15 વર્ષની લડત બાદ પરિવારને જીત મળી, મહિલાને ખોટુ લોહી ચઢાવવાના કેસમાં કોર્ટે ન્યાય આપ્યો

મેડિકલ નિગ્લીજન્સ સામે કન્ઝ્યુમર કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કીમો થેરાપી દરમિયાન મહિલાને b-ve બ્લડ હોવા છતાં b+ve બ્લડ ચડાવી દેતા મહિલાનું મોત નિપજ્યું હતું. 45 વર્ષીય પુષ્પાબેનનું બ્લડ ચઢાવ્યાના 25 દિવસમાં મોત નિપજ્યું હતું. ત્યારે કન્ઝ્યુમર કોર્ટમાં હોસ્પિટલની બેદરકારી પુરવાર થતા કોર્ટે મૃતક મહિલાના પરિવારની તરફેણમાં ચુકાદો આપ્યો છે. અમદાવાદની કન્ઝ્યુમર કોર્ટે એમ.પી. શાહ હોસ્પિટલને 5 લાખ રૂપિયા વળતર 8% ના વ્યાજ સાથે ચૂકવવા આદેશ કર્યો છે. આમ, 15 વર્ષની લડત બાદ પરિવારને જીત મળી છે.
15 વર્ષની લડત બાદ પરિવારને જીત મળી, મહિલાને ખોટુ લોહી ચઢાવવાના કેસમાં કોર્ટે ન્યાય આપ્યો

સપના શર્મા/અમદાવાદ :મેડિકલ નિગ્લીજન્સ સામે કન્ઝ્યુમર કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કીમો થેરાપી દરમિયાન મહિલાને b-ve બ્લડ હોવા છતાં b+ve બ્લડ ચડાવી દેતા મહિલાનું મોત નિપજ્યું હતું. 45 વર્ષીય પુષ્પાબેનનું બ્લડ ચઢાવ્યાના 25 દિવસમાં મોત નિપજ્યું હતું. ત્યારે કન્ઝ્યુમર કોર્ટમાં હોસ્પિટલની બેદરકારી પુરવાર થતા કોર્ટે મૃતક મહિલાના પરિવારની તરફેણમાં ચુકાદો આપ્યો છે. અમદાવાદની કન્ઝ્યુમર કોર્ટે એમ.પી. શાહ હોસ્પિટલને 5 લાખ રૂપિયા વળતર 8% ના વ્યાજ સાથે ચૂકવવા આદેશ કર્યો છે. આમ, 15 વર્ષની લડત બાદ પરિવારને જીત મળી છે.

વર્ષ 2006 માં મૂળ મધ્યપ્રદેશ નિમજમાં રહેતા પુષ્પાબેનને બ્રેસ્ટ કેન્સર થતા તેમનો ઉપચાર શરૂ થયો. ઉપચાર દરમિયાન હોસ્પિટલે તેમને કીમ થેરાપી કરાવવા કહ્યું હતું. હોસ્પિટલે કીમો થેરાપીમાં બ્લડ ચઢવતા સમયે ગંભીર બેદરકારી દાખવી હતી. હોસ્પિટલે પુષ્પાબેનનું બ્લડ ગ્રુપ બી નેગેટિવ હોવા છતાં બી પોઝિટિવ બ્લડ ચડાવી દીધું હતું. વિપરિત ગ્રુપનું બ્લડ ચઢાવી દેતા પુષ્પાબેનની શારીરિક સ્થિતિ વણસી હતી. આ દરમિયાન તેમના પરિવારજનોએ તેમને જુદી જુદી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. પણ 25 દિવસથી અઢળક કોમ્પ્લિકેશન બાદ તેમનું મોત નિપજ્યું હતું. 

આ કેસ કન્ઝ્યુમર કોર્ટમાં જતા હોસ્પિટલે પોતાની ભૂલ માનવ ઇન્કાર કર્યો હતો. પુષ્પાબેનનું મોત જુદા બ્લડ ગ્રુપનું લોહી ચઢાવવાના કારણે થયું હોય તેવા કોઈ પુરાવા ન હોવાની દલીલ હોસ્પિટલે કોર્ટમાં કરી હતી. જો કે એડવોકેટ વી. એમ. પંચોલીએ જણાવ્યુ કે, પુષ્પાબેનને બ્લડગ્રૂપ ચેન્જ થયા બાદ અન્ય હોસ્પિટલમાં ચાલેલી તેમની સારવારના રિપોર્ટ અમે કોર્ટ સમક્ષ મુક્યા હતા. આ રિપોર્ટમાં સ્પષ્ટ લખાયેલું હતું કે જુદા બ્લડ ગ્રુપનું લોહી ચઢાવવાને કારણે તેમનું મોત થયું છે.  

જેના રિપોર્ટ કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે મૃતક પરિવારની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. અમદાવાદની એમ. પી. શાહ કેન્સર હોસ્પિટલને 5 લાખ રૂપિયા વળતર 8% ના વ્યાજ સાથે ચૂકવવા
આદેશ કર્યો છે. 

આ પણ વાંચો : 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news