TRB જવાનોનો સરકાર સામે મોરચો : હવે ઘર કેવી રીતે ચાલશે એ ચિંતામાં હડતાળ પર ઉતર્યા

Check Out Why Gujarats TRB Jawan Go On Strike : અમદાવાદમાં ટ્રાફિક જવાનો હડતાળ પર.... કલેક્ટર ઓફિસ બહાર ટ્રાફિક જવાનોએ સુત્રોચ્ચાર કર્યા.... દસ વર્ષ નોકરી પર રહી ચૂકેલા જવાનોને છુટા કરવાના નિર્ણય સામે વિરોધ.... પોતાની જુદી જુદી માગને લઈ રજૂઆત....

TRB જવાનોનો સરકાર સામે મોરચો : હવે ઘર કેવી રીતે ચાલશે એ ચિંતામાં હડતાળ પર ઉતર્યા

Ahmedabad News : 18મી નવેમ્બરના રોજ રાજ્ય સરકાર દ્વારા કુલ 9000 પૈકી આશરે 6300 ટીઆરબી જવાનોને નોકરીમાંથી છુટ્ટા કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. જેના કારણે સમગ્ર રાજ્યમાં ઠેરઠેર ટીઆરબી જવાનોમાં રોષ ફાટી નીકળ્યો છે. આજે ગુજરાતભરમાં ટીઆરબી જવાનો લડી લેવાના મૂડમાં દેખાયા છે. વિદ્યાસહાયકો બાદ હવે આજે ટીઆરબી જવાનોએ સરકાર સામે મોરચો માંડ્યો છે. ગુજરાતના અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શનો કરાયા છે. સાથે જ સરકારને પત્ર લખીને આ પરિપત્ર રદ કરવાની માંગણી કરાઈ છે. 

ટીઆરબી જવાનોને છુટા કરવાનો સરકારનો નિર્ણય
રાજ્યમાં રહેલા કુલ 9000 TRB જવાનોમાંથી 1100 જવાનોનાં 10 વર્ષ પૂરાં થઈ ગયાં હોવાથી 30 નવેમ્બર, 2023ના રોજ છૂટા કરી દેવામાં આવશે. જ્યારે 3000 જવાનોને પાંચ વર્ષથી વધુ સમય થઈ ગયો હોવાથી તેમને 31 ડિસેમ્બર, 2023ના રોજ ફરજમુક્ત કરવામાં આવશે. તેમજ 2300 TRB જવાનોને 3 વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો હોવાથી 31 માર્ચ, 2024ના રોજ છૂટા કરવામાં આવશે.

અમદાવાદમાં હડતાળ પર ઉતર્યા
અમદાવાદમાં TRB જવાનો આજે હડતાળ પર ઉતર્યા છે. કલેક્ટર ઓફિસ બહાર TRB જવાનોએ સૂત્રોચ્ચાર કર્યા. રાજ્ય સરકારના એક પરિપત્રને લઈને ટીઆરબી જવાનોમાં વિરોધ જોવા મળ્યો છે. TRB જવાનોને છૂટા કરવાના નિર્ણય સામે વિરોધ દર્શાવાયો છે.  

સમગ્ર રાજ્યમાં 6 હજાર ટીઆરબી જવાનોને છુટા કરવાની વાત ચાલી રહી છે, ત્યારે સુરતના ટીઆરબી જવાનોમાં આ નિર્ણયને લઈ રોષ જોવા મળી રહ્યો છે. આ નિર્ણય પરત ખેંચવા માંગ ઉઠી છે.  ટીઆરબી હેડ અને અન્ય કર્મચારીઓ ગતરોજ ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા. તેઓએ ભાજપ શહેર પ્રમુખ સાથે મુલાકાત કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news