ઘોર કળિયુગ: 18 વર્ષીય યુવતીને કારમાં પરાણે દારૂ પીવડાવી બે શખ્સોએ માણ્યું શરીરસુખ, એટલું જ નહીં...

દારૂની મહેફીલ માણવા બન્ને શખ્સો સાથે દારૂ લઈને આવ્યા હતા. જેથી તેમણે યુવતીને પણ બળજબરીથી દારૂ પીવડાવ્યો હતો. ત્યારબાદ બંને શખ્સોએ વાર ફરતી દુષ્કર્મ આચર્યું હતું.

ઘોર કળિયુગ: 18 વર્ષીય યુવતીને કારમાં પરાણે દારૂ પીવડાવી બે શખ્સોએ માણ્યું શરીરસુખ, એટલું જ નહીં...

ભાવીન ત્રીવેદી/જૂનાગઢ: જુનાગઢમાં 18 વર્ષીય યુવતી સાથે ચાલુ કારમા દારૂ પીવડાવી બે શખ્સોએ દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવતા સમગ્ર શહેરમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. યુવતીએ સી. ડિવિજન પોલીસમાં ફરીયાદ નોંધાવતા બંને શખ્સોને કાર સાથે ઝડપી લેવામા સફળતા મળી હતી.

આ ઘટના સંદર્ભે પોલીસના જણાવ્યા મૂજબ જુનાગઢના વંથલી રોડ પર રહેતી 18 વર્ષીય યુવતીને તેના ઘરેથી કાનો ઉર્ફે હિતેન્દ્ર જોશી અને તેનો સાથી મીત્ર હિમાંશુ ઉર્ફે હુમાયુ ભોગાયત બંને શખ્સો યુવતીના ઘરે મોડી રાત્રે ગયા હતા. યુવતીએ કાના જોશી પાસેથી રૂપિયા 7 હજાર ઉછીના લીધા હતા, અને તેની ઉઘરાણી કરવા બંને શખ્સો અડધીરાત્રે યુવતીના ઘરે જઈને બૂમાબૂમ કરી મુકી હતી. યુવતીએ પણ સોસાયટીમાં આબરૂ જવાના બીકે કારમા બેસીને શાંતિથી વાત કરીએ છે તેમ કહીને શાંત રાખ્યા હતા. યુવતી કારમાં બેસી ત્યારબાદ બન્ને શખ્સોએ ઇકો કાર વંથલી રોડ તરફ લઇ ગયા હતા.

તે દીવસે કાના ઉર્ફે હિતેન્દ્રનો જન્મ દિવસ હતો. દારૂની મહેફીલ માણવા બન્ને શખ્સો સાથે દારૂ લઈને આવ્યા હતા. જેથી તેમણે યુવતીને પણ બળજબરીથી દારૂ પીવડાવ્યો હતો. ત્યારબાદ બંને શખ્સોએ વાર ફરતી દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં, યુવતીને કારમાં માર મારવામાં આવ્યો હતો. અને ધમકી આપતા જણાવ્યું કે, જૉ કોઈને કહીશ તો જાનથી મારી નાંખીશું. 

ત્યાર બાદ યુવતીને ઇજા થઈ હોવાથી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. સમગ્ર ઘટનાની પોલીસને જાણ થતા પોલીસે યુવતીનું નિવેદન લઈને બંને શખ્સોને ઇકો કાર સાથે ઝડપી લીધા હતા. સી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news