ગુજરાતની આ હોસ્પિટલમાં મોટી કરૂણાંતિકા! 5 મહિલાઓની સીઝેરિયન બાદ કિડની ફેલ, 2ના મોત
હોસ્પિટલમા પ્રસુતિની સારવાર દરમિયાન 5 મહિલાઓને બાદમાં કિડની ફેલ થઇ જવી અને આ 5 માંથી 2 મહિલાનું મોત થવાની ઘટના પ્રકાશમાં આવી હતી. જૂનાગઢમાં ઓગસ્ટ/સપ્ટેમ્બર માસમાં હેલ્થ પ્લસ હોસ્પિટલમાં પ્રસુતિની સારવાર માટે આવેલ 5 મહિલાને કિડની ફેલ થવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો.
Trending Photos
અશોક બારોટ/જૂનાગઢ: જૂનાગઢમા આવેલ હેલ્થ પ્લસ હોસ્પિટલ ચર્ચાનો વિષય બની છે. હોસ્પિટલમા પ્રસુતિની સારવાર દરમિયાન 5 મહિલાઓને બાદમાં કિડની ફેલ થઇ જવી અને આ 5 માંથી 2 મહિલાનું મોત થવાની ઘટના પ્રકાશમાં આવી હતી. જૂનાગઢમાં ઓગસ્ટ/સપ્ટેમ્બર માસમાં હેલ્થ પ્લસ હોસ્પિટલમાં પ્રસુતિની સારવાર માટે આવેલ 5 મહિલાને કિડની ફેલ થવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો.
સીઝેરિયન બાદ કિડની ફેલ થવાનો અહીં બનાવ બન્યો હતો. જે મહિલાઓના નામ છે હિરલ મિયાત્રા, સુમૈયા કચરા, હસીના લાખા, તૃપ્તિ કાચા અને હર્ષિતા બાલસ. આ 5 મહિલાઓમાંથી હિરલ મિયાત્રા અને હર્ષિતા બાલસનું વધુ સારવાર દરમિયાન મોત થયું હતું. આ મામલે જૂનાગઢ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પ્રતિક્રિયા અપાઈ હતી. જેમાં જણાવાયું હતું કે સમગ્ર મામલે હાલ આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. હોસ્પિટલની બેદરકારી હતી કે પછી અન્ય કોઈ કારણ તે મામલે હાલ ઉંડાણ પૂર્વકની તપાસ કરવામાં આવી રહી છે.
બીજી તરફ હેલ્થ પ્લસ હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, બાટલામાં ટોક્સીન હોવાથી 5 મહિલાની કિડની ફેલનો બનાવ બન્યો હતો. હોસ્પિટલમાં છેલ્લા 3 વર્ષ દરમિયાન અંદાજે 3500 ઓપરેશન થયેલ છે. જેમાના બધા સફળ રહ્યા છે. આ મામલે હોસ્પિટલનો કોઈ દોષ ન હોવાની વાત જણાવાઈ હતી.
ઉપરાંત આ મામલે તેઓ દ્વારા જિલ્લા આરોગ્ય વિભાગમા જરૂરી માહિતી પુરી પાડી જાણ કરી હોવાનું પણ જણાવાયું હતું. હોસ્પિટલ તંત્ર 1 મોતનું જ પુષ્ટિ કરે છે. ઓગસ્ટ સપ્ટેમ્બરમા બનેલ આ બનાવ અચાનક પ્રકાશમાં આવતા અનેક સવાલો ઉદભવી રહ્યા છે. જવાબદાર તંત્ર દ્વારા આ મામલે જે કોઈ દોષિત ઠરે તેને કેટલી વહેલી તકે સજા કરાશે તે હવે જોવું રહ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે