જોવા મળી હતી. જૂનાગઢ રોપ વે શરૂ થઇ ચુક્યો છે. પ્રવાસીઓ રોપ વેમાં બેસી ગિરનાર પર્વત પર આવેલા મા અંબાના દર્શન તેમજ અન્ય દેવી દેવતાઓના દર્શન કરી રહ્યા છે. 

જંગલ ખાતાના આંકડાઓ અનુસાર ગિરનાર પર્વત અભ્યારણ્યમાં 40 જેટલા સિંહો વસવાટ છે. ભાગ્યેજ જોવા મળતી આ નજારો કેટલાક દર્શકોને જોવા મળ્યા હતા. હવે રોપ વે શરૂ થતા રોપ વે જંગલની ઉપરથી પસાર થાય છે. તેવામાં સિંહો દેખાય તેની શક્યતા મહત્તમ રહે છે. આજ બપોર બાદ ગિરનારથી પરત આવતા પ્રવાસીઓને સિંહ જોવા મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રોપવેની ટિકિટ મુદ્દે હાલ વિવાદ ચાલી રહ્યો છે. તેવામાં ગીરનાર રોપ વે એક પ્રકારે ગુજરાતી સોદો કહી શકાય. કારણ કે અહીં તમને રોપવેની મજાની સાથે સાથે સિંહ દર્શનનો લ્હાવો પણ માણી શકાય છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, ગીરનાર રોપવે એશિયાનો સૌથાી લાંબો રોપવે પ્રોજેક્ટ છે. 2300 મીટરની લંબાઇ છે અને 1000 મીટર ઉંચાઇ છે. લોઅર સ્ટેશથી ઉપર પહોંચતા સાત મિનિટનો સમય લાગે છે. 25 ટ્રોલી હાલ દોડી રહી છે. સંપુર્ણ ટ્રોલી પારદર્શક છે. એક ટ્રોલીમાં 8 વ્યક્તિઓ બેસી શકે છે. આ તમામ ટ્રોલી સરેરાશ એક વ્યક્તિનાં 60 કિલો વજનના આધારે તૈયાર કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news