ગુજરાતમાં રફ્તારનો કહેર; ઇકો કારે ત્રણ યુવકોને એટલી હદે હડફેટે લીધા કે... ઉડી ગયું પ્રાણપંખેરું
જૂનાગઢ જિલ્લામાં રફ્તારનો કહેર જોવા મળ્યો છે. બાટવા નજીક હિટ એન્ડ રનમાં ત્રણ યુવકોના મોત થયા છે. ઈકો કાર ચાલકે બાઈકને ઉડાવી દીધી હતી. આ અકસ્માતમાં માણાવદરના એક અને બાંટવાના બે યુવકોના મોત થયા છે.
Trending Photos
અશોક બારોટ/જૂનાગઢ: જૂનાગઢ જિલ્લાના બાટવા નજીક હિટ એન્ડ રનની ઘટના બનવા પામી હતી. પૂર ઝડપે આવતી ઇકોએ ત્રણ બાઈક સવાર યુવાનોને હડફેટે લેતા ત્રણેયના મોત નીપજ્યા હતા.
આ ઘટના વિશે વાત કરીએ તો જૂનાગઢના બાટવા નજીક જ્યાં GJ 11 c h 3179 નંબરની ઇકોએ ત્રણ બાઈક પર સવાર યુવાનોને હડફેટે લીધા. ઇકોની રફ્તાર એટલી હદે હતી કે બાઈક સાથે અથડાતા જ તે સામેના છેડે રોડને પેલે પાર પહોંચી ગઈ હતી. ઘટનાની તુરંત બાદ ત્રણેય યુવાનોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યા ફરજ પરના ડોક્ટરએ તેમને મૃત જાહેર કર્યા હતા.
માણાવદરના હરદાસ ઓડેદરા, બાટવાના પરેશભાઈ રામ અને બાટવાના ભરત મોરી નામના ત્રણ યુવાનોના મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. પરિજનો દ્વારા માંગ કરાઈ હતી કે ઇકો ચાલકને ઝડપી કડક કાર્યવાહી કરવામાં આવે. પરિજનના જણાવ્યા મુજબ ઇકો ચાલક નાથા દાસાભાઈ કોડિયાતર હોવાનું જાણવા મળ્યું હતું.
સમગ્ર મામલે પોલીસને જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસ દ્વારા આ મામલે જણાવ્યું હતું કે હાલ આ બાબતે બાટવા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. પોલીસે જણાવ્યું હતું કે ઇકો ચાલકને પકડવા હાલ તજવીજ હાથ ધરાઈ છે.
તાજેતરમા રાજ્યમાં રફ્તારના કહેરના બનાવ આ પૂર્વે પણ પ્રકાશમાં આવેલ છે. જે અંતર્ગત વધુ એક કિસ્સો આજે જૂનાગઢ જિલ્લા મા બનવા પામ્યો.. ત્યારે લોક માંગ ઉઠવા પામી છે કે બેફામ સ્પીડમા સવારી કરી અકસ્માત સર્જનાર વિરુધ કડક કાનૂન બનાવવામાં આવે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે